હોટલ અને ઢાબા પર મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી અને મસાલેદાર આલુ મેથી શાક.

આજે આપણે બનાવીશું આલુ મેથી સબ્જી પંજાબી સ્ટાઇલથી. અત્યારે માર્કેટમાં ફ્રેશ મેથી મળે છે તો આ સિઝનમાં તમે જરૂરથી બનાવજો. અને જયારે મેથીની સીઝન ના હોય ત્યારે પણ કસૂરી મેથી એટલે કે સુકવણી કરેલ મેથી દ્વારા પણ તમે બનાવી શકશો. (કસૂરી મેથી ઘરે જ સરળ રીતે બનાવવાની રેસિપી ટૂંક સમયમાં આપીશું જેનો વિડિઓ પણ તમે જોઈ શકશો. તો મારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો.) તો ચાલો આજે આપણે પંજાબી સ્ટાઇલથી બનાવીશું તો બાળકો પણ ખુશીથી ખાઈ લેશે. તો ચાલો જોઈએ તેની સામગ્રી.

સામગ્રી – પરફેક્ટ માપ સાથે રેસિપી જાણવા એકવાર વિડિઓ જરૂર જુઓ.

  • તેલ
  • આલુ
  • મેથી
  • ટામેટા
  • ડુંગળી
  • લીલા મરચાં
  • આદુ
  • હળદર
  • ધાણાજીરું
  • ગરમ મસાલો
  • હિંગ
  • લીલા ધાણા
  • લાલ મરચું પાવડર
  • મીઠું
  • ક્રીમ

રીત-

1- સૌથી પહેલા આપણે એક કઢાઈમાં 3 મોટી ચમચી તેલ લઈશું. અને બે મીડિયમ સાઇઝના બટાકા ને સમારી લીધા છે. આપણે બટાકાને સમારીને પાણીમાં રાખવાના જેથી બટેકા કાળા ના પડી જાય. હવે આપણું તેલ ગરમ થઇ ગયું છે તો તેમાં બટાકા એડ કરીશું.

2- હવે બટેકા થોડા તેલમાં ચડી જાય અને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું. બટેકા ફ્રાય થાય ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવી દઈશું.

3-ગ્રેવી બનાવવા માટે ૨ નંગ ટામેટા લઈશું. અને ૨ લીલા મરચા લઈશું. ત્યારબાદ એક આદુનો ટુકડો લઈશું. તેને મિક્સર જારમાં મિક્સ કરી પીસી લઈશું.અને ગ્રેવી બનાવી લઈશું. બટેકા ને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું.

4- હવે બટાકા ફ્રાય થઈ ગયા છે. તો તેને એક પ્લેટ માં કાઢી લઈશું. થોડું કડક પડ થઈ જાય એટલે બટાકાને કાઢી લેવાના. હવે આપણે બે નાની ડુંગળી ક્રશ કરીને તેલમાં એડ કરીશું.

5- આપણે ડુંગળીને ક્રશ કરીને નાખવાથી મેથી માં ભળી પણ જશે. અને ચડી પણ જલ્દી જશે. અને તેનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે. આ શાક 10 થી 15 મિનીટમાં જ તૈયાર થઈ જાય છે.

6- હવે ડુંગળી નો કલર બદલાઈ જવા આવ્યો છે. હવે આપણે જે ટામેટાની ગ્રેવી બનાવી હતી તે એડ કરીશું. જો તમારે લસણ નાખવું હોય તો તે ગ્રેવીમાં નાખી શકો છો. હવે આ ગ્રેવી ને બરાબર ચડવા દઈશું.

7- હવે ગ્રેવી માંથી તેલ છૂટું પડે એટલે તેમાં મસાલા કરવાના છે. તો ગ્રેવી સાથે આપણા મસાલા ચડી જશે. એક ચમચી ધાણાજીરું પાવડર નાખીશું. ૧ ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, ચપટી હિંગ આ બધું મિક્સ કરી લઈશું.

8- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણે ગ્રેવી નો કલર એકદમ સરસ આવી ગયો છે. હવે આપણા મસાલા સતળાય ગયા છે. હવે આપણે અઢીસો ગ્રામ મેથીને ધોઈ ને સાફ કરીને અને સમારી ને તેમાં એડ કરીશું.

9-આ શાકમાં આપણે પહેલા મીઠું એડ કરવાનું નથી. મેથી થોડી સોસાય જાય પછી એડ કરીશું. હવે આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું નાખીશું. બટાકાના ભાગનું પણ મીઠું આપણે અત્યારે જ નાખી દેવાનું છે. એટલે મીઠું બટાકામાં ચડી જશે.

10-હવે આપણે બટાકા એડ કરીશું.જેથી આપણા બટાકા મેથી સાથે ચડી જશે. અને મસાલો પણ ચડી જશે. મેથીના પાણીમાં જ આપણું શાક એકદમ સરસ ચડી જશે. હવે તેને ઢાંકી ચારથી પાંચ મિનિટ સુધી રહેવા દઇશું. અને ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે.

11-હવે આપણે એક મોટી ચમચી ક્રીમ નાખીશું.આ રીતે તમે શાક બનાવશો તો તમારા ઘરના બધાને અને નાના બાળકોને પણ ભાવશે.

12-હવે આપણે આલુ મેથી સબ્જી તૈયાર થઈ ગઈ છે તો તેને ગાર્નીશિંગ કરીશું. હવે થોડા ફ્રેશ લીલા ધાણાથી ગાર્નીશ કરીશું. તો છેને એકદમ સરળ રીત તો તમે ચોક્કસથી બનાવજો.

વિડીયો રેસીપી :

error: Content is protected !!