આલુ મટર પફ – ફટાફટ આવીરીતે તળીને બનાવીને ખાજો મોજ આવશે.

કેમ છો મિત્રો? આપણે જનરલી પફ બહાર બેકરીથી લાવીને ખાતા હોઈએ છીએ અને અમુક લોકોને તો એકવાર જ્યાંનો પફ ભાવી ગયો એ લગભગ બીજે ક્યાંય પફ ખાવામાં માનતા નથી. પણ છું પફ ઘરે જ બનાવવાની રેસિપી જે તમે તેલમાં તળીને આરામથી બનાવી શકશો આમ તો બહુ સિમ્પલ રેસિપી જે જેનાથી ફટાફટ બની જશે તો ચાલો જોઈ લઈએ પહેલા સામગ્રી.

સામગ્રી

  • મેંદાનો લોટ – 200 ગ્રામ
  • મીઠું – લોટ અને પૂરણ માટે જરૂર મુજબ
  • તેલ – લોટમાં મોણ માટે અને પૂરણ વધારવા માટે
  • બાફેલા બટાકા – ત્રણ મીડીયમ સાઈઝ
  • વટાણા – એક વાટકી
  • રેગ્યુલર મસાલા – જરૂર મુજબ

1. સૌથી પહેલા આપણે પફ બનાવવા માટે લોટ બાંધીશુ. તેના માટે લોટ બાંધવાના વાસણમાં આપણે લોટ લઈશું.

2. હવે તેમાં તેલનું મોણ ઉમેરી લઈશું. સાથે મીઠું પણ ઉમેરીશું.

3. હવે જરૂર પૂરતા પાણી સાથે આપણે થોડો નરમ લોટ બાંધી લઈશું.

4. હવે લોટને થોડીવાર સાઈડ પર મૂકી દઈશું.

5. હવે આપણે પફમાં ભરવા માટેનો મસાલો બનાવીશું. તેના માટે એક કઢાઈમાં તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ ઉમેરી લઈશું.

6. હવે એ વઘારમાં રાઈ ફૂટે એટલે તેમાં જીણા સમારેલા લીલા મરચા ઉમેરી લઈશું.

7. હવે આ વઘારમાં બાફેલા બટેકાને મેશ કરીને ઉમેરી લઈશું.

8. આની સાથે થોડા વટાણા પણ ઉમેરી લઈશું. જો તમે કાચા લીલા વટાણા લીધા હોય તો તેને અલગથી પહેલા બાફી લેવા અને પછી વાપરવા અહીંયા મેં ફ્રોઝન કરેલ વટાણા લીધા છે.

9. હવે આમાં મસાલો કરીશું જેમાં હળદર, મરચું અને ગરમ મસાલો ઉમેરીશું. જો તમે મીઠું ઉમેરવાના હોવ તો બટેકા અને વટાણા બાફ્ટા સમયે ઉમેર્યું છે કે નહિ એ ધ્યાનમાં રાખીને ઉમેરવું.

10. હવે બધું બરાબર મિક્સ કરી લેવું. તો તૈયાર છે તમારા પફમાં ભરવા માટેનું પૂરણ.

11. હવે બાંધેલા લોટમાંથી પાતળી પુરી વણવાની છે. સાઈઝ રોટલી જેટલી મોટી રાખવાની છે અને બને એટલી પાતળી પણ વણવાની છે.

12. પહેલી મોટી પુરી વણીને પ્લેટફોર્મ પર પાથરો.

13. હવે સેમ એવી બીજી મોટી પુરી વણો અને એને પણ પહેલી પુરીની ઉપર મુકવાની છે પણ એની પહેલા પહેલી મોટી પુરી પર થોડું તેલ લગાવો અને કોરો મેંદો ભભરાવો. તમે સ્લરી બનાવીને પણ લગાવી શકો છો પણ એ બહુ જાડી પડશે એટલે બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે આવી રીતે જ લગાવી શકો.

14. તેલ અને મેંદો લગાવ્યા પછી બીજી વણેલી મોટી પુરી તેની પર મુકો.

15. સેમ આવી ટોટલ છ મોટી પૂરીઓ વણવાની છે. અને દરેક પુરી ઉપરાછાપરી મુકવાની છે. અમે દરેક પુરી ઉપર મૂકીએ ત્યારે તેલ અને મેંદાને છાંટવાની પ્રોસેસ કરવાની છે.

16. હવે આને આપણે ચોરસ આકારમાં કટ કરવાની છે એટલે કે ચારે બાજુથી ફોટોમાં દેખાય છે એવી રીતે કટ કરો.

હવે કાપેલ ચોરસમાંથી ફોટોમાં બતાવ્યા પ્રમાણેના કટ કરો. આ એક ચોરસમાંથી તમે બે પફ બનાવી શકશો.

17. હવે કાપેલ બંને પીસ પર બનાવેલ બટાકા અને વટાણાનો માવો મુકો.

18. હવે ફોટોમાં બતાવ્યા પ્રમાણે તેને વાળી લો. ને તેના બધા ખુલ્લા છેડા બરાબર બંધ કરી લો. બંધ કરતા ખાસ ધ્યાન રાખજો કોઈપણ ભાગ ખુલ્લો ના રહી જાય નહિ તો પફ તેલમાં તળતા સમયે જ ખુલી જશે અને માવો છૂટો પડી જશે.

19. હવે આ બનેલ પફને થોડા ગરમ તેલમાં તળવા માટે મુકો.

20. નોર્મલ ગોલ્ડાન થાય એટલે એ પફને કાઢી લો.

21. ફોટોમાં તમે જોઈ શકો છો એવા પડ તળાઈ જાય પછી થશે. તળાતા થોડીવાર લાગશે એટલે એકદમ ધીરજથી કામ લેજો.

22. હવે રેડી થયેલ પફને સોસ સાથે ખાવનો આનંદ માણો.

તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. યુટ્યુબ પર અમારી ચેનલ જલારામ ફૂડ હબને (લિંક અહીંયા નીચે નામ પર ક્લિક કરવાથી ખુલશે.) સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ. આવજો ફરી મળીશું આવી જ નવીન રેસિપી સાથે ત્યાં સુધી આવજો.

error: Content is protected !!