આંબળાનો મુરબ્બો – આખા આથેલાં આંબળા તો ખાધા જ હશે શું તમે આખા આંબળાનો મુરબ્બો ખાધો છે?
હેલ્થ માટે ખુબજ ફાયદાકારક એવા આમળાંની સીઝન હવે ચાલુ થઇ ગઈ છે. ખાટા-તુરા છતાં અનેક ઔષધીય ગુણોથી ભરપુર એવા આંબળામાંથી જ્યુસ, મુખવાસ, જામ, ચ્યવનપ્રાસ, મુરબ્બો વગેરે બનાવી ખાવાના ઉપયોગમાં લઇ શકાય. કેમેકે આંબળા કોઈપણ રીતે ખાવાથી ફાયદાકારક જ છે. ખુબજ સરસ ખાટોમીઠો, ટેસ્ટી, કેશર, તજ, લવિગ ઉમેરીને બનાવેલો મુરબ્બો આ સિઝનમાં એકવાર બનાવી લીધા પછી સ્ટોર કરી વર્ષભર ખાવાથી દરેક ઉમરના લોકોની તન્દુરસ્તી સારી રહે છે.
આંબળાનો મુરબ્બો બનાવવા માટેની સામગ્રી :
- 250 ગ્રામ આંબળા ( સરસ મોટા, સ્પોટ વગરના)
- 250 ગ્રામ સુગર
- 1 ½ ટી સ્પુન એલચી પાવડર
- કેશર, તજ, લવિંગ – સ્વાદ મુજબ
આંબળાનો મુરબ્બો બનાવવાની રીત :
સરસ મોટા પીળા કલરના આંબળા લઈ તેને ધોઈ લ્યો. પ્રેશર કુકરમાં ૧ કપ જેટલું પાણી મૂકી તેમાં રિંગ મૂકો. તેના પર કાણા વાળી પ્લેટ મૂકી તેના પર ૨૫૦ ગ્રામ આંબળા મૂકો. હવે ઢાંકણ બંધ કરીને તેને માત્ર 2 વ્હીસલ કરી કૂક કરો.
જો તમે 1 વ્હીસલ કરીને કૂક કરો તો તેને ચાસણીમાં કૂક કરતી વખતે ફ્રોક વડે પ્રીક કરી લેવા. મેં અહીં 2 વ્હીસલ કરીને કૂક કર્યા છે, એટલે સરસ પરફેક્ટ બફાઇ ગયા છે તેથી તેમાં પ્રીક કરવાની જરુર નથી (પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે). કુકર ઠરે એટલે બફાયેલા આંબળા બહાર કાઢી લ્યો. તેની ચીરીઓ થોડી છૂટી પડી ગઈ હોય તેવી ચીરીઓ વચ્ચે થોડી જગ્યા થયેલી દેખાશે. એટલે આંબળા બરાબર બફાઈ ગયા છે.
હવે આંબળાંને સ્વીટ બનાવવા માટે પેનને ફ્લેમ પર મુક્યા વગર જ તેમાં બાફેલા આંબળા મુકો. તેમાં ૨૫૦ ગ્રામ સુગર ઉમેરી ચમચા વડે મિક્ષ કરી થોડીવાર હલાવી ઉપર નીચે કરી લ્યો. ગરમ હોવાથી સુગર મેલ્ટ થતી દેખાય એટલે આ પેનને મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો.
હલકા હાથે સ્પુન ફેરવતા જઈ હલાવીને ઉપર નીચે કરતા રહો. થોડીવારમાં આંબળામાંથી થોડું પાણી છુટીને તેમાં સાથે સુગર મેલ્ટ થઇ લિકવીડ બની જશે. 1-2 મિનિટ ઢાંકીને કૂક થવા દ્યો.
થોડીવાર વધારે બોઇલ કરવાથી તેમાં બબલ થતાં દેખાશે. એટલે ચાસણી થીક થવા લાગશે.
એટલે એક નાની પ્લેટમાં થોડા ટીપા મૂકી ચાસણી ચેક કરો. આંગળી અને અંગુઠા વચ્ચે ચાસણી લઈ એકદમ ઘટ્ટ જામેલો વ્હાઇટ કલર જેવો જાડો તાર થાય એટલે ચાસણી બરાબર છે. ( પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે).
આ પ્રમાણે ચાસણી થઈ જાય અને આંબળાનો કલર પણ થોડો ચેંજ થઈ જાય એટલે તેમાં 1 ½ ટી સ્પુન એલચી પાવડર ઉમેરી મિક્ષ કરો. જરા ફરી ઉકાળી લ્યો. આંબળાનો મુરબ્બો હવે રેડી છે. આ સ્ટેપ પર આ મુરબ્બામાં કેશર, તજ, લવિંગ કે તેનો પાવડર તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકાય છે.
આંબળાનો મુરબ્બો રેડી થઇ જાય એટલે એક ગ્લાસના બાઉલમાં ટ્રાંસફર કરી લ્યો. એક્દમ રુમ ટેમ્પરેચર પર આવી ઠરી જાય એટલે તેમાંની ચાસણી ફરી પાતળી થઈ જશે. એટલે મુરબ્બો પર્ફેક્ટ બન્યો છે. તો હવે ખૂબજ સરસ ખટ્ટો મીઠો, એલચીના ટેસ્ટ્વાળો આંબળાનો મુરબ્બો સર્વ કરવા માટે રેડી છે. આ રેસિપિ ફોલો કરીને વર્ષ ભર માટે મુરબ્બો બનાવીને ચોક્કસથી સ્ટોર કરી લેશો. આંબળાની ચીરીઓ ચાસણીમાંજ અલગ અલગ કરીને પણ સ્ટોર કરી શકાય છે. એકદમ ઠંડો પડે પછીજ મુરબ્બાને ગ્લાસના જારમાં ભરી એર ટાઇટ કરી સ્ટોર કરો. તેને ફ્રીઝમાં કે રેફ્રીઝરેટરમાં મૂક્શો નહી, તેમ કરવાથી ચાસણી જામી જશે.
આભાર : શોભના વણપરિયા
અવનવી રેસિપી અને વાતો સાથે ફરી મળીશું. અમારું પેજ લાઈક કરજો અને તમારા મિત્રોને પણ ફોલો કરવા જણાવજો.