પહેલો સગો પાડોશી પણ. – તમારા પાડોશી કેવા છે આ લિસ્ટમાં છે કે નહિ જણાવજો.
હજી આ ફ્લેટમાં રેહવા આવીએ લગભગ છ મહિના જ થયા હશે. શરૂઆતના ત્રણ ચાર મહિના તો નવા ઘરમાં સેટ થતા જ થઇ ગયા હતા. હજી સુધી બહુ બધા પાડોશીઓ સાથે બહુ વાતચીત પણ નોહતી થતી પણ ત્યાં એક પાડોશી હતા કે જે અમે હજી સમાન લઈને આવ્યા ને તરત અમારી મદદ કરવા આવી ગયા હતા એમનું નામ શાંતાબેન. મારા એક માસીનું નામ પણ શાંતા હતું એટલે હું તો એમને શાંતામાસી કહીને જ બોલાવતી હતી.
એમણે એમના દીકરાને અમારી મદદ કરવા મોકલ્યો હતો. ખુબ સારું લાગ્યું શાંતામાસી ને મળીને. હવે અમે આ નવી જગ્યાએ બરોબર સેટ થઇ ગયા હતા અને મારા પતિએ નવા ઘરમાં કથા કરવાનું વિચારીયું હતું. હવે કથામાં બધા પાડોશીને આમંત્રણ આપવા માટે જવાનું થયું. એના માટે મેં શાંતામાસીની મદદ લીધી તેઓ અહી છેલ્લા ૫ વર્ષથી રેહતા હતા અને સોસાયટીમાં બધા તેમને ઓળખતા હતા.
હું સાંજે ઓફિસથી આવીને શાંતામાસી ના ઘરે ગઈ પાડોશીઓ નું લીસ્ટ લઈને. અમે કથા કરવાના છે એ જાણીને ખુબ ખુશ થયા. પછી એમણે જે રીતે મને બધા પાડોશીનો પરિચય આપ્યો છે એ ખુબજ મજેદાર છે. ચાલો તમને જણાવું. પણ ખાસ સુચના આ બધી વિગત બધાએ મજાકમાં લેવી.
સુશીલાબેન : જો તને કહી દવ ગમે એવી ખાનગી વાત હોય એ એક વાર જો આને ખબર પડી એટલે પતી ગયું, આખી સોસાયટીમાં કોઈને કેહતા નહિ કોઈને કેહતા નહિ કરીને બધાને કેહ્શે (ગુજરાત લાઇવ સમાચાર) એમના ઘરમાંથી ત્રણ જણ આવશે.
મંજુલાબેન : એમ તો એ બે માણસ જ છે. પણ એકવાર તમે પ્રેમથી વાત કરો ને એટલે પછી રોજ કોઈને કોઈ બહાને તમારા ઘરે બનતું બે ટાઇમ જમવાનું કોઈપણ કારણ વગર ચાખવા ના બહાને આવીને ખાઈ જશે.
કેતકીબેન : આને ના બોલાવે તોય ચાલશે કેમ કે એક વાર એ તારા ઘરે આવી અને જોઈ ગઈ કે તારા ઘરમાં શું શું છે પછી તો રોજ કૈકનું કૈક લેવા આવશે. અરે ચા અને ખાંડ તો ઠીક તારી થાળી અને વાટકી પણ માંગી જશે અને પાછી પણ નઈ આપે.
લક્ષ્મીબેન : નામ પ્રમાણના બધા ગુણ છે એમની પાસે બહુ પૈસા છે. રોજ રોજ ગાડી લઈને ફરવા જ નીકળી પડે છે. બોલાવજે તો ખરી કદાચ આવે તો એમના ઘરમાં ચાર જણ છે.
વિલાસબેન : અરે તે આનુય નામ લખ્યું છે બેન તને ખબર છે હું પાંચ વર્ષથી રહું છુ પણ હજી સુધી મેં એનું નામ લીધું નથી. જોવામાં કેવી ખતરનાક લાગે છે. તારે બોલાવી હોય તો તારી મરજી. મારો ભઈલું પણ બીવે છે એનાથી તો.
કપીલાબેન: અરે ઓં ગાંડી આને ના બોલાવાય આના તો દિવસની શરૂઆત જ ગાળ બોલીને થાય છે. તારે ઘરમાં કથા કરાવી છે કે મહાભારત. કેન્સલ કર આને.
હેતલબેન : આમ તો બવ સીધી બાઈ છે આ પણ એને એક આદત છે વગર માંગીએ બધે સલાહ આપવા પોહચી જાય છે. હા અમુકવાર એની સલાહ સારી કામ કરે છે પણ તોય સાચવજે.
નિધીબેન : અરે આટલા જ તુલસીના પાન?, આ દિશા બરોબર નથી, આ સોફા આ બાજુ ગોઠવ્યા હોત તો સારું લાગેત. એટલા વાંધા કાઢશે કે તું કંટાળી જઈશ.
સુલોચનાબેન : તું કોઈપણ ઘટના એમને કહીશને એટલે એ પણ એમજ કેહ્શે “અમારે પણ એક વાર આવું જ થયું હતું.” કોઈ બીમારીની વાત કરીશ તો પણ એ બીમારી એને થયેલી જ હશે.
ચેતનાબેન : અરે એતો એટલા ડરપોક છે કે વાત ના પૂછીશ. રોજ તેમના બાળકોને સ્કુલની ગાડી સુધી મુકવા જશે અને જેવા તેના બાળકો ગાડીમાં બેસી જાય એટલે રીતસર એવી ભાગશે એના ઘર તરફ જાણે પાછળ કોઈ હડકાયું કુતરું પડ્યું હોય.
ભાવનાબેન : અલી આ ઝઘડાળું ને ક્યાં બોલવાની જરૂર હતી, અરે હા નઈ તું નઈ બોલાવે તોય ઝઘડશે અને બોલાવીશ તોય કઈ નું કઈ ગોતીને તારી સાથે ઝઘડશે જ.
લીલાબેન : અરે આનું તો નામ સાંભળું ને તોય હું તો મારા ઘરમાં હું કરેલું હોય તોય ફરી કચરા પોતું કરી નાખું છુ. બહુ ગોબરી બાપા જબર.. છી.
સીમાબેન : ઓહો આ ઘરેણાની દુકાન ને પણ બોલવાની છે.. બહુ શોખ હો બાપા, અમુકવાર તો એવા કપડા અને એટલા દાગીના પેહરશે કે એ પોતે દેખાય જ નહિ અમારે એ કપડા અને દાગીનાના ઢગલા માંથી હોધવી પડે ત્યારે એ મળે.
નિલમબેન : એલી જો આ કથામાં આવીને અને તારા પૂજા કરવાના ચાંદીના વાસણ જોઈ ગઈ તોય એને વેહમ થશે કે આની જોડે આ ક્યાંથી આવ્યું હશે. એને બધામાં કઈંક વેહમ હોય જ.
જયશ્રીબેન : એની વાતું અહીયાની હોય જ નઈ જો તું એમ કહીશ કે હું હનીમુન માં ફરવા ગોવા ગઈ હતી તો એ સિંગાપોર કેહ્શે, તું એમ કહીસ કે અમે તો આ ઉનાળામાં વોટરપાર્ક જવાના છે તો એ તો મનાલી જ પોચી જશે.. વાતું બહુ મોટી મોટી હોય હો આની.
કુસુમબેન : હમ્મ આને બોલાવી એ હારું કર્યું, અહી લગભગ બધા લોકો એની વાત માને, અહીનું જ નહિ કઈંક સરકારી કામ કરવાનું હોય ને તોય આ બાઈ એના ઘરવાળા પાસે કરાવી આપે છે.
સંગીતાબેન : બાપ આને તું હજી બરોબર મળી નથી શું મુજીક નો શોખ છે એમને કઈ… આમ બરોબર બપોરે 3 વાગે અને જેવા તમે પાટ પર આડા પડ્યા નથી અને એના ઇસ્પીકર ચાલુ થાય તે ના તમને હુવા દે કે ના તમને હખે થી ટીવી જોવા ડે.
પૂરી બા : હારું કર્યું આમને બોલાવ્યા કઈંક સારું સાંભળે કથામાંથી તો સારું થાય, આખો દિવસ બસ નાના છોકરા હારે બાધ બાધ (ઝઘડે) કરે છે.
વૈશાલીબેન : એલી આને નો બોલાવાય તારે કથામાં એક વાટકી ઘઉં તો છોડ મફતમાં શીરો જાપટી જશે આરતીમાં એક રૂપિયોય નઈ આલે.
વિભાવરીબેન : આ બેનને તો આટલા વર્ષોમાં મેય હજી બરોબર જોયા નથી. હમેશા ગુમ જ હોય છે દેખાતા જ નથી.
નિયતીબેન : વાહ આ એક મળવા લાયક વ્યક્તિ છે તું ગમેત્યારે એની સામે જોઈશ એ હમેશા ખુશ જ હશે. એને મેં હજી સુધી કોઈ દિવસ ગુસ્સો કરતા જોઈ નથી.
સોનિયાબેન : આ કથામાં આવશે તોય ભગવાનનું નામ ઓછુ લેશે અને બીજાની બુરાઈ વધુ કરશે.
રામ અને ગુંજન : બધા ફ્લેટમાંથી આ બંને પતિ પત્નીજ સર્વગુણ સંપન છે. આમની જોડી તો બહુ સુંદર છે.
વીણા બેન : કથા તું કરવાની છુ પણ જીવ આનો બળશે કે હાય હાય કેટલો ખર્ચો કરી નાખ્યો.
મોન્જુલા બેન : આને મેં કેટલીવાર કીધું કે બેન તારું નામ મંજુલા હશે તો કે ના મારું નામ તો મોન્જુલા જ છે અને પુછુ કે કોણે રાખ્યું, તો તો એવી ભાષા માં કઈંક બોલે મને કઈ ખબર નઈ પડતી.
સ્વીટી : આ તો હિરોઈન છે આપડા ફ્લેટ ની જયારે જોવો ત્યારે બસ મેકઅપ કરીને ઉપર નીચે આંટા જ મારતી હોય છે. અને પેલો મવાલી રાજ્યો એની પાછળ પાછળ ફર્યા કરતો હોય છે.
આટલા લોકો ના નામ હતા મારા લીસ્ટમાં ત્યારે શાંતામાસી એ યાદ આપવ્યું કે હું ખબરી લોકોને તો ભૂલી જ ગઈ… ખબર ના પડી કોણ??
ખબરી એટલે કચરો વળવા વાળા, વાળું લેવા આવે છે એ બેન. એમની જોડે બધાની બધી માહિતી હોય. કોણ ક્યારે ક્યાં હતું, કોણ ક્યાં ગયું, કોણે આજે શું જમવાનું બનાવ્યું એ બધી માહિતી હોય છે એમની પાસે.
શાંતામાસી ની વાતો જાણીને me સાંજે મારા પતિને બધી વાત કીધી તો એમણે તો આખો કથાનો પ્લાન જ કેન્સલ કરી દીધો… હશે હવે બીજું તો શું… ફરી ક્યારેક… ત્યાં સુધી બધા પાડોશીઓ ને સમજી લઈએ એકવાર.
મિત્રો કેવા લાગ્યા પાડોશી તમારી આસપાસ પણ આવા પાડોશી હશે જ, તમે કયારેય ધ્યાન ના આપ્યું હોય તો હવે આપજો. શેર કરો તમારા પાડોશી સાથે.