હથેળી પર બનેલા આ નિશાન હોય છે શુભ, વ્યક્તિને બનાવે છે ધનવાન અને સફળ.
દરેક વ્યક્તિની હથેળી પર અનેક રેખા હોય છે. આ રેખાઓના કારણે હથેળી પર કેટલીક આકૃતિઓ બનતી હોય છે. આ આકૃતિ નરી આંખે જોઈ શકાતી નથી પરંતુ ઝીણવટથી જોતાં હથેળી પર બનેલા ખાસ નિશાન જોઈ શકાય છે.
આવા નિશાનમાંથી કેટલાક શુભ ફળ આપનારા હોય છે જ્યારે કેટલાક અશુભ ફળ આપે છે. શુભ ફળ આપતાં નિશાન વ્યક્તિને સફળ અને ધનવાન બનાવે છે. કયા કયા છે આ નિશાન ચાલો જાણીએ આજે.
હથેળીમાં અલગ અલગ સ્થાન પર ચોરસની આકૃતિ બનેલી હોય છે. આ આકૃતિ વ્યક્તિના ભાગ્યની નિશાની હોય છે. જેમકે ચોરસની નિશાની જો ભાગ્ય રેખાની નજીક હોય તો વ્યક્તિને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. તે વ્યક્તિના અટકેલા દરેક કાર્ય સફળ થાય છે.
ચોરસની નિશાની જો મંગળ પર્વત પર હોય તો પણ વ્યક્તિના પરાક્રમમાં વૃદ્ધિ થાય છે. તે વ્યક્તિ શત્રુઓ પર સદા વિજય પ્રાપ્ત કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હથેળી પર મંગળ પર્વતનું સ્થાન બે જગ્યાએ હોય છે. એક અંગૂઠા પાસે અને બીજું હૃદય રેખા અને મસ્તિસ્ક રેખા પાસે.
તેવી જ રીતે આ નિશાન જો શનિ પર્વત પર મધ્યમા આંગળીની નીચે હોય તો તેનાથી વ્યક્તિનું માન-સન્માન વધે છે. તે ધનવાન બને છે. જો આ નિશાન જીવન રેખા પાસે બનેલી હોય તો તે વ્યક્તિ સારું સ્વાસ્થ્ય ધરાવે છે. તે વ્યક્તિ લાંબુ આયુષ્ય પણ ભોગવે છે અને તે પણ બીમારીરહિત.
જો ચોરસની નિશાની વિવાહ રેખા નજીક બનતી હોય તો જે સૌથી નાની આંગળી નીચેનો ભાગ છે તો તેનાથી જીવનસાથી સાથેના સંબંધો સારા રહે છે અને પરીવારનું સુખ પ્રાપ્ત થાય છે.
હવે આ નિશાન પરથી તમે પણ જાણી શકશો કે કયા નિશાનથી વ્યક્તિના જીવનમાં કેવું પરિવર્તન આવી શકે છે અને કયું નિશાન શેની તરફ ઈશારો કરે છે. તમારા હાથમાં છે આવું કોઈ નિશાન તો હમણાં જ ચેક કરો અને અમને કોમેન્ટમાં જણાવો.