એકસરસાઈઝ કર્યા વિના માખણની જેમ ઓગળી જશે શરીરની ચરબી.
લોકડાઉન ખુલી ગયા બાદ મોટાભાગના લોકો આ વાતના લીધે ઘણા હેરાન થઈ રહ્યા છે કે, તેમનું વધી ગયેલ વજન ઘણા બધા પ્રયાસો કરવા છતાં પણ ઓછું થતું નથી, ત્યારે હવે આપને ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. જો આપ એક જ અઠવાડિયા દરમિયાન વધી ગયેલ વજન ઘટાડવા ઈચ્છો છો તો આજે આ લેખમાં અમે આપને એના વિષે જણાવીશું.
પાઈનેપલને ડાયટ વધી ગયેલ વજનમાં ઘટાડો કરવા માટે ઘણો સરળ ઉપાય છે. આ પાઈનેપલ ડાયટ વર્ષ ૧૯૭૦માં ડેનિશ મનોવૈજ્ઞાનિક સ્ટેન હેગ્લર દ્વારા બનાવવામાં આવ્યો હતો. એના માટે આપે ૫ દિવસમાં ૨ કિલો પાઈનેપલનું અન્ય સ્વાસ્થ્ય વર્ધક વસ્તુઓ સાથે સેવન કરવાનું છે. પાઈનેપલ ઘણી ઝડપથી પાણીનું વજન ઓછું કરવાની સાથે આપના શરીર માંથી વિષાક્ત પદાર્થોને દુર કરવામાં પણ મદદ કરે છે અને ૫ દિવસમાં જ જ કિલો જેટલું વજન ઘટી જશે. હવે જાણીશું પાઈનેપલ ડાયટની મદદથી કેવી રીતે વજનમાં ઘટાડો થાય છે.
-પાઈનેપલ ડાયટ વજનમાં ઘટાડો કરવા ઈચ્છતા લોકો માટે નવા ટ્રેંડ તરીકે સામે આવ્યો છે. આ ડાયટમાં પાઈનેપલ પાચનતંત્રને સંબંધિત મુશ્કેલીઓ દુર કરે છે. એક સ્ટડી મુજબ, પાઈનેપલમાં રહેલ એન્જાઈમ અને ફાઈટોન્યુટ્રીએટસ પ્રોપર ડાયજેસન માટે ઉપયોગી છે. તેની સામે પાઈનેપલ વજનમાં ઘટાડો કરવા અને સોજાને દુર કરવા માટે મદદરૂપ થાય છે.
-૫ દિવસ દરમિયાન બે કિલો જેટલું પાઈનેપલનું સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે. પાઈનેપલમાં પાણી, ડાયટ ફાઈબર અને બ્રોમેલેન ઉપલબ્ધ હોય છે. આ તમામ પોષકતત્વો ઓબ્ઝર્વ કરવા માટે મદદ કરવાની સાથે જ મળ ત્યાગની પ્રક્રિયાને પણ ધીમી કરવા માટે સારું છે.
-પાઈનેપલમાં કેલેરી ઘણી ઓછી હોય છે, તેમ છતાં પાઈનેપલ ખુબ જ પૌષ્ટિક પદાર્થ છે. એક કપ પાઈનેપલમાં ૮૨ કેલેરી હોય છે. પાઈનેપલ રસદાર હોવાના લીધે પાઈનેપલનું સેવન કર્યા બાદ લાંબા સમય સુધી વ્યક્તિને ભૂખ લાગી શકતી નથી.
-પાઈનેપલનું સેવન કર્યા બાદ આપ પહેલા કરતા વધારે ઉર્જાવાન અને સક્રિય હોવાનો અનુભવ કરશો. જયારે આપ સક્રિય રહો છો તો આપના શરીરમાં વિષાક્ત પદાર્થો ઓછા ભેગા થાય છે અને આપના મેટાબોલીઝમને સક્રિય રાખે છે જેની સામે આપનું વજન ખુબ જ જલ્દી ઓછું થવા લાગશે.
૫ દિવસનો પાઈનેપલ ડાયટ પ્લાન:
જો આપ ઈચ્છો છો કે, આપનું વજન ધીમે ધીમે અને સારી રીતે ઘટાડો થાય તો આ પાઈનેપલ ડાયટ પ્લાન આપના માટે છે. પાઈનેપલ ડાયટ પ્લાનમાં આપ અન્ય વસ્તુઓને પણ સામેલ કરી શકો છો. આપે પાઈનેપલ ડાયટ પ્લાન શરુ કરતા પહેલા ધ્યાન રાખવું જોઈએ કે, આપ નિયમિત રીતે દરરોજ નાસ્તો કરો. આપે નાસ્તામાં પાઈનેપલનું સેવન કરવું, વધારે પાણી પીવું અને રાતનું ભોજન આપે સુતા પહેલાના 3 કલાક પહેલા જ ખાઈ લેવું જોઈએ.
નાસ્તો: હોલ બ્રેડની એક સ્લાઈસ, એક વાટકી ફેટ ફ્રી યોગર્ટની સાથે ૧૦૦ ગ્રામ પાઈનેપલનું સેવન કરવું.
બપોરના સમયે ભોજનમાં: ૧૦૦ ગ્રામ પાઈનેપલ, પૌષ્ટિક કઠોળ અને શાકભાજીનું સુપનું સેવન કરવું જોઈએ.
રાતના ભોજનમાં: પાઈનેપલનું સલાડ, ૧૦૦ ગ્રામ પૌષ્ટિક કઠોળ કે પછી પાઈનેપલ અને ૧૦૦ ગ્રામ સાબુત ચોખાનું સેવન કરવું જોઈએ.
પાઈનેપલ ડાયટ માટે એકસરસાઈઝ: હવે જયારે વજન ઘટાડવાની વાત કરી રહ્યા છીએ તો આહારનું સ્વસ્થ હોવું આવશ્યક માનવામાં આવે છે. આ સમય દરમિયાન એકસરસાઈઝને નજરઅંદાજ કરી શકાય નહી. હવે અમે આપને એકસરસાઈઝ રૂટીન વિષે જ્નાવીશી જે આપ પાઈનેપલ ડાયટ દરમિયાન ફોલો કરી શકો છો.
નેક રોટેશન: ૧ સેટમાં ૧૦ વાર ગરદન ફેરવવી, પહેલા કલોક વાઈસ અને પછી એંટીકલોક વાઈસ ફેરવવી.
જો આપને એકસરસાઈઝ કરી લીધા બાદ તરત જ ભૂખ લાગે છે તો આપે પાઈનેપલ જ્યુસનું સેવન કરી શકો છો.
પાચન તંત્રમાં સુધારો: પાઈનેપલ ટ્રોપિકલ ફળ છે. જેમાં પાણીનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોવાના લીધે તે મૂત્રવર્ધક હોય છે. પાઈનેપલનું સેવન કરવાથી આપના પાચનતંત્રમાં સુધારો થાય છે. તેમજ આપના ભોજન કરવાની ખોટી આદતના લીધે શરીરમાં ભેગી થઈ ગયેલ ચરબી અને વિષાક્ત પદાર્થોથી પણ છુટકારો મળે છે.
હાર્ટ એટેક: પાઈનેપલમાં બ્રોમેલેન રહેલ હોય છે આ પ્રોટીન એન્જાઈમનું મિશ્રણ છે. પાઈનેપલમાં રહેલ આ એન્જાઈમ લોહીને જાડું કરી રહેલ પ્રોટીનને તોડે છે અને ત્યાર બાદ લોહી પાતળું થઈ જાય છે જેના લીધે આપને હાર્ટ એટેક, સ્ટ્રોક, હ્રદયને સંબંધિત બીમારીઓ થવાની શક્યતા ઘટી જાય છે.
જલ્દીથી ચરબીમાં ઘટાડો કરે છે : પાઈનેપલનું નિયમિત સેવન કરવાથી શરીરમાં સેરોટોનીન નામના હોર્મોનનું ઉત્પાદન થવા લાગે છે, આ હોર્મોન મેટાબોલીઝમને ઝડપી કરવા માટે જવાબદાર છે. જેની મદદથી ચરબી ઘણી ઝડપથી ઘટી જાય છે.
પાઈનેપલ ડાયટથી થતા નુકસાન: પાઈનેપલ ડાયટમાં આપને પ્રોપર હાઈડ્રેશન વિના આપને એસીડીટી થઈ શકે છે. જો આપને પાઈનેપલથી એલર્જી છે તો આપના ફેસ પર અને ગાલ પર સોજા આવી જાય છે. વજન ઘટાડવા માટે કરવામાં આવેલ પાઈનેપલ ડાયટ પ્લાન ખુબ પ્રભાવિત છે પરંતુ આ પાઈનેપલ ડાયટ પ્લાન આપને લાંબા સમય સુધી સાથ આપશે નહી એટલા માટે પાઈનેપલ ડાયટ પ્લાન શરુ કરતા પહેલા એક્સપર્ટની સલાહ અવશ્ય લેવી.