વિટામીન અને મિનરલ્સની ખામી થવા પર, શરીરમાં સૌથી પહેલા જોવા મળે છે આ ૫ લક્ષણો.
જો આપના શરીરમાં વિટામિન્સ અને ખનિજની ખામી થઈ રહી છે તો આપના શરીરમાં કેટલાક પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે.
આજકાલની આધુનિક લાઈફસ્ટાઈલમાં લોકોના ભોજન માંથી સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ ગાયબ થતી જઈ રહી છે. એવામાં શરીરમાં કેટલાક પ્રકારના વિટામિન અને ખનિજની ખામી (Vitamin and Minerals Deficiency)થવા લાગે છે. કેટલાક પ્રકારના સપ્લીમેન્ટસ લીધા બાદ પણ શરીરમાં કોઈને કોઈ ખામી જળવાઈ રહે છે.
કોરોના વાયરસ સંક્રમણની મહામારી (Corona Virus)માં આ સમસ્યા વધારે વધી ગઈ છે. મોટાભાગના લોકોમાં વિટામિન અને મિનરલ્સની ખામી મળી આવવા લાગી છે. જો કે, આપ પોતાના ખાન- પાનનું ધ્યાન રાખશો તો એની ખામીથી બચી શકાય છે.
આપને એવા સંતુલિત ડાયટ (Diet) લેવું જોઈએ જેનાથી આપને બધા વિટામિન અને મિનરલ્સની ખામીને પૂરી કરી શકાય છે. આપ શરીરમાં જોવા મળતા કેટલાક લક્ષણોથી વિટામિન અને ખનિજની ખામી થઈ હોવાનું જાણી શકાય છે. જાણીશું શરીરમાં વિટામિન્સની ખામી થવાથી સૌથી પહેલા ક્યાં લક્ષણો જોવા મળે છે.
નખના નબળા થવું: શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સની ખામી થવાથી કેટલાક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં આપના નખ નબળા થઈ જાય છે અને તુટવા લાગે છે. જો આપની સાથે પણ આવી સમસ્યા થઈ રહી છે તો સાવધાન થઈ જાવ. આપના શરીરમાં બાયોટીન એટલે કે, વિટામિન બી ૭ની ખામી થઈ શકે છે. આ વિટામિન બી ૭ શરીરમાં રહેલ આહારને ઉર્જામાં બદલે છે. એવામાં આપે ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.
વાળ ખરવા: જો આપના વાળ વધારે પ્રમાણમાં ખરી રહ્યા છે તો સમજી જવું કે, શરીરમાં વિટામિન્સની ખામી જોવા મળી રહી છે. વાળના વધારે પ્રમાણમાં ખરવાની સમસ્યા આયર્ન, ઝિંક, અલ્ફા લિનોલેનીક એસિડ અને લિનોલિક એસિડ, નિયાસીન (વિટામિન B3) અને વિટામિન B7 ની ખામી થવાના લીધે થાય છે. જો આપના વાળ જરૂરિયાત કરતા વધારે ખરવા લાગ્યા છે તો આપે બેદરકારી રાખવી જોઈએ નહી અને આપે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
ખીલ થવા: બીટા કૈરોટીન એટલે કે, વિટામિન એની ખામી થવાથી ખીલ થવા લાગે છે. એનાથી ઈમ્યુનીટી, સ્કિન હેલ્થ, આઈસાઈટ, પ્રજનન ક્ષમતા અને કોશિકાઓનો અંદરોઅંદર સંપર્ક બનાવી રાખવામાં મદદ મળે છે. વિટામિન એની ખામી થવાથી ચહેરા પર ખીલ થવા લાગે છે. એના સિવાય રતાંધળાપણું, રુક્ષ ત્વચા, વાળ સુકાઈ જવા, ગાલ, હાથ અને પગ પર લાલ કે પછી સફેદ દાણા થવા લાગે છે. એના સિવાય કલર બ્લાઈંડનેસ, આંખોમાં ઈન્ફેકશન, નખ પર ધારીઓ થવી પણ વિટામિન એની ખામી હોવાના સંકેત છે. એના માટે આપને પોતાની ડાયટમાં ગાજર, લીલા શાકભાજી, કોળું, ટેટી, લાલ, પીળા અને નારંગી રંગના શિમલા મિર્ચ, શક્કરીયા, એપ્રિકોટ અને સુકા મેવાને સામેલ કરવા જોઈએ.
માંસપેશીઓમાં સંકોચન: શરીરમાં મેગ્નેશિયમની ખામી થવાથી માંસપેશીઓમાં સંકોચન થવા લાગે છે. એનાથી હાર્ટબીટમાં અંતર, માંસપેશીઓમાં જકડન, પગ અને આંગળીઓનું સુન્ન થઈ જવું અને ઝણઝણાટી થવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. એના સિવાય વધારે ગરમી લાગવી, ટેન્શન, હાઈબીપી, પગમાં બેચીની અને ઉલ્ટી થવા જેવું લાગે છે. એના માટે આપે પોતાના ડાયટમાં નટ્સ, બીજ, સોયાબીન, સાબુત અનાજ, લીલા પાંદડાવાળા શાકભાજી, ડેરી પ્રોડક્ટ, એવોકાડો, કેળા અને ડાર્ક ચોકલેટનું સેવન કરી શકો છો.
ત્વચાનું રુક્ષ થઈ જવું: શિયાળાની ઋતુમાં લોકોની ત્વચા ખુબ જ રુક્ષ થઈ જાય છે પરંતુ જો આપની ત્વચા દરેક ઋતુમાં વધારે રુક્ષ રહે છે, તો આ ચન્તાનો વિષય છે. આપના ડાયટમાં ક્યાંકને ક્યાંક તેલ અને મોઈશ્ચરની ખામી થઈ રહી છે. આપને ભોજનમાં ઔષધીય તેલવાળી વસ્તુઓને સામેલ કરવી જોઈએ. એના માટે આપે ભોજનમાં ઓમેગા- 3 ફેટી એસિડને સામેલ કરો. એનાથી આપની સ્કિન અંદરથી મોઈશ્ચરાઈઝ થશે અને ડીટોક્સ પણ થશે.