શનિદેવ ક્યારેય આવા લોકો પર કૃપા નથી કરતાં, જાણો કોણ હોય છે આ.
શનિદેવનું જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ મહત્વ હોય છે. શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવ વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ અપએ છે. આ ફળ શુભ કે અશુભ હોઇ શકે છે. શનિદેવને દંડાધિકારીનો દરજો મળેલ છે અને તેમને આ વરદાન ભગવાન શિવે આપ્યું હતું. શનિદેવ ખરાબ કર્મ કરવાવાળાને ખરાબ ફળ અને સારા કર્મ કરવાવાળાને સારું ફળ અપએ છે.
એવી માન્યતા છે શનિદેવની દ્રષ્ટિ જો કોઈ પર પડી જાય તો તે વ્યક્તિના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. તો બીજી બાજુ જ્યારે કોઈ વ્યક્તિ પર શુભ દ્રષ્ટિ પડે તો વ્યક્તિ રંકથી રાજા બની જાય છે. શનિદેવની સાડા સાતી અને ઢૈયા વ્યક્તિને ખૂબ હેરાન કરતી હોય છે. ચાલો તમને જણાવી દઈએ કે કયા લોકોથી શનિદેવ સૌથી વધુ નારાજ રહે છે.
શનિદેવની મહાદશા ખૂબ જ દુખદાયક હોય છે. જે લોકો હમેશા ખરાબ કર્મ કરે છે શનિદેવ તેમની પાછળ પડી જતાં હોય છે. મહાદશા દરમિયાન જ્યારે કોઈ વ્યક્તિ પર સાડાસાતી કે ઢૈયા ચાલી રહી હોય છે ત્યારે વ્યક્તિને દરેક કામમાં અસફળતા મળતી હોય છે. આર્થિક મુશ્કેલીઓ આવતી હોય છે. વ્યક્તિને ઘણી બીમારીઓ ઘેરી લેતી હોય છે. નોકરીમાં પણ મુશ્કેલીઓ ઊભી થાય છે.
શનિદેવને પ્રસન્ન કરવા માટેના ઉપાય.
– શનિવારના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે વિશેષ માનવામાં આવે છે. આ દિવસે શનિદેવના દર્શન કરો અને શનિદેવની મૂર્તિ પર સરસવ તેલનો દીવો કરો અને તેમને તેલ અર્પણ કરો.
– શનિવારના દિવસે શનિ મંદિરમાં જઈને શનિ ચાલીસાના પાઠ કરો.
– શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો. આમ કરવાથી શનીદોષથી છુટકારો મળશે.
– શનિવારના દિવસે હનુમાનજીને ભોગ અને સિંદુર ચઢાવો.
– શનિવારના દિવસે ‘ऊं प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः’ અને ‘ऊं शं शनिश्चरायै नमः’ ના મંત્રનો જાપ કરો.
– કુંડળીમાંથી શનીદોષ દૂર કરવા માટે કાળી વસ્તુઓ એટલે કે અડદની દાળ, કાળા કપડાં, કાળા તલ અને કળા ચણા દાન કરો.