બાળકો મગફળી નથી ખાતા તો તેમને મગફળીનો પાવડર ખવડાવો, આટલા બધા ફાયદા છે.

મગફળીનો પાવડર સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. મગફળીમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, વિટામિન બી6, આયરન અને મેગ્નેશિયમ વગેરે ખૂબ સારા પ્રમાણમાં હોય છે. મોટાભાગના લોકો મગફળી ખાવી ખૂબ પસંદ કરતાં હોય છે.

પણ વાત જ્યારે બાળકોની આવે છે તો તેમને મગફળી ખવડાવવી બહુ સરળ નથી હોતું. એવામાં બાળકોને મગફળી પાવડર આપી શકીએ છે. આ પાવડર તમે બાળકોને દૂધમાં, શિરામાં કે પછી ખીર વગેરેમાં ઉમેરીને આપી શકો છો. ચાલો હવે તમને જણાવી દઈએ મગફળી પાવડર ખાવામાં લેવાથી મળતા ફાયદા વિષે.

ઇમ્યુનિટી મજબૂત કરે : મગફળીનો પાવડર સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. બાળકોને મગફળીનો પાવડર આપવાથી એલર્જીથી બચાવે છે. આ સાથે ઇમ્યુનિટી પાવર પણ મજબૂત થાય છે. બાળકોને રેગ્યુલર મગફળી પાવડર આપવાથી તેઓ મજબૂત પણ બને છે.

પ્રોટીન : તમે ઈચ્છો છો કે બાળકોનો ગ્રોથ બરાબર થાય તો બાળકોને મગફળીનો પાવડર જરૂર આપજો. મગફળીના પાવડરમાં સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે. પ્રોટીનના સેવનથી બાળકોનો વિકાસ ખૂબ સારી રીતે થાય છે.

યાદશક્તિ વધારે : મગફળીનો પાવડર બાળકોની યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. મગફળીના પાવડરને બાળક નિયમિત સેવન કરે છે તો તેમનું મગજ તેજ થાય છે. બાળકોને આ પાવડર તમે હલવામાં કે દૂધમાં આપી શકો છો.

પાચનશક્તિ : મગફળીનો પાવડર બાળકોને આપવાથી તેમનું પાચન સારું થાય છે, મગફળીમાં ડાયટરી ફાયબર સારા પ્રમાણમાં હોય છે જે ડાયજેશનને સારું કરવામાં મદદ કરે છે. આનાથી પેટમાં ગેસ, એસિડિટી અને અપચ વગેરેની સમસ્યા થતી નથી.

હાડકાં મજબૂત રહે છે : મગફળીનો પાવડર એ બાળકોના હાડકાં મજબૂત કરે છે. મગફળીમાં કેલ્શિયમ અને વિટામિન ડી ભરપૂર પ્રમાણમાં હોય છે જએ હાડકાંને મજબૂત કરવા માટે મદદ કરે છે.

બાળકોને મગફળી પાવડર આપવો હેલ્થી ઓપ્શન છે. પણ મગફળીનો પાવડર પહેલા થોડો તેમને ખવડાવી જુઓ. જો તેમને તે પાવડરથી કોઈ એલર્જી નથી. જો તેમને કોઈ મુશ્કેલી થાય છે તો તમારે પહેલા ડૉક્ટરણી સલાહ લેવી જોઈએ.

error: Content is protected !!