રાત્રે જમ્યા પછી દૂધ પીવાથી મળે આટલા બધા ફાયદા.
ઘણા લોકો હોય છે રાત્રે જમી લીધા પછી દૂધનું સેવન કરતાં હોય છે. પણ એવ કરવાથી અમુક નુકશાન પણ થઈ શકે છે. આવું ત્યારે થતું હોય છે જ્યારે વ્યક્તિને દૂધથી એલર્જી હોય અથવા તો દૂધની સાથે ખવાતી વસ્તુથી તેમને એલર્જી હોય. ચાલો તમને જણાવી દઈએ કે જમ્યા પછી દૂધ પીવાથી શરીરને શું લાભ થાય છે અને જમ્યાના કેટલા સમય પછી દૂધ પીવું જોઈએ.
1. રાત્રે ઊંઘ સારી આવે છે : રાત્રે દૂધ એક જ એવું ફૂડ છે જે રાત્રે તમારા શરીરમાં ખૂબ સારી રીતે અવશોષિત થઈ જાય છે. આ તમારા મગજને શાંત કરવા માટે મદદ કરે છે અને થાક દૂર કરે છે. જેનાથી તમને સારી ઊંઘ આવે છે.
2. ભોજનનું પાચન સારું થાય છે : જો તમે ખાવાનું જમ્યા પછી દૂધનું સેવન કરો છો તો આ ભોજન પચાવવામાં સરળતા મળે છે, જેનાથી જમવાનું વેસ્ટ થતું નથી અને તેનો સંપૂર્ણ લાભ શરીરને મળે છે.
3. પેટમાં ગેસ અને કબજિયાત નહીં થાય : રાત્રે ભોજન પછી દૂધ પીવાથી ગેસની સમસ્યા થતી નથી, આ સાથે તે કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે, સવારમાં મળત્યાગમાં કોઈપણ મુશ્કેલી થશે નહીં.
4. હાડકાં મજબૂત થાય છે : આ તમારા હાડકાં અને દાંતને તૂટવાથી, ફ્રેકચર અને તેને લગતા બીજા જોખમ ઓછા કરે છે. તે હાડકાં, દાંતને ખૂબ મજબૂત બનાવે છે.
5. શરીરને તાકાત મળે છે : પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર હોવાને લીધે તે માંસપેશિયોને પણ મજબૂત બને છે. તે શરીરના થાક, ચિંતા અને તણાવને ઘટાડે છે.
ડાયટ સ્પેશિયાલિસ્ટ ગરિમાના કહેવા પ્રમાણે રાતના જમવામાં અને દૂધ પીવામાં 40 મિનિટ જેટલી ગેપ રાખવી જોઈએ. આયુર્વેદમાં પણ જમ્યા પછી તરત દૂધ પીવા માટે ના કહેવામાં આવે છે. આ સાથે જમવાના પહેલા પણ 30 મિનિટ સુધી દૂધનું સેવન કરવું જોઈએ નહીં. જો તમે માંસ, ખાટી વસ્તુઓ, એસીડીક વસ્તુઓનું સેવન કરો તો એક કલાકનો ગેપ રાખીને દૂધ પી શકો છો.