સોજો ઓછો કરવા માટે લસણનો આ રીતે કરો ઉપયોગ.
લસણ આપણાં શરીર માટે એંટી-ઇન્ફ્લેમેટરી તરીકે કામ કરે છે. જો તમારા સાંધામાં દુખાવો અને સોજો આવવાની સમસ્યા છે તો લસણનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને સોજામાં ઘણો આરામ મળશે. ખાસ કરીને અર્થરાઈટિસથી પીડાતા દર્દીઓ માટે લસણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. ચાલો તમને જણાવીએ કે લસણને કેવીરીતે વપરશો?
1. લસણની ચા : શરીરમાં બળતરા ઓછી કરવા માટે લસણની ચાનું સેવન કરો. તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ આરોગ્યપ્રદ હોઈ શકે છે. તેને બનાવવા માટે, 1 કપ પાણીમાં 2 થી 3 લસણની કળીઓ નાખો અને તેને સારી રીતે ઉકાળો. હવે તેને એક કપમાં ગાળી લો અને તેમાં થોડું મધ ઉમેરીને પી લો. આનાથી બળતરા ઘટાડી શકાય છે.
2. ખાલી પેટે લસણ ખાવ : દરરોજ ખાલી પેટે લસણ ચાવવાથી શરીરને ઘણા લાભ થાય છે. એ ફક્ત શરીરનો સોજો જ ઓછો કરી શકે છે એવું નથી પણ તેનાથી કેન્સરથી પણ બચી શકાય છે. તેની માટે દરરોજ ખાલી પેટે લસણની 4 કળીઓ ચાવી જવી. લસણમાં એંટી ઇન્ફ્લેમેટરી અને એંટી કારસીનોજેનિક ગુણ હોય છે જે તમને સંપૂર્ણ સ્વસ્થ અને હેલ્થી રાખવા માટે જરૂરી છે. આ સાથે અર્થરાઈટિસ જએવી મુશ્કેલીમાં થવાવાળા સોજાને ઓછો કરી શકે છે.
3. લસણ અને લવિંગ : જ્યારે બળતરા ઘટાડવાની વાત આવે છે ત્યારે લસણ અને લવિંગનું મિશ્રણ ખૂબ જ આરોગ્યપ્રદ સાબિત થઈ શકે છે. તેનો ઉપયોગ કરવા માટે, એક સુતરાઉ કપડામાં 2 થી 3 લસણની કળીઓ અને લવિંગ મૂકો. હવે તેને થોડું ગરમ કરો અને અસરગ્રસ્ત વિસ્તારને શેક કરો. તેનાથી સોજો ઓછો થશે.
4. લસણની પેસ્ટ : શરીરનો સોજો ઓછો કરવા માટે તમે લસણની પેસ્ટનો સીધો ઉપયોગ પણ કરી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે લસણની 2 થી 3 કળીઓને પીસી લો અને તેની પેસ્ટને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો અને તેને કપડાથી બાંધી લો. આ બળતરા ઘટાડી શકે છે.
5. લસણ અને આદુ : લસણ અને આદુની પેસ્ટ પણ તમારા શરીરમાં બળતરા ઓછી કરી શકે છે. તેનો ઉપયોગ કરવા માટે લસણ અને આદુંને એકસાથે પીસી લો. હવે તેને થોડું ગરમ કરો અને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો. આ બળતરા ઘટાડી શકે છે.