જો તમને વધુ મચ્છર કરડે છે તો આ 4 કારણ હોઇ શકે છે, જાણો તમે મચ્છરના ફેવરેટ કેમ છો.

જો તમને લાગે છે કે મચ્છર દર વખતે ક્યાંય પણ તમને શોધી લેતા હોય છે અને તમને જ કરડે છે. હમેશા તમારી પાછળ જ પડ્યા રહેતા મચ્છર એ અમુક કારણસર તમારી પાછળ આવતા હોય છે. અમુક સ્ટડી કહે છે કે એવું શું કારણ છે કે મચ્છર તમને જ વધુ કરડે છે, આ જાણીને તમે હેરાન થઈ જશો. જો કે અહિયાં મીઠું લોહી કે કડવા લોહીનો સવાલ નથી પણ કારણ કાઈક અલગ જ છે. ચાલો તમને જણાવીએ.

લોહિનો પ્રકાર : ઘણા અભ્યાસો કહે છે કે વધુ મચ્છર બ્લડ ગ્રુપ O વાળાને જ કરડે છે. મચ્છરો મોટાભાગે આ બ્લડ ગ્રુપ તરફ આકર્ષાતા જોવા મળ્યા છે. તે જ સમયે, મેટાબોલિક રેટ પણ મચ્છરની પસંદગીને અસર કરે છે. સગર્ભા સ્ત્રીઓ અને મેદસ્વી લોકોમાં મેટાબોલિક રેટ વધુ હોય છે, જેના કારણે મચ્છર તેમને વધુ કરડે છે.

પરસેવો અને ગંધ : મચ્છર દરેક વસ્તુને સૂંઘી શકે છે. તેઓ લેક્ટિક એસિડ, એમોનિયા અને અન્ય સંયોજનોને પણ ઓળખે છે જે પરસેવા દ્વારા શરીરમાંથી મુક્ત થાય છે. જો મચ્છરોને તમારા શરીરમાંથી આવતી ગંધ ગમે છે, તો તેઓ તમને વધુ કરડી શકે છે.

સ્કીન : સ્કીન પર હાજર બેક્ટેરિયા મચ્છરો માટે આમંત્રણ બને છે. ઘણા સંશોધનો કહે છે કે વ્યક્તિના શરીરમાં જેટલા વધુ બેક્ટેરિયા હશે, તેટલા વધુ મચ્છર તેની પાસે આવશે. મચ્છર મોટે ભાગે પગમાં કરડે છે તેણી પાછળ કારણ એ છે કે પગમાં બેક્ટેરિયા વધુ જોવા મળે છે.

ગેસ : કાર્બન ડાયોક્સાઇડ એ ગેસ છે જેને મચ્છર ઓળખી શકે છે. આ ગેસને લીધે મચ્છર 5 થી 15 મીટર દૂરથી પણ પોતાનું લક્ષ્ય ઓળખી લે છે. લોકો જેટલા ઊંડા શ્વાસ લે છે, એટલે કે તેઓ જેટલો વધુ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે તેના લીધે વધુને વધુ મચ્છર તેમના તરફ આકર્ષાય છે.

error: Content is protected !!