વ્રત ઉપવાસ દરમિયાન નબળાઈ અનુભવો છો તો રાખો આ વાતોનું ધ્યાન.

હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ મહત્વ છે. આ મહિનો ખૂબ શુભ માનવામાં આવે છે. આ મહિનામાં શિવભક્તો પોતાના ભોળાનાથને પ્રસન્ન કરવા માટે આખો મહિનો ઉપવાસ કે પછી શ્રાવણ મહિનામાં આવતા સોમવાર કરવાનું વ્રત કરતાં હોય છે. વ્રત ઉપવાસ દરમિયાન શરીરની કાળજી રાખવી પણ ખૂબ જરૂરી બની જાય છે. વ્રત ઉપવાસ દરમિયાન ચક્કર આવવા, નબળાઈ આવી જવી વગેરે સામાન્ય છે તો આ સમય દરમિયાન શું ધ્યાન રાખશો? આજે અમે તમને વ્રત દરમિયાન કાળજી રાખવાની ખાસ માહિતી જણાવી રહ્યા છે.

શરીરને હાઇડ્રેટેડ રાખો : આઆમ તો વ્યક્તિએ તેના શરીરને હંમેશા હાઇડ્રેટેડ રાખવું જોઈએ. ઉપવાસ દરમિયાન હાઇડ્રેશન વધુ મહત્વપૂર્ણ બની જાય છે. વ્રત દરમિયાન નિયમિત પાણી પીતા રહો. જો તમને સાદું પાણી પીવામાં તકલીફ થઈ રહી હોય તો પાણીમાં ખાંડ ભેળવીને પીવો. પાણી પીવાથી શરીરમાં ઓક્સિજનનું સ્તર જળવાઈ રહે છે. તે તમને દિવસભર ઉર્જાવાન અનુભવ કરાવે છે. શરીરને હાઇડ્રેટ રાખવા માટે નારિયેળ પાણી, લસ્સી, જ્યુસ અને છાશનું સેવન કરો.

દહીંનું સેવન કરો : જો તમને વ્રત દરમિયાન વધુ ચક્કર આવતા હોય તો દહીંનું સેવન કરો. દહીં શ્રેષ્ઠ પ્રોબાયોટિક ખોરાકમાંથી એક છે. તેમાં રહેલું ફોસ્ફરસ અને કેલ્શિયમ શરીરને એનર્જી આપે છે, જેના કારણે ચક્કર આવવાની સમસ્યા થતી નથી.

સૂકા ધાણા અથવા ધાણા પાવડર : ઉપવાસ દરમિયાન નબળાઈ, ચક્કર આવવા અને આંખો સામે વારંવાર અંધારું થઈ જવું આવા જેવા લક્ષણોમાં સૂકા ધાણાનું સેવન કરો. 1 ચમચી ધાણા પાવડર 1 ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવો. સવારે ખાલી પેટ ધાણા પાવડરનું પાણી પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે.

આમળાનું સેવન કરો : મોટાભાગના લોકો ઉપવાસ દરમિયાન ફળો ખાતા હોય છે. તમારા ફળોમાં આમળાનો સમાવેશ કરો. વિટામિન સી, આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ફોસ્ફરસથી ભરપૂર આમળા શરીરને દિવસભર એનર્જી મેળવવામાં મદદ કરે છે. જો તમે ઈચ્છો તો વ્રત દરમિયાન આમળાના રસનું સેવન પણ કરી શકો છો.

કસરત અને વર્કઆઉટ કરવાનું ટાળો : જો તમે યોગ કરો છો અથવા તો નિયમિત કસરત કરો, પણ ઉપવાસના દિવસે આવું કરવાનું ટાળો. ઉપવાસ દરમિયાન કસરત કરવાથી તમે દિવસભર નબળાઈ અને થાક અનુભવી શકો છો. વ્યાયામ કરવાને બદલે, તમે ઉપવાસના દિવસે ધ્યાન કરી શકો છો, તે તમને સારું અનુભવવામાં મદદ કરશે.

પાવર નેપ આવશ્યક છે : સામાન્ય દિવસની સરખામણીએ ઉપવાસના દિવસે શરીરમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન્સનું પ્રમાણ ઘટે છે, તેથી ઊર્જાનું સ્તર ઓછું થઈ શકે છે. આ કિસ્સામાં, પાવર નેપ કામમાં આવી શકે છે. ઉપવાસના દિવસે અડધાથી 1 કલાકની પાવર નેપ લો. તે તમને લાંબા સમય સુધી તાજગી અનુભવવામાં અને શરીરની ઊર્જા જાળવી રાખવામાં મદદ કરી શકે છે.

error: Content is protected !!