બાળપણમાં આવા દેખાતા હતા સચિન તેંડુલકરના બાળકો, ફોટો થઈ રહ્યા છે વાઇરલ.

ક્રિકેટના ભગવાન એવા સચિન તેંડુલકરની સાથે હવે તેમના બાળકો પણ ચર્ચામાં રહેતા હોય છે. પહેલા તો તમને જણાવી દઈએ કે 1995માં સચિન અને અંજલિના લગ્ન થયા હતા. લગ્ન પછી સચિન અને અંજલિના જીવનમાં બે બાળકો આવે છે. એક દીકરો અને એક દીકરી છે. દીકરી મોટી છે જેનું નામ સારા છે અને દીકરાનું નામ અર્જુન છે.

સચિનનો દીકરો અર્જુન પણ તેમના રસ્તે જ ચાલી રહ્યો છે. સચિનનો દીકરો અર્જુન પણ પિતાની જેમ ક્રિકેટની દુનિયામાં પોતાનું નામ કમાવા માંગે છે. અર્જુન એક ઓલરાઉન્ડર તરીકે પોતાને દર્શાવવા માંગે છે. પણ હજી સુધી તેમને ભારતીય ટીમમાં રમવાનો ચાન્સ મળ્યો નથી. ના તો તે IPLમાં રમતો દેખાયો હતો.

તમને જણાવી દઈએ કે હમણાં અર્જુન ધાકડ ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરજ સિંહ પાસેથી ક્રિકેટ શીખી રહ્યો છે. હમણાં જ અર્જુન તેંડુલકર 23 વર્ષનો થઈ ગયો. તેનો જન્મ 24 સપ્ટેમ્બર 1999એ માયાનગરી મુંબઈમાં થયો હતો. જન્મદિવસના અવસર પર અર્જુનને બહેન સારાએ અનોખા અંદાજમાં શુભકામનાઓ આપી હતી.

તમને જણાવી દઈએ કે સારા અને અર્જુન વચ્ચે ખાસ બોન્ડિંગ છે. બંને વચ્ચેના સંબંધ ખૂબ જ મજબૂત અને ખાસ છે. સારાએ તેના નાના ભાઈ અર્જુનને જૂની અને અત્યારની તસવીરો શેર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેણે ઈન્સ્ટા પર સ્ટોરી શેર કરીને તેના ભાઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

સારાએ ભાઈના જન્મદિવસના અવસર પર તેની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરેલી પોસ્ટમાં તમે બે અલગ-અલગ તસવીરો જોઈ શકો છો. એક તસવીર બંનેના બાળપણની છે, બંને પુસ્તક વાંચવામાં વ્યસ્ત છે. જ્યારે બીજી તસવીર આજના સમયની છે. બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે બંને એકબીજાને પ્રેમથી ગળે લગાવી રહ્યાં છે. આ ઇન્સ્ટા સ્ટોરી સાથે સારાએ લખ્યું, “હંમેશા તારી સાથે, હેપ્પી બર્થડે અર્જુન તેંડુલકર”.

તમને જણાવી દઈએ કે સારાની આ સ્ટોરીને ઈન્સ્ટા પર ઘણી પસંદ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા યુઝર્સે પણ અર્જુનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, અર્જુન IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહી ચૂક્યો છે પરંતુ તેને રમવાની તક મળી નથી. એવું માનવામાં આવે છે કે વર્ષ 2023માં યોજાનારી IPLમાં સચિનનો પુત્ર અર્જુન પોતાની રમત બતાવતો જોવા મળશે. હાલમાં તે યુવરાજના પિતા યોગરાજ પાસેથી ટ્રેનિંગ લઈ રહ્યો છે.

error: Content is protected !!