કુલફી વેચવાવાળો આ વ્યક્તિ પહેરે છે દરરોજ બે કિલો સોનું, લોકો સેલ્ફી લેવા કરે છે પડાપડી.
કહેવાય છે ને કે શોખ બહુ મોટી વસ્તુ છે. કોઈપણને કોઈપણ વસ્તુનો શોખ હોય શકે છે. તે શોખ પૂરો કરવાથી તેમને ખુશી મળતી હોય છે. ઘણા લોકોને સોનું પહેરવાનો બહુ શોખ હોય છે. ખાસ કરીને મહિલાઓને લગ્ન પ્રસંગ કે પછી કોઈપણ કાર્યક્રમમાં ઢગલો સોનું પહેરવાનું પસંદ હોય છે.
પણ આજે અમે તમને એક એવા અંકલ સાથે મળાવી રહ્યા છે કે જે સોનાના એટલા શોખીન છે કે તેઓ બે કિલો સોનું પહેરે છે. નવાઈની વાત તો એ છે કે આ સોનું તેઓ કોઈ વાર તહેવાર કે પ્રસંગએ નહીં પણ દરરોજ પહેરે છે.
તમને એમ થશે કે દરરોજ 2 કિલો સોનું પહેરવું એ નવાઈની વાત છે તો તમને જણાવી દઈએ કે તેનાથી પણ વધુ નવાઈની વાત એ છે કે આ કાકા દરરોજ 2 કિલો સોનું કુલફી વેચવા જવા માટે પહેરે છે, તમે પણ કુલફી ઘણીવાર ખાધી હશે. આ દરમિયાન ઘણા કુલફીવાળા ભૈયાને મળ્યા હશો. પણ 2 કિલો સોનું પહેરીને કુલફી વેચવાવાળાને લગભગ જ જોયા હશે.
આ અનોખો કુલફી વેચવાવાળો વ્યક્તિ મધ્યપ્રદેશના ઇન્ડોર શહેરથી છે. તેમનું નામ બંટી યાદવ છે. તેમની ઇન્દોરની ફેમસ ફૂડ ગલી સરાફા માર્કેટમાં કુલફીની દુકાન છે. ઈન્દોરમાં આ ખૂબ ફેમસ છે. બંટી અંકલ દરરોજ ઘરેથી નીકળતા પહેલા લગભગ 2 કિલો સોનું પોતાના શરીરના અલગ અલગ ભાગ પર પહેરે છે. પછી સોનાથી મઢેલ આ હાથથી તેઓ ગ્રાહકોને કુલફી ખવડાવે છે.
તેમની કુલફીનો ટેસ્ટ ખૂબ જબરજસ્ત છે. લોકો આ કુલફી ખાવા માટે ખૂબ દૂર દૂરથી આવે છે. ગ્રાહકો કુલફી ખાવા સાથે આ કાકા સાથે સેલ્ફી જરૂર લે છે. જો કે લોકોને તો કાકા સાથે નહીં પણ તેમના સોનાના દાગીનાના ફોટો લેવા ખૂબ પસંદ છે. અમુક ફૂડ બ્લોગરએ આ કાકનો વિડીયો પણ બનાવ્યો છે જએ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો.
બે કિલો સોનું ખૂબ મોટી વાત હોય છે. જ્યારે કાકાને પૂછવામાં આવ્યું કે તેમની પાસે આટલું સોનું કેવીરીતે આવ્યું તો તેમણે કહ્યું કે તેમના મિત્રોએ આ સોનું તેમને ગિફ્ટમાં આપ્યું છે. આ રીતે તેમની પાસે ઘણુંબધુ સોનું થઈ ગયું. એટલે તેઓ તેને તિજોરીમાં મૂકવા કરતાં તેને પહેરીને દરરોજ દુકાન જાય છે.