જમ્યા પહેલા થાળીની ચારે બાજુ કેમ છાંટવામાં આવે છે જળ?
આપણાં હિન્દુ ધર્મમાં ઘણા બધા રીત રિવાજ અને પરંપરા છે. તેમાંથી ઘણી માન્યતાઓ આધ્યાત્મિક કારણને લીધે હોવાની સાથે સાથે વૈજ્ઞાનિક કારણ પણ હોય છે. તમે જોયું જ હશે કે જ્યારે પણ વડીલ અને વૃધ્ધ ભોજન શરૂ કરે છે તો પહેલા થાળીની ચારે બાજુ પાણી છાંટે છે. એવામાં તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે પાણી કેમ છાંટવામાં આવે છે. તેનું કારણ શું છે ચાલો જણાવીએ.
સૌથી પહેલા તમને જણાવી દઈએ કે ભોજનની થાળીની ચારે બાજુ જળ છાંટવું કે ભોજન શરૂ કરતાં પહેલા મંત્રોનું ઉચ્ચારણ કરવું એ ખૂબ જૂની પરંપરા છે. તેને દરેક ક્ષેત્રમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તેને નોર્થ ઈન્ડિયામાં આચમન અને ચિત્ર આહુતિ કહેવામાં આવે છે. તમિલનાડુની વાત કરીએ તો અહિયાં આ પરંપરાને પરીસેશનમ નામથી ઓળખવામાં આવે છે.
ધાર્મિક કારણ :
આજે અમે તમને ભોજનની થાળીની ચારે બાજુ જળ છાંટવા માટેનું સાચું કારણ શું છે તે જણાવી રહ્યા છે. આ જાણ્યા પછી તમે આ જાણકારી આજની પેઢીને યુવાનોને જરૂર જણાવજો જેથી તેઓ પણ આ પરંપરાનું પાલન કરે અને તેને આવનાર પેઢીને કહી શકે.
આ પરંપરાના ધાર્મિક કારણની વાત કરીએ તો એક રીતે અન્ન દેવતાને પ્રતિ સમ્માન જાહેર કરવાની એક રીત છે. તેનાથી અન્ન દેવી માતા અન્નપૂર્ણા ખૂબ પ્રસન્ન થાય છે. તેમના આશીર્વાદથી ભક્તોના ઘરમાં હમેશા બરકત બની રહે છે. તેમને ધન-ધાન્યની કોઈ કમી રહેતી નથી.
વૈજ્ઞાનિક કારણ :
તમને જાણીને ખરેખર નવાઈ લાગશે કે ભોજન કરતાં પહેલા થાળીની આસપાસ જળ છાંટવાનું વૈજ્ઞાનિક કારણ પણ છે. વાત એમ છે કે પહેલાના સમયમાં લોકો જમીન પર બેસીને ભોજન કરતાં હતા.
ત્યારે એવા સમયએ ભોજનની સુગંધથી ત્યાં આસપાસ રહેલ જીવડા અને મકોડા પણ સુગંધથી આકર્ષિત થઈને થાળી પાસે આવી જતાં હતા. એવામાં જ્યારે થાળીની ચારે બાજુ પાણી છાંટવામાં આવતું તો તે જીવડા અને મકોડા થાળીમાં આવી શકતા હતા નહીં. આ સિવાય જમીન પર થાળીની આસપાસ રહેલ ધૂળ માટી પણ પાણીથી બેસી જતું હતું જેથી ભોજન ચોખ્ખું રહેતું હતું.