પતિને ભિખારીથી રાજા બનાવી દે છે આવી સ્ત્રીઓ, લગ્ન પછી ચમકી ઉઠે છે નસીબ.

1. ચાણક્ય નીતિ પ્રમાણે આપણે સ્ત્રીની સુંદરતા પાછળ ભાગવું જોઈએ નહીં. લગ્નજીવનને સુખરૂપ ચલાવવા માટે સુંદરતા નહીં પણ તે વ્યક્તિના ગુણ કામ લાગે છે. એટલે હમેશા ગુણવાન અને ચતુર સ્ત્રી સાથે જ લગ્ન કરવા જોઈએ. આવી મહિલાઓ પોતાના પરિવારને દરેક મુશ્કેલીમાંથી બચાવી લે છે. તેમના ઘરમાં આવી જવાથી પતિ અને પરિવારની સમૃધ્ધિ થાય છે.

2. આચાર્ય ચાણક્ય પ્રમાણે પુરુષોએ એવી સ્ત્રીને પત્ની બનાવવી જોઈએ જે ધર્મ અને કર્મમાં વિશ્વાસ રાખતી હોય. ધર્મ આપણને જીવનમાં સારું બનવા માટે પ્રેરણા આપે છે. કર્મ આએ વ્યક્તિની સાચી ઓળખ હોય છે. તે જેવુ કર્મ કરે તેવું જ ફળ તેને મળે છે. એટલે જો કોઈ સ્ત્રી આ વાતો પર વિશ્વાસ નથી રાખતી તો તે ખોટા રસ્તે ચાલી શકે છે. પછી ઘરને બરબાદ થતાં કોઈપણ રોકી શકતું નથી. બાળકોને પણ ધર્મ અને કર્મની શિક્ષા નથી મળતી.

3. આચાર્ય ચાણક્ય અનુસાર જે સ્ત્રી પોતાની મર્યાદામાં રહે છે તે પરિવારનું નામ રોશન કરે છે. તેનાથી ઘરની ઇજ્જત બની રહે છે. સમાજમાં માન સમ્માન વધે છે. એટલે હમેશા સારા ચરિત્રવાળી મહિલા સાથે લગ્ન કરવા જોઈએ.

4. જે ઘરમાં સ્ત્રી પોતાના ગુસ્સા પર કાબૂ રાખવાનો ગુણ હોય છે તે લગ્ન માટે સૌથી બેસ્ટ હોય છે. ગુસ્સો ઘણી સમસ્યાનું મૂળ હોય છે. તેમાં વ્યક્તિ હમેશા પોતાની સમજશક્તિ ગુમાવી બેસતો હોય છે. તેના લીધે ઘર બરબાદ થઈ જાય છે. ગુસ્સા પર કાબૂ રાખવાવાળી મહિલા, સમજદાર મહિલા અને મીઠું બોલતી હોય તેવી મહિલા સાથે જ લગ્ન કરવા જોઈએ.

5. જે સ્ત્રીને પૈસાની લાલચ નથી હોતી એ પણ લગ્ન કરવા માટે બેસ્ટ હોય છે. તેઓ પૈસાથી વધુ પ્રેમ અને સંબંધને મહત્વ આપતી હોય છે. આખા પરિવારને એકસાથે લઈને ચાલે છે. ક્યારેય કોઈને પણ દગો આપતી નથી. બધા સાથે સારી રીતે વર્તન કરે છે. એ ખૂબ ઈમાનદાર હોય છે.

error: Content is protected !!