કાનના દુખાવાથી પરેશાન છો? તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાય.
ઘણીવાર નાહવાના સમયે કાનમાં પાણી ચાલ્યું જતું હોય છે તેના લીધે સંક્ર્મણ થતું હોય છે અને કાનમાં દુખાવો પણ થતો હોય છે. સામાન્ય રીતે લોકો કાનના દુખાવાને બહુ સિરિયસ લેતા નથી પણ ઘણીવાર આ દુખાવો બહુ હેરાન કરતો હોય છે. ઘણીવાર કાનમાં થતા દુખાવાને લીધે માથામાં દુખાવો થતો હોઈ છે.
જો તમે પણ વારંવાર કાનમાં થતા દુખાવાથી હેરાન થઇ રહ્યા છો તો ડોક્ટરની સલાહ જરૂર લેજો. આ સિવાય અમે તમને આજે કેટલાક ઘરેલુ ઉપાય જણાવી રહ્યા છે આ ઉપાયથી કાનમાં દુખાવો દૂર થઇ શકે છે. ચાલો તમને જણાવી દઈએ ખાસ માહિતી.
સરસવ તેલ : કાનના દુખાવામાં સરસવનું તેલ ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે પણ કાનના દુખાવાથી પરેશાન છો તો સરસવ તેલનો આ નુસખો જરૂર અપનાવજો. તેની માટે સરસવ તેલને નવશેકું ગરમ કરી લો અને તેના બે ટીપાં કાનમાં નાખી દો અને આડા પડી જાવ. આમ કરવાથી તમારા કાનનો દુખાવો દૂર થઇ જશે.
ડુંગળી : ઘણીવાર સંક્ર્મણને લીધે પણ કાનમાં દુખાવો થતો હોય છે. જો કાનમાં દુખાવો વધારે છે તો ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. તેની માટે ડુંગળીનો રસ કાઢીને એક કે બે ટીપા કાનમાં નાખો. આ ઉપાય કરવાથી તમારા કાનના દુખાવામાં રાહત થઇ જશે.
લસણ : કાનના દુખાવા માટે લસણનો ઉપયોગ ખૂબ જ જૂની રેસિપી છે. તમે બાળપણમાં નાની અને દાદીને પણ આ રીતનો ઉપયોગ કરતા જોયા હશે. કાનમાં દુખાવો થતો હોય તો સરસવના તેલમાં લસણને શેકો અને કાનમાં બે ટીપાં નાખો.
એપલ સાઇડર વિનેગર : કાનના દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે એપલ સાઇડર વિનેગર એટલે કે સફરજન સાઇડર વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે એપલ સાઇડર વિનેગરને સહેજ ગરમ કરો. હવે કાનમાં એક-બે ટીપાં નાખો અને પલંગ પર સૂઈ જાઓ. આમ કરવાથી તમને કાનના દુખાવામાં જલ્દી રાહત મળશે.