સફેદ વાળની સમસ્યાથી પરેશાન છો? આ 5 ઉપાય તમારા વાળને કરશે કાળા અને સાથે મજબૂત પણ થશે.
1. તલના તેલથી તમારા વાળના મૂળમાં તમે માલિશ કરી શકો છો. આ ખૂબ ફાયદાકારક હોય છે. ઘણીવાર સફેદ વાળ માથામાં થવા એ પોષણની કમી અને બ્લડ સર્ક્યુલેશનની કમીના સંકેતને લીધે હોઇ શકે છે.
એવામાં સૌથી જરૂરી હોય છે કે તમે વાળના મૂળમાં પોષણ પહોંચડો અને સાથે બ્લડ સર્ક્યુલેશનને બરાબર કરવાનું કામ કરે છે તલનું તેલ આ બંને કામ કરી શકે છે. તેના એંટીઓક્સિડેન્ટ અને વિટામિન ઈ વાળને ખૂબ જડપટિ કાળા કરવામાં મદદ કરે છે અને તેને અંદરથી કાળા બનાવે છે. એટલે જો તમારા વાળ સફેદ થઈ રહ્યા છે તો તમારા વાળને કાળા કરવા માંતે તલના તેલનો ઉપયોગ કરો.
2. મેંદીમાં તલનું તેલ મિક્સ કરીને લગાવવું એ વાળને કાળા કરવાની એક સરળ રીત છે. ઘણા લોકો મહેંદીનો ઉપયોગ કુદરતી રંગ તરીકે કરે છે. તેને લગાવવાથી વાળ ભૂરા કે લાલ થઈ જાય છે. પરંતુ જો તમે તમારા વાળને કુદરતી રીતે કાળા કરવા માંગતા હોવ તો તમારે તલના તેલમાં મહેંદી પલાળી રાખો અને પછી તેને વાળમાં લગાવો. આ ઘણી રીતે ફાયદાકારક છે.
જેમ કે પ્રથમ તે વાળને કાળા કરે છે, બીજું તે વાળમાં અંદરથી ભેજ લાવે છે અને ત્રીજું તે માથાની ચામડીને લગતી સમસ્યાઓ જેમ કે સ્કેલ્પ ઇન્ફેક્શનને દૂર કરે છે. આ રીતે તે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.
3. તલનું તેલ અને એલોવેરાથી તમે એક ખાસ હેર પેક બનાવી શકો છો અને તેને તમારા વાળ માંતે વાપરી શકો છો. તે તમારા વાળને અંદરથી હેલ્થી બનાવે છે અને તે વાળને સોફ્ટ બનાવવા માટેનું કામ પણ કરે છે આ સાથે તમારા વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે.
આ ખાસ પેક બનાવવા માંતે એલોવેરામાંથી જેલ કાઢી લો અને એક વાટકીમાં 2 ચમચી તલના તેલ સાથે મિક્સ કરો. હવે તેને બધા વાળ પર લગાવો. એક કલાક માંતે રહેવા દો અને પછી ધોઈ કાઢો.
4. દરરોજ સ્નાન કરતા પહેલા તલનું તેલ લગાવવાની પણ એક જૂની પરંપરા રહી છે. વાસ્તવમાં, આયુર્વેદ અનુસાર, તલના તેલમાં શાંત ગુણ હોય છે અને તેને સ્નાન કરતા પહેલા વાળમાં લગાવવાથી તે તણાવ ઓછો કરે છે અને આપણા વાળના મૂળને અંદરથી મજબૂત બનાવે છે.
આ સિવાય બ્લડ સર્ક્યુલેશન બરાબર થાય છે, જેના કારણે વાળ સફેદ થતા નથી. આ ઉપરાંત, તલના તેલમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ્સ, ઝિંક અને વિટામિન બી વાળને બાહ્ય નુકસાનથી બચાવે છે અને આ જ કારણ છે કે જે નાની ઉંમરમાં વાળને સફેદ થતા અટકાવે છે.
5. તલના તેલમાં મીઠા લીમડાના પત્તા ઉમેરી વાળમાં લગાવવાથી વાળ સ્વસ્થ બને છે. તલના તેલના એમિનો એસિડ વાળને ઊંડું પોષણ આપે છે અને તેને આંતરિક નુકસાનથી બચાવે છે. આ ઉપરાંત તે તેના મોઇશ્ચરાઇઝિંગ ગુણોને કારણે શુષ્ક વાળ માટે એક અદ્ભુત ઉપાય તરીકે કામ કરે છે.
તે વાળમાં ભેજને બંધ કરે છે જેથી ગરમી અને પ્રદૂષણને કારણે થતા નુકસાનને અટકાવે છે. આ સિવાય મીઠા લીમડાના પાંદડા વાળને સ્વસ્થ અને કાળા રાખવા માટે પણ જાણીતા છે. તેથી તલના તેલમાં મીઠા લીમડાના પાનને ઉકાળો અને આ તેલનો ઉપયોગ વાળ માટે જ કરો.