40ની ઉમર પછી વજન કંટ્રોલ કરવા માટેના સરળ ઉપાય, આ 5 વાતો રાખો યાદ.
વધતી ઉમર સાથે સવાલ એ થાય કે વજનને કંટ્રોલમાં કેવીરીતે કરશો? આપણે બધા જાણીએ જ છીએ કે શરીરને સ્વસ્થ બનાવી રાખવા માટે નિયમિત સાચી ડાયટ અને કસરત કરવી જરૂરી છે, પણ પોતાના મેટાબોલિઝમ બુસ્ટ કરવું પણ ખૂબ જરૂરી હોય છે. આ લેખમાં આજ અમે તમને વધતી ઉમર સાથે વજનને કંટ્રોલમાં કરવા માટેની 5 ટિપ્સ શેર કરી રહ્યા છે.
1. એવું ફૂડ લો જ તમારા મેટાબોલિઝમને ફાસ્ટ કરે : ધીમા મેટાબોલિઝમને બુસ્ટ કરવા માટે ગ્રીન ટી એ બહુ ફાયદાકારક સાબિત થાય છે. રિસર્ચમાં જોવા મળ્યું છે કે દિવસમાં 4 કપ ગ્રીન ટી પીવાથી વજન અને સીસટોલિક બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે. ગ્રીન ટીમાં માં રહેલ પોષકતત્વોએ ઑક્સીકરણ વધારવામાં મદદ મળે છે. આ સિવાય માછલી અને મરીયાએ તમારા શરીરની ચરબી ઘટાડવા માટે ખૂબ મદદરૂપ થશે.
માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જેનાથી ભૂખ ઓછી લાગે છે. આ સાથે તે શરીરમાં રહેલ વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. જ્યારે શિમલા મિર્ચ, હૈબનેરોસ અને જલએપીનો જેવી ગરમ મરચામાં મળતું કૈપસાઇસીન શરીરમાં વધારે ગરમી પેદા કરે છે અને તેના લીધે વધારે કેલેરી બાળવામાં મદદ મળે છે.
2. પર્યાપ્ત પાણી પીવો : આપણામાંથી મોટાભાગના લોકો નથી જાણતા કે પાણી તમારા ચયાપચયને વધારવામાં મદદ કરી શકે છે. તેમજ જમવાના થોડા સમય પહેલા પાણી પીવાથી તમને ભૂખ પણ ઓછી લાગે છે અને તમે ઓછું ખાઓ છો. સંશોધનમાં જાણવા મળ્યું છે કે એક કલાક માટે અડધો લિટર પાણી પીવાથી તમારું મેટાબોલિઝમ 25% વધી શકે છે. જેના કારણે તે ઝડપથી કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.
3. પોતાના રૂટિનને છોડશો નહીં : જ્યારે તમે પૂરતી ઊંઘ નથી લેતા તો તેના લીધે પણ તમારું વજન વધી શકે છે. સાથે જ વધારે ખાવાથી પણ તમારું વજન વધી શકે છે. જો તમે સારી ઊંઘ નથી લઈ રહ્યા તો શરીર એ સમય સાથે જાગશે અને વધારે ભૂખ લાગશે આમ કરવાથી વધારે ઉર્જાની જરૂર પડે છે. આમ કરવાથી તમે વધારે ભોજન લેવા લાગો છો અને તમારું વજન વધે છે.
તો આવા સમયે ધ્યાન રાખો કે તમે સવારનો નાસ્તો ક્યારેય લેવાનો ભુલશો નહીં. સવારનો નાસ્તો એ દિવસનું સૌથી મહત્વનો ભાગ છે. આમ કરવાથી તમારું મેટાબોલિઝમ સક્રિય થાય છે. સાથે ધ્યાન રાખો કે નાસ્તામાં વિટામિન અને ફાઈબરથી ભરપૂર ફૂડ લેવાનું રાખો. તમે ડ્રાયફ્રુટ, ફ્રૂટ આ સાથે ઓટ્સ અને ઈંડાની ઓમલેટ પણ લઈ શકો છો.
4. એક્ટિવ રહો : બેઠાડુ જીવનશૈલી જીવનશૈલી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. તેની સાથે તમારા શરીરનું વજન પણ આના કારણે વધી શકે છે. લાંબા સમય સુધી બેસવું કે સૂવું, કસરત ન કરવી તમારા સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે. તમારી દિનચર્યામાં દરરોજ ચાલવાને સામેલ કરો. ઉપરાંત, તમારા શરીરને સારી સ્થિતિમાં રાખવા, સ્વસ્થ રહેવા અને શરીરમાં ચરબી જમા થવાનું જોખમ ઘટાડવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછી 3 વખત કસરત કરો.
5. ડૉક્ટર સાથે વાત કરો : મધ્યમ વયમાં વજનમાં વધારો થાઇરોઇડ અથવા એડ્રેનલ ગ્રંથિની વિકૃતિઓ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓની નિશાની હોઈ શકે છે. ખાસ કરીને, થાઇરોઇડ ગ્રંથિ ચયાપચયને ધીમું કરી શકે છે, જે વજનમાં વધારો તરફ દોરી જાય છે. જો તમે સ્વસ્થ રહેવા માંગતા હોવ અને તમારું ચયાપચય યોગ્ય રીતે કાર્ય કરવા માંગતા હો, તો વર્ષમાં એકવાર ચોક્કસપણે તમારા એન્ડોક્રિનોલોજિસ્ટ અથવા ફેમિલી ડૉક્ટરની મુલાકાત લો અને તમારી અંતઃસ્ત્રાવી પ્રણાલીની તપાસ કરાવો.