શું તમે જાણો છો કે એક લીટર પેટ્રોલમાં હેલિકોપ્ટર કેટલી એવરેજ આપે છે? તમે જાણીને ચોંકી જશો.
તમે ઘણા બધા હેલિકોપ્ટર વિષે જાણ્યું હશે. ઘણા અલગ અલગ હેલિકોપ્ટર જોયા પણ હશે જ. પણ આજ સુધી તમે ક્યારેય વિચાર્યું છે કે હેલિકોપ્ટર એવરેજ કેટલી આપે છે? આ હેલિકોપ્ટરની કિમત કેટલી હોય છે. તમારામાંથી ઘણા લોકો હશે જેમણે હેલિકોપ્ટરમાં સફર કરી પણ હશે તે છતાં તે લોકોને પણ આ વિચાર આવ્યો હશે નહીં કે તેની કિમત કેટલી છે અને તે એવરેજ કેટલી આપે છે.
આજે અમે તમને જણાવીશું હેલિકોપ્ટર સાથે જોડાયેલ રસપ્રદ માહિતી. તમને પહેલા જણાવી દઈએ કે એક પ્લેન એ ઉડવા માટે જેટ એન્જિનનો સહારો લે છે પણ એક હેલિકોપ્ટર એ ઉડવા માટે પાંખિયાની જે પ્લેટ્સ હોય છે એનો સહારો લે છે.
આજે અમે તમને રૉબિન્સન હેલિકોપ્ટર વિષે જણાવી રહ્યા છે. આ કંપનીના હેલિકોપ્ટર વિષે કંપનીનો એવો દાવો છે કે તેમનું હેલિકોપ્ટર એ 180 કિલોમીટરની સ્પીડે ઉદ શકે છે અને વધુમાં વધુ સ્પીડ 240 કિલોમીટર પ્રતિ કલાકની છે.
હેલિકોપ્ટરમાં ઈંધણ માટે બે ટાંકી આપેલ છે. જેમ એક મુખ્ય હોય છે તેની કેપીસીટી 20 લિટર છે તો બીજી ટાંકીની કેપીસીટી 70 લિટરની છે. હવે વાત કરીએ હેલિકોપ્ટરના વજનની તો તેનું વજન 657 કિલોગ્રામ હોય છે.
આ હેલિકોપ્ટર એ વ્યક્તિઓની સાથે સાથે બીજો સમાન પણ સરળ રીતે લઈ જઈ શકે છે. હવે વાત કરીએ તેની એવરેજની તો આ હેલિકોપ્ટર આપણે 180 સ્પીડે પ્રતિ કલાક ઉડાવી તો 1 કિલોમીટર કાપવા માટે આ હેલિકોપ્ટર ઓછામાં ઓછું 300 ml પેટ્રોલ ખાય છે એટલે કે એક લિટર પેટ્રોલમાં આ હેલિકોપ્ટર એ 3 થી 4 કિલોમીટર ઊડી શકે છે.
હવે વાત કરીએ તેની કિમત વિષે તો હેલિકોપ્ટર આમ તો બહુ મોંઘા હોય છે પણ એક સામાન્ય હેલિકોપ્ટર વિષે વાત કરીએ તો તમને જણાવી દઈએ કે હેલિકોપ્ટર લેતા પહેલા તમારે તેની માટે લાયસન્સ બનાવડાવવું પડશે એ પછી જરૂરી કાગળ કાર્યવાહી કરીને તમે હેલિકોપ્ટર લઈ શકો છો.
આની માટે તમારે ઓછામાં ઓછા બે કરોડ રૂપિયા ખર્ચ કરવા પડશે. તમને જણાવી દઈએ કે આ કિમત ફક્ત એક નાનકડા અને નોર્મલ હેલિકોપ્ટરની છે.