બહુ કામનું છે આ જનરલ નોલેજ, આવી રીતે પડ્યા હતા વર્ષના 12 મહિનાના નામ

શું તમને ખબર છે કે અંગ્રેજી મહિનાઓનું નામ કેવી રીતે પડ્યું. એટલે કે તેનું નામકરણ કેવી રીતે થયું. નાના બાળકો પણ પટપટ તમામ 12 મહિનાના નામ જાણતા હશે. પણ બહુ જ ઓછા લોકો મહિનાઓના નામકરણ વિશે જાણતા હશે. બહુ જ ઓછા લોકો જાણતા હશે કે, આ મહિનાઓના નામકરણ પાછળ કહી હકીકત છુપાયેલી છે, અને તેનો શું મતલબ થાય છે. દરેક મહિનો કોઈને કોઈ મેસેજ આપે છે.

જાન્યુઆરી
જાન્યુઆરી મહિનાનું નામ રોમન દેવતા જેનસના નામ પરથી રાખવામા આવ્યું છે. માન્યતા છે કે, જેનસ દેવતાના બે ચહેરા છે, એક આગળની તરફ અને બીજો પાછળની તરફ. આ પ્રકારે જાન્યુઆરી મહિનાના પણ બે ચહેરા છે. એક તો ગત વર્ષ તરફ જુએ છે, અને બીજો આવતા વર્ષને જુએ છે. જેનસને લેટિન ભાષામાં જૈનઅરિસ કહેવાય છે. જેનસની બાદ જેનુઆરી બન્યું, અને બાદમાં જાન્યુઆરી બન્યું.

ફેબ્રુઆરી
આ મહિનાનો સંબંધ લેટિનના ફેબરા સાથે છે. જેનો મતલબ થાય છે શુદ્ગિની દાવત. પહેલા લોકો આ મહિનાની 15 તારીખે આ દાવત આપતા હતા. કેટલાક લોકોનું માનવું છે કે, ફેબ્રુઆરીનો સંબંધ રોરમની દેવી ફેબરુએરિયાથી છે. જે સંતાન આપવાની દેવી છે. તેથી આ મહિનામાં સ્ત્રીઓ સંતાન માટે દેવીની પૂજા કરે છે.

માર્ચ
આ નામ રોમન દેવતા માર્સના નામ પરથી પડ્યું છે. રોમન કેલેન્ડરની શરૂઆત આ મહિનાથી થાય છે. ઠંડીના પૂરા થયા બાદ લોકો પોતાના દુશ્મનો પર હુમલો કરે છે, તેથી આ મહિનાને માર્ચના નામથી બોલાવવા લાગ્યા હતા.

એપ્રિલ
આ મહિનાનું નામકરણ લેટિન શબ્દ એસ્પેરાયરથી થયું. જેનો મતલબ ખોલવું એવો થાય છે. રોમમાં આ મહિને જ કળીઓમાંથી ફુલ ખીલવાની શરૂઆત થાય છે. એટલે કે વસંતનું આગમન થાય છે. તેથી શરૂઆતમાં તેને એપ્રિલિસ કહેવાતો હતો. વૈજ્ઞાનિકોએ પૃથ્વીની સાચી ભ્રમણની જાણકારી દુનિયા સામે રજૂ કરી, તો વર્ષમાં 2 મહિના વધુ જોડી દીધા અને ફરીથી એપ્રીલિસને બતાવવામાં આવ્યો.

મે
મે મહિનાનુ નામ રોમન દેવતા મરકરીની માતા મઈયાના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેને મતલબ છે પૂર્વજો રઈસ છે. એમ પણ કહેવાય છે કે, મે શબ્દની ઉત્તપત્તિ લેટિનના મેજોરેસથી થઈ છે.

જૂન
આ મહિનામાં લોકો વિવાહ કરીને ઘર વસાવે છે. તેથી પરિવાર માટે ઉપયોગમાં લેવાતા જેન્સ શબ્દ પરથી તેનું નામ જૂન પડ્યું. એક માન્યતા અનુસાર, જે ધર્મમાં ઈન્દ્રને દેવતાઓનો રાજા માનવામાં આવે છે, તેમ રોમમાં સૌથી મોટો દેવતા જીયસ છે. જીયસની પત્નીનું નામ જૂની હતુ. આ દેવીના નામથી જ જૂન મહિનાનું નામકરણ થયું હોવાનુ માનવામાં આવે છે.

જુલાઈ
રાજા જુલિયસ સીઝરનો જન્મ અને મરણ બંને જુલાઈ મહિનામાં થયો હતો. તેથી તેમનુ નામ જુલિયસ પરથી જુલાઈ થયું.

ઓગસ્ટ
રાજા જુલિયસ સીઝરના ભત્રીજો આગસ્ટસ સીઝરે પોતાના નામને દુનિયામાં અમર બનાવવા માટે સેક્સટિલીસ મહિનાનું નામ બદલીને અગસ્ટસ કર્યું હતું. જે બાદમાં આગળ જઈને માત્ર ઓગસ્ટ રહી ગયું.

સપ્ટેમ્બર
રોમમાં સપ્ટેમ્બરને સૈપ્ટેમ્બર કહેવાય છે. સૈપ્ટેમ્બરમાં સૈપ્ટે લેટિન શબ્દ છે, જેનું મતલબ થાય છે સાત અને બરનો મતલબ છે વા. એટલે સાતમો. પરંતુ બાદમાં આ મહિનો નવમો બની ગયો.

ઓક્ટોબર
આ લેટિન શબ્દ ઓક્ટ એટલે કે આઠ પરથી આધારિત છે. જેનો મતલબ થાય છે આઠમો. પરંતુ બાદમાં જ્યારે 2 મહિના જોડી દેવામાં આવ્યા ત્યારે તે દસમો મહિનો બની ગયો, પંરતુ નામ તો ઓક્ટોબર જ રહી ગયું.

નવેમ્બર
નવેમ્બરને લેટિન ભાષામાં નોવેમ્બર એટલે નવમો મહિનો કહેવાયો હતો. પરંતુ બાદમાં તે અગિયારમો મહિનો બની ગયો.

ડિસેમ્બર
આ શબ્દ લેટિન શબ્દ ડેમેસથી પડ્યો છે. તેને ડેસેમ્બર કહેવાતું હતું. જેનો મતલબ 10મો એમ થતો હતો. પંરતુ બાદમાં તે 12મો મહિનો બની ગયો. પંરતુ તેના નામમાં કોઈ પરિવર્તન ન આવ્યું.

error: Content is protected !!