હ્રદયની બીમારીઓ – જો તમારામાં દેખાય આ લક્ષણ તો આજે જ ડૉક્ટર પાસે જાવ.

હાર્ટ એ આપણાં શરીરનું એક ખાસ અને મહત્વનું અંગ છે. હ્રદય જ્યારે સ્વસ્થ રહે છે તો આપણે લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકીએ છીએ. પણ હ્રદય સાથે જોડાયેલ થોડી પણ જો ગડબડી થાય તો આપણાં શરીરના સ્વાસ્થ્યને તે અસર કરે છે. જ્યારે હ્રદય અસ્વસ્થ હોય છે ત્યારે અમુક ખાસ લક્ષણ દેખાતા હોય છે જે સામાન્ય નથી હોતા. આ દરમિયાન વ્યક્તિની છાતીમાં દુખાવો, થાક લાગવો અને પરસેવો આવવો જેવા ઘણા લક્ષણ દેખાતા હોય છે. આજે અમે તમને આવા જ અમુક લક્ષણ વિષે જણાવીશું.

1. ગભરામણ થવી : છાતીમાં દુખાવો થવો અને બેચેની થવી એ એક સામાન્ય લક્ષણ છે. છાતીમાં દુખાવો, અકળામણ અને દબાણનો અનુભવ થવો એ હ્રદયના દુખાવાના લક્ષણ હોઇ શકે છે. પણ આ વાતનું પણ ધ્યાન રાખો કે છાતીમાં દુખાવો થવા વગર પણ હ્રદય રોગનો હુમલો આવી શકે છે.

2. થાક, અપચો અને પેટમાં દુખાવો : દિલની બીમારી થવા પર તમને થાકનો અનુભવ થઈ શકે છે. આ દરમિયાન વ્યક્તિમાં અપચાની અને પેટમાં દુખાવો થવાની પણ સમસ્યા થઈ શકે છે. એટલું જ નહીં વ્યક્તિને ઊલટી પણ થઈ શકે છે. આમ તો તેને હ્રદય સાથે કોઈપણ સંબંધ નથી પણ હાર્ટ એટેક દરમિયાન આવું થઈ શકે છે. એટલે આ લક્ષણને અવગણવા જોઈએ નહીં.

3. ડાબી તરફ દુખાવો : શરીરમાં ડાબી બાજુ દુખાવો થવો એ હ્રદય અસ્વસ્થ હોવાનું લક્ષણ હોઇ શકે છે. આ પરિસ્થિતિમાં દુખાવો છાતીથી શરૂ થાય છે અને તે નીચેની તરફ આગળ વધતો જાય છે. ઘણા લોકોને આ દુખાવો ડાબા હાથ તરફ પણ વધતો હોય છે. આવું થવું એ પણ હ્રદય અસ્વસ્થ હોવાની નિશાની છે.

4. ચક્કર આવવા : આમ તો ડિહાઈડ્રેશનને કારણે પણ ચક્કર આવતા હોય છે આ પણ અસ્વસ્થ હ્રદયનું લક્ષણ હોઇ શકે છે. જો તમને પણ અચાનક ચક્કર આવે છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો તરત ડૉક્ટર પાસે જાવ. કેમકે તમને લો બ્લડ પ્રેશરની સમસ્યા હોઇ શકે છે. આ પરિસ્થિતિમાં આપણું હ્રદય એ રીતે પંપ કરવા સક્ષમ નથી હોતું, જે રીતે તેણે કામ કરવું જોઈએ એવું કામ નથી કરી શકતું.

5. ગળામાં અને જડબામાં દુખાવો : આમ તો ગળામાં અને જડબામાં દુખાવાને હ્રદય સાથે કોઈ સંબંધ નથી. આ શરદી અથવા સાઇનસની લીધે હોઇ શકે છે. પણ ઘણીવાર છાતીમાં દુખાવો કે દબાણને કારણે પણ આ દુખાવો ગળા અને જડબા સુધી જઈ શકે છે. આ પણ હાર્ટ એટેકનો સંકેત હોઇ શકે છે.

6. બહુ જલ્દી થાકી જવું : જો તમે સીડી ચઢવામાં, વધારે ચાલવા કે ફરવા પર કે થોડું કામ કરવા પછી પણ થાકી જાવ છો તો તમારે ડૉક્ટરને મળવું જોઈએ. વધારે થાક એ પણ હ્રદય નબળું હોવાનું લક્ષણ છે. મહિલાઓમાં ખાસ આ લક્ષણ જોવા મળે છે.

7. પરસેવો આવવો : કોઈપણ કામ કર્યા વગર, વર્કઆઉટ કર્યા વગર વધારે પરસેવો આવવો એ પણ દિલની બીમારી થવાનું સંકેત છે. જ્યારે હ્રદય લોહી સારી રીતે પંપ કરવામાં અસમર્થ હોય છે તો પરસેવો આવવા લાગે છે. આ લક્ષણ દેખાય તો ડૉક્ટર સાથે મળો.

8. સોજા આવવા : જો તમારા પગમાં સોજો છે તો આ તમારા હ્રદયને અસ્વસ્થ હોવાનું લક્ષણ છે. આ એ વાતનો સંકેત છે કે તમારું હ્રદય લોહીને સારી રીતે પંપ કરી શકતું નથી. જ્યારે હ્રદય લોહીને પંપ નથી કરી શકતું તો રક્ત નસમાં પાછું આવે છે અને સોજો આવવા માટેનું કારણ બને છે. એટલે પગમાં આવતા સોજાને ઇગ્નોર કરશો નહીં.

error: Content is protected !!