બાળકોની મોબાઈલની આદત છોડાવવા માટે ખૂબ કામની છે આ ટિપ્સ, ચાર નંબરની ટીપ હમેશાં કરે છે કામ.
આજના સમયમાં બાળકોને મોબાઈલ ખૂબ પસંદ હોય છે. એવું નથી કે બાળકો ને જ ફોનની આદત પડી ગઈ હોય પણ મોટા વડીલો બધાને જ ફોનની આદત થઈ ગઈ છે. પણ જ્યારે બાળકો હમેશાં ફોન લઈને જ બેઠેલા દેખાય એ સારી વાત નથી. બાળકોની આ આદત તેમના ભવિષ્ય પર ખૂબ અસર પાડી શકે છે.
બાળકની આ આદતથી તમે પણ જો હેરાન છો તો આજે અમે તમને અમુક એવી ટિપ્સ આપીશું જેનાથી તમે બાળકોના ફોનને રમવાની આદત છોડાવી શકશો. તો ચાલો તમને ફટાફટ જણાવી દઈએ આ ખાસ ટિપ્સ.
1. આઉટડોર ગેમ્સ : મોબાઈલની આદતને લીધે હમણાંના બાળકોને ઘરની બહાર પણ અમુક ગેમ્સ રમાતી હોય છે એ ભૂલી ગયા છે. એવામાં તમે બાળકને ઘરની બહાર રમાતી ગેમ વિષે જણાવી શકો છો. આવી ઘણી એક્ટિવિટી અને રમત હોય છે જેમાં તમે તમારા બાળકને શામેલ કરી શકો છો. તમે તેમને બહાર રમવા, સાયકલ ચલાવવા, ગાર્ડનિંગ, વગેરે જેવી રમત અને કાર્ય માટે પ્રેરણા આપી શકો છો. તેનાથી બાળક મોબાઈલ છોડશે અને બહાર રમવામાં સમય પસાર કરી શકશે.
2. નાની ઉમરમાં બાળકોને ફોન આપશો જ નહીં : ઘણી વખત માતા-પિતા બાળકોના આગ્રહથી અથવા તેમને તેમની વાત સમજાવવા માટે મોબાઈલ ફોન આપી દે છે. એવું ન કરો. નાની ઉંમરે બાળકોને મોબાઈલ આપીને તમે જ તેમને આ આદતનો શિકાર બનાવો છો.
3. વાઇફાઈ બંધ રાખી દો : તમારા ઘરમાં જો વાઇફાઈ છે તો તેને તમારે કામ ના હોય ત્યારે બંધ કરી દો. બાળકો ઈન્ટરનેટ પર વિડીયો જોવાને લીધે જ મોબાઈલની આદત પડી જતી હોય છે. એવામાં જો તમારા બાળકો પાસે ઈન્ટરનેટનો કોઈ સોર્સ નહીં હોય તો તેઓ મોબાઈલ વાપરશે નહીં.
4. ક્વોલિટી ટાઈમ : આજકાલના માતા પિતા ખૂબ વ્યસ્ત હોય છે એવામાં તેઓ બાળકોને ફોન આપી દેતા હોય છે એવામાં બાળકો ઈચ્છવા છતાં પણ માતા પિતા સાથે સમય પસાર કરી શકતા નથી. તો તમારા બાળકોની ફોનની આદત તમે છોડાવવા માંગો છો તો તેમની સાથે સમય પસાર કરો.