મહિલાઓને થતી હાર્ટની તકલીફ બચવા માટે અપનાવો આ ખાસ નિયમો.
સામાન્ય રીતે મહિલાઓમાં પણ પુરુષની જેમ હાર્ટની તકલીફને લઈને ખૂબ સંવેદનશીલ હોય છે, મોનોપોઝના સમય પછી ડાયાબિટીઝ બ્લડ પ્રેશર અને વધારે વજન ધરાવતી મહિલાઓને હાર્ટની તકલીફ થવાની સંભાવના વધી જતી હોય છે. આજે અમે તમને જણાવશું કે મહિલાઓએ શું સાવચેતી રાખવી જોઈએ જેનાથી તેઓ આ સમસ્યાથી બચી શકે છે.
તમને જણાવી દઈએ કે દર અઠવાડિયે 150 મિનિટ એરોબિક કસરત અને 75 મિનિર સુધી એરોબિક કરવાની સલાહ આપવામાં આવે છે. આમ જોવા આજી તો સતત 5 દિવસ સુધી દરરોજ 45 મિનિટ એરોબિક કસરત કરવી જોઈએ. તેમ બ્રિસ્ક વોકિંગ, રનિંગ, જોગિગ, સ્વિમિંગ, ડાન્સિંગ કશું પણ કરી શકો છો.
મહિલાઓએ હેલ્થી ડાયટ લેવી ખૂબ જરૂરી છે. આ ડાયટમાં નિયમિત ઓછી ફેટ વાળું ભોજન, ઓછા નમક (મીઠું)વાળું ભોજન લેવું સાથે જે ભોજનમાં ભરપૂર ફાયબર મળતું હોય એવા ફળ અને શાકભાજી ખાવા જોઈએ. શુગર વાળી વસ્તુઓ, પ્રોસેસ્ડ ફૂડ અને લાલ માંસ ખાવાથી બચવું જોઈએ.
જો તમે હાર્ટ સંબંધિત તકલીફથી પીડાઈ રહ્યા છો અથવા તો તમને ડાયાબિટીઝ, હાઇ બ્લડ પ્રેસર કે હાઇ કોલેસ્ટ્રોલ છે તો તમને ડોક્ટરે અમુક દવાઓ આપી હશે. તમારી દવાઓ તમે જાતે ઓળખી અને લેવાનું રાખો. દવા તમારે ડૉક્ટરના જણાવ્યા અનુસાર જણાવ્યા સમયે લેવાનું રાખવું. કેમ કે આમાંથી અમુક દવાઓ હાર્ટ એટેકનું જોખમ ઓછું કરવાનું કામ કરતી હોય છે.
તણાવ એક મહત્વપૂર્ણ જોખમ કારક છે તેને માપી શકાતું નથી. તણાવ આપણાં જીવનમાં લગભગ હોય છે અને ખાસ કરીને એમહિલાઓ કે જેમને ઘરના કામ સાથે સાથે બીજા ઘણા કામ અને લોકો સાથે બધુ મેનેજ કરવું પડતું હોય છે. તણાવને દૂર કરવા માટે યોગ અને મેડિટેશન બહુ ઉપયોગી સાબિત થાય છે.
વજન વધારે હોવું એ મુખ્ય કારણ હોઇ શકે છે. કોઈપણ મહિલા કે જેનું મોડી માસ ઇંડેક્સ 25થી વધારે હોય અથવા તો જે મહિલાની કમરની સાઇઝ 35 ઇંચથી વધારે હોય તેમને હાર્ટની બીમારીનું જોખમ વધી સહકે છે. નિયમિત કસરત અને ડાયટ કંટ્રોલ કરવાથી તમે શરીરનું વ્યાજ ઓછું કરી શકો છો. આમ કરવાથી તમારું વજન નિયંત્રણમાં પણ રહેશે.
આ બધાની સાથે સાથે ખૂબ જરૂરી છે પૂરતી ઊંઘ. જો ઊંઘના કલાકો બદલાઈ જાય છે અથવા તો ઓછી ઊંઘ થઈ જાય છે તો બ્લડ પ્રેશરની તકલીફ વધી શકે છે અને તેનાથી હાર્ટ પર અસર થાય છે. બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે 8 કલાક જેટલી ઊંઘ લો.