દોઢ વર્ષ સુધી ઘરમાં રહ્યા આ ગંભીર બીમારીનો ભોગ બની ગયા હતા તેઓ, એક ઇંટરવ્યૂમાં થયો ખુલાસો.
બૉલીવુડ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં હની સિંહ એક એવું નામ છે જેને આજે કોઈપણ ઓળખાણની જરૂરત નથી. હાનિ સિંહ જ એક એવો વ્યક્તિ છે જેણે બૉલીવુડને રૈપ સોંગથી ઓળખાણ કરાવી હતી. તમે એવું પણ કહી શકો કે હની સિંહ એ જ ઇન્ડસ્ટ્રીમાં રેપ રોગની શરૂઆત કરી હતી. આજે હની સિંહની એક ઝલક મેળવવા માટે લાખો લોકો બેચેન હોય છે.
હની સિંહ 39 વર્ષ ના થઈ ગયા છે. તેમનું સાચું નામ હિરદેશ સિંહ છે અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી હની સિંહ નામથી તેઓ ઓળખાય છે. છે. ઘણા લોકો તેમને યો યો હની સિંહના નામથી ઓળખે છે. પણ તમને ખબર નહીં હોય કે હની સિંહએ એક્ટિંગમાં પણ હાથ અજમાવ્યો હતો.
પંજાબ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેઓ ખૂબ સારા અભિનેટપણ મનાય છે. હની સિંહના પહેલા ગીત વિષે તો તમે જાણતા જ હશો. તેમનું પહેલું ગીત શકલ પર મત જાના રીલીઝ થયું હતું. આ ગીત સાથે જ હની સિંહએ પોતાનું મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું સફર શરૂ થયું હતું અને તેમના જીવનનું આ પહેલું હિટ ગીત સાબિત થયું હતું.
હની સિંહના હિટ ગીતોમાં હાય મેરા દિલ, ચાર બોટલ વૉડકા, બ્રેકઅપ પાર્ટી, બ્લ્યુ આઈ જેવા ઘણા ગીતો શામેલ છે, હવે તમને એ તો ખબર જ હશે કે અનેક સુપર હિટ ગીરો આપ્યા પછી અચાનક જ હની સિંહ ગાયબ થઈ ગયો હતો. આ દરમિયાન ચાહકોએ તેના ગીતોને ખૂબ મિસ કર્યા હતા.
તેમના અચાનક ગાયબ થઈ જવા પર લોકોએ અનેક વાતો પણ બનાવી હતી. ઘણી અફવાઓ પણ ઊડી હતી. લોકો કહેતા હતા કે તે ડ્રગ્સના શિકાર થઈ ગયા છે, તેમને દારૂની પણ આદત લાગી ગઈ છે એટલે તે હવે ઇન્ડસ્ટ્રીમાં કામ નથી કરી રહ્યા. લગભગ દોઢ વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીથી દૂર રહ્યા પછી હની સિંહએ બધાને હેરાન કરી દીધા હતા. પરત આવીને હની સિંહએ આટલા સમય કેમ ગાયબ રહ્યો તેનું કારણ જણાવ્યું હતું.
હની સિંહએ ફરીથી ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી કહ્યું હતું કે આટલા સમય સુધી ક્યાં હતા અને તે કેમ પરત આવ્યા નહીં. એક ઇંટરવ્યૂ દરમિયાન હી સિંહએ કહ્યું હતું કે આટલા સમય સુધી તે નોએડામાં પોતાના ઘરમાં હતા. તે બાયપોલર ડીસઓર્ડરથી પીડિત થઈ ગયા હતા જેની સારવાર લગભગ 18 મહિના સુધી ચાલી હતી. પોતાની આ બીમારીથી છુટકારો મેળવવા તેમણે ઘણા ડોક્ટર્સને બતાવ્યું પણ દવાની અસર થવી બંધ થઈ ગઈ હતી અને તેમની સાથે અજીબો ગરીબ વસ્તુઓ થઈ રહી હતી.