આકરો નિર્ણય…
એકવાર જ્યાંથી ચાલ્યા જવાનો નિર્ણય લઈ લીધો હોય અને ફરીથી ત્યાં જવાનો નિર્ણય કરવો.
કે પછી
એકવાર કોઈને છોડી દેવાનો નિર્ણય લઈ લીધો હોય અને ફરીથી સામે ચાલીને તેની પાસે જવાનો નિર્ણય કરવો.
કે પછી
કોઈપણ કપરી પરિસ્થિતિમાં કોઈ સામે હાથ લાંબો ના કર્યો હોય અને પછી કોઈ પાસે મદદ માંગવાનો કરેલો નિર્ણય.
કે પછી
જીવતા જીવત મૃત જેવી મનોદશા હોવા છતાં પણ જીવવાનો કરેલો નિર્ણય.
આ બધા કરતા બીજો કોઈ આકરો કે મિશકેલ નિર્ણય હોઈ જ ના શકે.
– અશ્વિની ઠક્કર.