અમુક આયુર્વેદિક નુસખા લાવ્યા છીએ જે તમને માથાના દુખાવામાંથી રાહત આપશે.
આજકાલની ભાગદોડ ભરેલી લાઈફસ્ટાઇલને કારણે ઘણાબધા લોકો તણાવનો અનુભવ કરતા હોય છે. આવા સમયમાં માથાનો દુખાવો થવો એ એક સામાન્ય વાત બની ગઈ છે, આજે ઘણા મિત્રો એવા હશે જેમને નિયમિત માથાનો દુખાવો રહેતો હશે. પણ દરેકને થતા માથાના દુખાવા પાછળ અલગ અલગ કારણો જવાબદાર હોય છે. એમાં પણ આજે જયારે વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું છે ત્યારે સતત આપણે કોમ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલનો ઉપયોગ કરતા થયા છે. સતત સ્ક્રીનની સામે બેસવાથી પણ માથાનો દુખાવો છે.
ઘણીવાર અમુક વ્યક્તિ એ માઈગ્રેનની તકલીફથી પીડાઈ છે અને તે પણ એક મુખ્ય કારણ છે માથાના દુખાવા પાછળનું. અમુક સમયે જયારે દુખાવો સહન ના થતા આપણે ઇન્સ્ટન્ટ રાહત મળે એના માટે દવા (ટેબ્લેટ) લઈ લેતા હોઈએ છીએ પણ એ દવા ગોળીઓ લાંબા ગાળે આપણા સ્વાસ્થ્યને ઘણું નુકશાન કરે છે. આવામાં આજે અમે તમારી માટે અમુક આયુર્વેદિક નુસખા લાવ્યા છીએ જે તમને માથાના દુખાવામાંથી રાહત આપશે અને સાથે સાથે તેની કોઈ આડઅસર પણ નહિ થાય. તો ચાલો જોઈ લઈએ આયુર્વેદિક ઉપાય જેનાથી તમે સતત માથાના દુખાવામાંથી રાહત મેળવી શકશો.
બ્રાહ્મી :
આ એક ઠંડી તાસીર વાળી આયુર્વેદિક ઔષધિ છે જેનાથી તમારા તણાવઆ તમને રાહત થશે અને તણાવના કારણે તમારા માથાના દુખાવામાં રાહત રહેશે. એક્સપર્ટ અનુસાર માથાના દુખાવા દરમિયાન તમારે બ્રાહ્મી એ ઘીના અમુક ટીપા નાકમાં નાખવાના રહેશે આમ કરવાથી તમે માથાના દુખાવામાં રાહત જાતે જ અનુભવી શકશો.
ચંદન :
માથાના દુખાવા માટે ચંદન એ ઘણા વર્ષોથી આપણા વડીલો અપનાવી રહ્યા છે. તમે ઘણા લોકોને જોયા હશે જેઓ કપાળ પર ચંદનનો ચાંદલો કરતા હોય છે. જો તમે નિયમિત અડધી ચમચી ચંદન પાવડરમાં થોડું પાણી ઉમેરીને લેપ બનાવશો અને તે લેપને કપાળ પર લગાવી દો. આ લેપને કપાળ પર 20 મિનિટ સુધી રાખવાનો રહેશે પછી સુકાઈ જાય એટલે સાફ પાણીથી ધોઈ લેવું. આ ઉપાય નિયમિત 15 દિવસ સુધી કરશો તો રાહત જરૂર મળશે.
નાની ઈલાયચી :
નાની ઈલાયચી દેખાવમાં ભલે નાની હોય પણ તેના સચોટ ઉપાયથી કેન્સર જેવી બીમારીઓ પણ દૂર કરી શકાય છે. ઘણા મિત્રોને ખાવાનું ના પચવાને લીધે પણ માથાનો દુખાવો રહેતો હોય છે. દરરોજ જમ્યા પછી એક ઈલાયચી મોઢામાં મૂકી રાખવી અને ચૂસતા રહેવું. આમ કરવાથી ઈલાયચીમાં રહેલ પોષકતત્વો તમારા ભોજનને પચાવવામાં મદદ કરશે. આમ કરવાથી માથાના દુખાવામાં તો રાહત થશે જ સાથે સાથે અસ્થમા, મોઢામાંથી આવતી ખરાબ સ્મેલ જેવી અનેક તકલીફોમાં રાહત મળશે.
સિંધવ મીઠું :
જો તમે રોજિંદા ભોજનમાં નોર્મલ મીઠાનો ઉપયોગ કરો છો તો તમને જણાવી દઈએ કે રોજિંદા ભોજનમાં સિંધવ મીઠાનો ઉપયોગ કરો આમ કરવાથી તમારા માથાના દુખાવામાં પણ રાહત થશે. આ સિવાય તમે ઈચ્છો તો સવારમાં નવશેકા પાણીમાં અડધી ચમચી સિંધવ મીઠું ઉમેરીને પી લેશો તો પણ માથાના દુખાવામાં રાહત રહેશે.
ત્રિફળા ચૂર્ણ :
હરડે, આંબળા અને હીમજ એ અમુક પ્રકારના બીજ આવે છે એમાંથી બનતું ચૂરણ છે. તમને માપમાં બહુ ખ્યાલ ના આવે તો ત્રિફલા ચૂરણ તૈયાર પણ મળતો હોય છે. એનું સેવન કરવાથી તમારા આંતરડા સાફ રહેશે અને શરીરને ઠંડક મળશે. સાથે સાથે શ્વાસ અને બીજી અનેક સમસ્યાથી રાહત મળશે જેના લીધે તમને માથાના દુખાવામાં પણ રાહત રહેશે.