ગુંદાનું પારંપરિક અથાણું – સાસુમાની ખાસ રેસિપી આખું વર્ષ ભરવાલાયક અથાણું.

આજે આપણે ગુંદા નું પારંપરિક અથાણું બનાવીશું.આ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે અને ઉનાળા માં શાક ના ભાવે તો પણ આ અથાણું તમે ખાય શકો છો.તો અત્યારે સીઝન ચાલુ થઈ ગઈ છે તો ગુંદા બજાર માં મળે છે તો આપણે આ અથાણું પહેલા તો શીખી લઈશું.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • મીઠું
  • ગુંદા
  • તેલ
  • આચાર મસાલો

રીત

1- આપણે અહીંયા ૫૦૦ગ્રામ ગુંદા લઈ લીધા છે તેના ઉપર જે ડીંટા હતા તેને કાઢી ધોઈ લીધા છે હવે તેના ઠળીયા કાઢી લઈશું.ગુંદા ના ઠળીયા એકદમ ચીકણા હોય છે જેથી આપણે મીઠા ની મદદ લઈશું.

2- હવે ચપ્પુ મીઠા વારું કરી તેનો ઠળિયો કાઢી શું. જેથી ઈઝીલી નીકળી જશે. હવે તેને હાથ થી તોડી ત્યારબાદ મીઠા વારું ચપ્પુ કરી ઠળિયા ને કાઢી લઈશું.હવે આ રીતે બધા જ ગુંદા ના બીયા કાઢી લઈશું.

3- હવે બધા ગુંદા ના બીયા કાઢી લીધા છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો હવે તેમાં આપણે મસાલો ભરી લઈશું. હવે આપણે દરેક ગુંદા માં મસાલો ભરી લઈશું.ઘણા લોકો આ મસાલા માં કેરી છીણી ને નાખે છે પણ અમારા ઘરે કોઈ ને ખાટું અથાણું પસંદ નથી તો હું એડ કરતી નથી.

4- જો તમારે કેરી એડ કરવી હોય તો તમે કરી શકો છો.તમે કેરી નઈ નાખો તો પણ તેની માપ સર ની ખટાંશ આવશે. અને ગુંદા ની ચિકાસ પણ નઈ રહે અને એકદમ સરસ એક વર્ષ સ્ટોર કરવાનું આ અથાણું બને છે.

5- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા બધા જ ગુંદા ભરાઈ ગયા છે હવે તેને એક દિવસ આવી રીતે ઢાંકી ને રહેવા દઈશું પછી થી આપણે તેમાં તેલ એડ કરીશું.તેલ આપણે અત્યારે ગરમ કરી અને ઠંડુ કરી લેવાનું હવે જે મસાલો વધ્યો હતો તે પણ તેમાં એડ કરી દિધો છે.

6- હવે તેને ઢાંકીને ને છ થી સાત કલાક રહેવા દઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છે કે ગુંદા માં એકદમ સરસ મસાલો ચડી ગયો છે.હવે તેને એક બરણી માં ભરી ઉપર તેલ નાખીશું.

7- હવે તેલ ને પહેલા થોડું હલકું ગરમ કરી લેવાનું છે અને ઠંડુ થયા પછી જ તેને એડ કરવાનું છે.હવે ગુંદા માં આપણે તેલ એડ કરીશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણે તેલ એડ કર્યુ છે તે રીતે ગુંદા ની ઉપર તેલ રહે તેવું એડ કરીશું.

8- ગુંદા ની ઉપર તેલ રહે તેવું એડ કરવાનું જેથી આપણા ગુંદા સારા રહે છે તમે પણ આ રીતે ગુંદા નું અથાણું બનાવજો તો આખું વર્ષ તમે ખાય શકશો,તો ચોક્કસથી ટ્રાય કરજો.

error: Content is protected !!