પનીર ભુરજી – બહાર હોટલમાં મળે છે તેનાથી પણ બેસ્ટ.
ટી એટલે કે બબલવાળી રોટી મેં એને બનાવી આપી. આ પહેલા મેં તમને રેડ ગ્રેવી બનાવવાની સરળ રેસિપી જણાવી જ છે પણ તેમ છતાં તેની રેસિપી લિંક આ રેસિપીના અંતમાં જણાવી રહી છું સાથે સાથે બટર રોટી બનાવવાની રેસિપીપણ જણાવી રહી છું.
સામગ્રી :
- સ્ટોર કરેલી રેડ ગ્રેવી – જરૂર મુજબ (જો તમને પનીર વધુ પસંદ હોય તો ગ્રેવી ઓછી લેવી અને ગ્રેવી પસંદ હોય તો ગ્રેવી વધુ લેવી.)
- પનીર
- કસૂરી મેથી
- હળદર
- ધાણાજીરું
- લાલ મરચું
- વઘાર કરવા માટે તેલ
પનીર ભુરજી બનાવવા માટેની સરળ રેસિપી
1. તૈયાર ગ્રેવીને શાક બનાવવાની કઢાઈમાં લેવી.
2. જો તમે ગ્રેવી હમણાં જ બનાવી છે તો મિક્સરના જારમાં થોડું પાણી ઉમેરીને એ પાણી પણ આ ગ્રેવીમાં ઉમેરી શકો. હવે થોડીવાર ગેવીને ગરમ થવા દેવી જેનાથી ગ્રેવીમાં નાના બબલ થવા લાગશે
3. હવે એ ઉકળતી ગ્રેવીમાં પનીરને છીણીને ઉમેરો
4. પનીર ગ્રેવીમાં ઉમેરીને તેને બરાબર હલાવી લેવું જેથી ગ્રેવીમાં પનીર બરોબર મિક્સ થઇ જાય.
5. હવે નું સ્ટેપ બહુ અગત્યનું છે જો તમે ઈચ્છો છો કે તમારી આ સબ્જીમાં મસ્ત સુગંધ આવે તો હવે આ સ્ટેપમાં તમારે થોડી કસૂરી મેથીને હાથથી મસળીને એ શાકમાં ઉમેરવી.
6. હવે શાકની કઢાઈને બાજુ પર મુકવી ધ્યાન રાખો મેથી ઉમેરીને શાક હલાવવાનું નથી.(જો શાકમાં ઉપર બહુ તેલ પસંદ નથી તો આ ઉપર વઘાર ના કરો તો પણ ચાલશે, પણ હા આ સ્ટેપ કરશો તો શાકનો ટેસ્ટ જ અલગ આવશે.)
7. હવે શાક પર વઘાર કરીશું. વઘાર કરવા માટે એક વાઘરીયામાં થોડું તેલ ગરમ કરવા મુકો.
8. વાઘરીયાનું તેલ ગરમ થાય એટલે તેમાં હળદર, મરચું અને ધાણાજીરું ઉમેરો.
9. હવે તૈયાર થયેલ વઘારને ફટાફટ શાક પર કે જેમાં આપણે કસૂરી મેથી ઉમેરી છે તેની પર વઘાર રેડો.
10. હવે એ વઘાર ઉમેરેલ શાકને બરાબર મિક્સ કરી લો.(ગ્રેવી બનાવતા સમયે મીઠું ઉમેરવાનું હોય છે એટલે જરૂર નહિ પડે પણ ઓછું લાગે તો ઉમેરી શકો છો.)
11. હવે તમે જોશો કે શાક પર તેલ બરોબર આવી ગયું હશે. તમે બરોબર મિક્સ કરી દેશો તો પણ થોડીવારમાં તેલ ઉપર આવી જ જશે.
12. બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે જમવાના સમયના 10 મિનિટ પહેલા જ આ સબ્જી વધારો. (ગ્રેવી રેડી હશે તો 10 મિનિટ લાગશે અને જો ગ્રેવી રેડી ના હોય તો પહેલા ગ્રેવી રેડી કરી લેજો અને પછી જમવાના સમયે આ સબ્જી વઘારવી.)
રેડ ગ્રેવી બનાવવાની રેસિપી જાણવા અહીંયા ક્લિક કરો.
બટર રોટીની રેસિપી જાણવા માટે અહીંયા ક્લિક કરો.
સારું તો ચાલો ફરી મળીશું કોઈ આવી જ કોમન પણ બહુ જ ટેસ્ટી રેસિપી સાથે અને હા આ રેસિપીને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર જરૂર કરજો, તમને આ વાનગી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો.