પૈસા ફસાયેલ છે? હોળી પર કરો આ અચૂક અને અકસીર ઉપાય.
હોળી એ ઉત્સાહ અને ઉમંગનો તહેવાર હોય છે આ એક એવો દિવસ છે જ્યારે રંગથી લોકો એકબીજાને રંગે છે અને પોતાની વચ્ચે આવેલ મુશ્કેલીઓને ભૂલીને એકબીજા સાથે નવેસરથી શરૂઆત કરવાનો દિવસ છે. આ દિવસે લોકો વિધિ વિધાનથી પૂજા પાઠ કરતાં હોય છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિના જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. દરેક કામમાં સફળતા મળે છે. આજે અમે તમને અમુક એવા કામ જણાવીશું કે જે ઉપાય કરવાથી તમે જીવનમાં ઘણી સફળતા અને શાંતિ મેળવી શકશો.
નોકરી મેળવવા : હોળીની રાત્રે 12 વાગ્યાથી પહેલા એક લીંબુ લો અને તેને ચારરસ્તે જાવ ને તમારી ઉપરથી ઉતારીને તેના ચાર ફાડિયા કરીને ચારે દિશામાં ફેંકીને કશું પણ બોલ્યા વગર ઘરે પરત આવી જાવ. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ફેંક્યા પછી પાછળ ફરીને ક્યારેય જુઓ નહીં.
પાવરફૂલ વેપાર જમાવવા માટે : હોલિકા દહન સાંજે એક નારિયળ લઈને ઘરના બધા જ સદસ્યની ઉપરથી ઉતારીને તેને હોલિકા દહનમાં પધરાવી દો. પછી તમારા વેપારમાં વધારો થવા લાગશે.
આર્થિક તંગી દૂર કરવા માટે : જો ઘરમાં કોઈ કારણસર આર્થિક મુશ્કેલી ચાલી રહી છે તો હોળીના દિવસે નારાયણ અને માતા લક્ષ્મીના મંદિર જઈને પૂજા કરો. વિષ્ણુશહસ્ત્ર પાઠનું જાપ કરો. ભગવાનને તમરી બધી મુશ્કેલીઓ દૂર કરવા માટે પ્રાર્થના કરો. બની શકે તો કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિને દાન કરો.
લગન નથી થઈ રહ્યા : હોલિકા દહનના દિવસે સવારમાં એક પાનના પત્તા પર લગન મંડપની સોપારી, બિલી પત્ર, હળદરની ગાંઠ અને ધતૂરો અને આંકડાને લઈને કોઈપણ શિવ મંદિરમાં પધરાવી પછી ધૂપ-અગરબત્તી કરો. આ પછી ભગવાન મહાદેવને તમારા લગ્ન માટે પ્રાર્થના કરો. ચઢાવેલ સામગ્રીમાંથી આંકડો-ધતૂરો એ એક એક તમારી સાથે પાછા લઈને આવો અને ધ્યાન રાખો કે રસ્તામાં તમારે ક્યારેય પાછું વળીને જવોનું નથી. સાંજે હોલિકા દહનમાં આકડો અને ધતૂરો સ્વાહા કરી દો.
પૈસા ફસાયેલ છે : જો કોઈ કારણે આપેલ પૈસા પરત નથી મળી રહ્યા તો હોલિકા દહનના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર ગુલાલ છાંટો. પછી બેમુખી દીવો પ્રગટાવો. દીવો રામ થઈ જાય પછી તેને હોલિકા દહનમાં પધરાવી દો.
મુશ્કેલીઓ દૂર કરવા : જો ઘર-પરિવારમાં કોઈ પ્રકારની મુશ્કેલીઓ ચાલી રહી છે તો તેને દૂર કરવા માટે હોળીની રાત્રે ઘરના મેન ગેટ પર સરસવ તેલનો ચારમુખી દીવો પ્રગટાવો.
મનોકામના પૂરી કરવા માટે : જો ખૂબ મહેનત અને પ્રયત્ન કરવા છતાં પણ તમને તમારા કામમાં પરિણામ નથી મળી રહ્યું તો હોલિકા દહનની પૂજા દરમિયાન નારિયળ સાથે પાન અને સોપારી પણ દહનમાં પધરાવો. તેનાથી તમને સારું પરિણામ મળશે.