નાયલોન પૌઆનો કેવડો – મોઢામાં મુકતા જ ઓગળી જાય એવો સોફ્ટ અને ક્રિસ્પી કેવડો.
કેમ છો મિત્રો? દિવાળી આવવાની છે અને હવે તો લોકો એકબીજાને મળવા પણ લાગ્યા છે તો તહેવારના દિવસોમાં ઘરે કોઈ મહેમાન આવે તો તેમને ખાસ આપજો આ નાસ્તો ઈમ્પ્રેસ થઈ જશે તમારા નાસ્તાથી.. આજે તમારા માટે હું નાસ્તા ની રેસીપી લઈ ને આવી છું. જે આપણે પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો. નાના બાળકોને અને દરેક ભાવશે.ચાલો આપણે નાયલોન પૌઆ નો કેવડો બનાવવાની સામગ્રી જોઈએ.
- નાયલોન પૌઆ
- તેલ
- લીલા મરચા
- મીઠો લીમડો
- સીંગ દાણા
- હળદર
- તલ
- કાજુ અને સૂકું કોપરું
- ચણાની દાળ ના દાળિયા
- આમચૂર પાવડર
- હિંગ
- બૂરું ખાંડ
- લાલ મરચું
- મીઠું
- ઝીણી સેવ
1- નાયલોન પૌઆ બનાવવા માટે આપણે સવાર થી નાયલોન પૌઆ તાપે મૂકવા પડે.
2- આપણે અડીસો ગ્રામ નાયલોન પૌઆ લઈશું.આપણે નાયલોન પૌઆ તાપે મૂક્યા પછી તેને ચારી લેવાના.જેથી પૌઆ માં કોઈ પણ કચરો હોય તે નીકળી જાય.
3- આપણે પૌઆ ને ચાળી લીધા પછી તેને થોડા શેકી લેવાના.
4- એકદમ ધીમા તાપે અને કોઈ પણ જાડા તળિયા વારું વાસણ લઈ તેમાં એકદમ હલકા હાથે ફેરવી ને શેકી લેવાના છે.
5- કારણકે આ નાયલોન પૌઆ એકદમ મુલાયમ હોય છે. એ જલ્દી થી તૂટી જાય છે.એટલે આપણે તેને શાંતિથી શેકવા પડશે.
6- એકદમ હળવા હાથે સેકસો તો પૌઆ સેકાસે. એકદમ હલકા હલકા હાથે સેકવાના તો તે ફરસે. પહેલા તમારે ચમચાથી હલાવતાં થોડી વાર લાગશે.
7- આ નાયલોન પૌઆ શેકાય જશે એટલે ચમચો જલ્દી ફરશે.એટલે તમને ખબર પડી જશે કે આપણા નાયલોન પૌઆ શેકાય ગયા છે.
8- આપણને એવી રીતે ના ખબર પડે તો એક હાથ પર લઈ ને જોય લેવાનું અને તે તૂટી જાય તો આપણા નાયલોન પૌઆ શેકાય ગયા છે.
9-હમણાં ચોમાસુ ગયું એટલે દરેક મમરા, પૌઆ માં બધા માં હવા લાગી ગઈ હસે એટલે આપણે સેકી ને જ બનાવાના.તો એકદમ ક્રિસ્પી બની જાય છે.
10- હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું.
11- હવે આપણે તે જ કઢાઈમાં ૪ થી ૫ ચમચી તેલ મૂકીશું. તેલ ગરમ થાય પછી આપણે પૌઆ ને વધારીશું.
12- આ પૌઆ ને તળવા ના નથી હોતા.તો પણ તળેલા પૌઆ કરતા પણ વધારે ક્રિસ્પી બને છે.
13- હવે તેમાં આપણે સૂકું કોપરું અને કાજુ ના ટુકડા કરી ને. પેલા આપણે તેલ મા નાખીશું.તેને થોડું હલાવી લઈશું.થોડા બ્રાઉન કલરના થઈ જાય એટલે તેને કાઢી લઈશું. તેને બ્રાઉન થવા દેવાના જો થોડીક કચાસ રહે તો આપણો કેવડો હવાઈ જશે.
14- હવે તેમાં આપણે નાખીશું. ચણા ની દાળ જે દાળિયા ની દાળ આવે છે તે.
15- તેને આપણે થોડી કડક કરી લઈશું. જેથી તેમાં હવા હોય કે ભેજ નું પ્રમાણ હોય તો નીકળી જાય છે.
16- ચણાની દાળમાં નાખવી હોય તો તમે નાખી સકો છો. જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો.
17- હવે આપણે તેમાં લીલા મરચાં અને મીઠો લીમડો બંને નાખીશું.
18- હવે નાખીશું સીંગ દાણા આપણે અહીંયા શેકેલી સીંગ લીધી છે.તમે કાચી પણ લઈ સકો છો.
19- હવે આપણે નાખીશું. થોડી હિંગ આ બધું નાખી ને હલાવી લેવાનું છે.
20- હવે તેમાં બે ચમચી તલ નાખીશું. તલ નો ટેસ્ટ કેવડા માં ખુબજ સરસ લાગે છે.આ બધું શરીર માટે હેલ્ધી હોય છે.
21- એટલે આપણે કેવડા માં બધું નાખીશું તો આપણા બાળકોને ભાવસે.
22- હવે આપણે તેમાં હળદર અડધી ચમચી, લાલ મરચું નાખીશું અડધી ચમચી. જો તમે તીખું વધારે ખાતા હોય તો તમે વધારે નાખી સકો છો.
23- હવે આપણે તેમાં નાયલોન પૌઆ નાખીશું.અને તેને બરાબર હલકા હલકા હાથે મિક્સ કરી લઈશું.
24-હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી શું. બધા પૌઆ ને બરાબર હલાવી લઈશું.
25- બધો જ કેવડો આપણો શેકાય જાય. પછી આપણે તેને હાથ થી દબાવી ને જોય લેવાનું.એટલે આપણને ખ્યાલ આવી જશે.હવે આપણે નાખીશું. આમચૂર પાવડર એક ચમચી,બૂરું ખાંડ એક નાની ચમચી જો તમારે વધારે નાખવી હોય તો તમે નાખી સકો છો.
26- હવે આપણે તેને બેથી ત્રણ મિનિટ સુધી શેકવું પડશે.
27- હવે આપણે તેમાં ઝીણી સેવ નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. સેવ અને નાયલોન પૌઆ બરાબર મિક્સ થઈ જવા જોઈએ.
28- આ નાયલોન પૌઆ નો કેવડો ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે.કોઈ મહેમાન આવે ત્યારે પણ આપી શકો છો.અને તમારા બાળકો ને નાસ્તા ના ડબ્બા માં પણ આપી સકો છો.
29- હવે આપણે ચણાની દાળના દાળિયા અને કોપરું ને કાજુ જે તળીને રાખ્યું હતું તે નાખીશું.
30- હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું.
31- તો હવે આપણો કેવડો મસ્ત ટેસ્ટી થઈ ગયો ને બસ.ખાવા ની બવ જ મજા આવશે.
32- બધા ઘરના પરિવાર સાથે બેઠા હોય ચા નાસ્તો કરવા તો આ કેવડો બવ જ ટેસ્ટી લાગે છે.
33- હવે આપણો નાયલોન પૌઆ નો કેવડો તૈયાર છે તેને એક પ્લેટમાં કાઢી શું.
34- તો આ નાયલોન પૌઆ નો કેવડો જરૂરથી બનાવજો ખાજો અને ખવડાવજો.
વિડિઓ રેસિપી :