હવે બહારથી તૈયાર ફ્રોઝન મકાઈ લાવવાની જરૂરત નથી ઘરે જ બનાવો
કેમ છો મિત્રો? જય જલારામ. આજે હું અમેરિકન મકાઈ ફ્રોઝન કરવા માટેની એક સરળ અને પરફેક્ટ રીત લાવી છું. આમતો માર્કેટમાં બારે મહિના મકાઈ મળતી જ હોય છે પણ એ વાત તો તમે પણ માનશો કે જેવી મીઠી અને મોટા દાણાની મકાઈ અત્યારે મળે છે એવી મકાઈ પછી નથી મળતી. અને મારી એક વાતથી તમે જરૂર સહમત થશો કે જયારે ઘરમાં અમુક વાનગીમાં મકાઈના દાણા ઉમેરવાની જરૂરત પડે ને ત્યારે જ શાક માર્કેટમાં પેલો શાકવાળો ભાઈ મકાઈ ના લાવ્યો હોય.
તો હવે આપણે બહુ સમય ના બગાડતા ફટાફટ તમને શીખવાડી દઉં અમેરિકન મકાઈ ફ્રોઝન કરવાની સરળ રીત. મિત્રો તમે જો હજી મારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરજો ચેનલનું નામ જલારામ ફૂડ હબ છે અને તમારા અભિપ્રાય મને જરૂર જણાવજો.
આજે આપણે મકાઈ દાણા ફ્રોઝન કરીશું. હવે બહારથી તૈયાર ફ્રોઝન મકાઈ લાવવાની જરૂરત નથી ઘરે જ બનાવો.
1- સૌથી પહેલા મકાઈના દાણા કાઢી લઈશું. જે આગળના કુણા દાણા નથી લેવાના.આપણે મોટા મોટા દાણા કાઢી લઈશું. અત્યારે અમેરિકન મકાઈ સારી મળે છે.
2- આવું રીતે ફ્રોજન કરીશું તો આખું વર્ષ તેની વાનગી બનાવીને ખાઈ શકીશું. હવે આપણે એક તપેલા માં બે થી ત્રણ લિટર પાણી ગરમ કરીશું.તેમાં એક થી દોઢ ચમચી મીઠું નાખીશું. જેથી તેનો કલર એવો ને એવો જ રહે. અને તેની મીઠાશ પણ જળવાઈ રહે.
3- હવે નીચે થોડા થોડા બબલ્સ થતા હોય ત્યારે તેમાં મકાઈ નાખીશું. હવે તેને એક વાર હલાવી લઈશું. હવે આવી જ રીતે ગરમ પાણીમાં ગેસ બંધ કરી પાચ થી દસ મિનિટ માટે અંદર ઢાંકીને રહેવા દઇશું. પછી આપણે કાઢી લઈશું.
4- ઉપર જે કચરો આવે તે કાઢી લઈશું. હવે આપણે ગેસ બંધ કરી અને તેને ઢાંકીને સાત મિનિટ માટે રહેવા દઈશું.હવે તેને હલાવી ને કાઢી લઈશું. કાણાવાળા ટોપા મા કાઢી લેવાના જેથી પાણી નીચે નીકળી જાય.
5- હવે તેને કોરા કપડાં માં સુકવી લઈશું. પછી તેને ફ્રોઝન કરી દઈશું. હવે એકદમ કોરા દાણા થઈ ગયા છે.હવે લોક વાળી બેગ માં ભરી બંધ કરી ફ્રોઝન કરી દઈશું. ભરતી વખતે ધ્યાન રાખવાનું કે તેમાંથી હવા કાઢી ને બેગ બંધ કરવાની. તો તમે પણ આવી જ રીતે ઘરે ફ્રોઝન કરી શકો છો.
વિડિઓ રેસિપી :