દૂધીના બોરિંગ શાકને આવીરીતે બનાવો મજેદાર ઘરમાં બધાને પસંદ આવશે.

કેમ છો જય જલારામ. આશા છે તમે બધા મજામાં હશો. દૂધી લાવે બુદ્ધિ, દૂધી તો ખાવી જ જોઈએ જેવી અનેક વાતો અને અનેક ટકોર પછી પણ બાળકો તો દૂધી નથી જ ખાતા સાથે ઘરમાં ઘણા મોટા બાળકો હોય છે તેમને પણ દૂધી પસંદ નથી આવતી. તો આજે આપણે બનાવીશું દુધી ચણા ની દાળ નું શાક.પણ ઘણા ને એવું હોય કે દુધી બાફો અને પછી તેને વઘારો તો પ્રોસેસ થોડી લાંબી થઈ જાય.

આજે આપણે કૂકર માં જ બાફિયા વગર જ વઘારી દઈશું. તમે હજી મારી ચેનલ જલારામ ફૂડ હબને સબ્સ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ અત્યારે જ કરો અહીંયા ક્લિક કરો. ચાલો ફટાફટ બનાવી લઈએ દૂધીનું આ પંજાબી ટચનું શાક. મિત્રો સપોર્ટની જરૂરત છે યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો.

સામગ્રી

  • રાય
  • જીરું
  • તેલ
  • દુધી
  • ચણા ની દાળ
  • સૂકું મરચું
  • હિંગ
  • લાલ મરચું
  • આદુ
  • ગરમ મસાલો
  • હળદર
  • ધાણાજીરૂ
  • મીઠું
  • ડુંગળી
  • ટામેટું

રીત

1- સૌથી પહેલા કૂકર માં ત્રણ મોટી ચમચી તેલ નાખી દઈશું.હવે તેમાં અડધી ચમચી રાય નાખીશું.ત્યાર બાદ અડધી નાની ચમચી જીરું નાખીશું.હવે તેમાં ચપટી હિંગ નાંખીશું.હવે તેમાં એક નાનો ટુકડો આદુ લઈશું.

2- હવે આપણે એક સૂકું મરચું નાખીશું.હવે આપણે હલાવી લઈશું.હવે એક ટામેટું અને એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે.અને હવે તેને કટરમાં ક્રશ કરી લીધું છે. તો તેને પણ ઉમેરી દઈશું.

3- હવે તેને બરાબર મિક્સ કરી લઈશું.હવે એવું લાગે કે આપણું ડુંગળી અને ટામેટું સંતળાઈ ગયું છે.એટલે તેમાં મસાલા કરીશું.અને તેલ માં મસાલા કરીશું.તો તેનો કલર સારો આવે છે. હવે એક નાની ચમચી મરચું નાખીશું.

4- હવે એક નાની ચમચી ધાણાજીરું પાવડર નાખીશું.ત્યારબાદ અડધી નાની ચમચી હળદર નાખીશું.અને અડધી નાની ચમચી ગરમ મસાલો નાખીશું. તીખું તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો.

5- હવે બધું બરાબર મિક્સ કરી લઈશું.હવે આપણે અઢીસો ગ્રામ દૂધી લીધી છે તેને ધોઈ ને ટુકડા કરી પાણી માં રાખી દીધા છે.હવે તે ઉમેરી શું.હવે અડધો કપ ચણા ની દાળ લીધી હતી.તેને અડધો કલાક પેહલા ગરમ પાણી માં પલાળી રાખી હતી.તો તે સોફ્ટ થઈ ગઈ છે તો તે શાક માં ઉમેરી દઈશું.

6- હવે બધા મસાલા મિક્સ થાય તેવી રીતે હલાવી લઈશું.હવે તમે તમારા ટેસ્ટ મુજબ મીઠું નાખી દેવાનું.કૂકર માં શાક નાખ્યા પછી જ અંદાજ આવશે કે કેટલું છે તો કેટલું મીઠુ નાખવું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા શાક નો કલર એકદમ સરસ આવી ગયો છે.

7- હવે આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરી ફરીથી બધું મિક્સ કરીને એકદમ ધીમા ગેસ પર અને બે સીટી વગાડી લઈશું.એટલે આપણું દુધી અને દાળ એકરસ જેવું ચડી જશે.હવે આપણે ગેસ ધીમો કરી લઈશું.અને તેને બે સીટી કરી લઈશું.

8- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું દુધી અને દાળ બન્ને સરસ ચડી ગયા છે.હવે તેમાં થોડી કોથમીર નાખી ને સર્વે કરીશું.આ રીતે બનાવશો તો તમારા બાળકો ને પણ ભાવશે.તો તમે જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી :

error: Content is protected !!