ફુલવડી – લગ્ન અને પ્રસંગમાં બનતી હવે બનશે તમારા રસોડે.

આજે આપણે લગ્ન પ્રસંગ માં બનતી હવે ઘરે બનાવો તમારા રસોડે ફૂલવડી. આ તમારા ઘર માં દરેક ને પસંદ આવશે.અને એકદમ ટેસ્ટી બનશે આ નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો.અને એમનેમ પણ તમે ખાઈ શકો છો તો ચાલો આજે આપણે ફૂલવડી ની રેસિપી જોઈ લઈએ. યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા માટેની લિંક અંતમાં આપેલ છે.

સામગ્રી:

  • ચણા નો લોટ કરકરો
  • દહીં
  • તેલ
  • મરી
  • વરિયાળી
  • સૂકા ધાણા
  • ધાણાજીરું
  • હળદર
  • લાલ મરચું પાવડર
  • ગરમ મસાલો
  • તલ
  • મીઠું
  • ખાવા નો સોડા
  • ખાંડ

રીત-

1- આપણે અહીંયા ૨૫૦ ગ્રામ ચણા નો કરકરો લોટ લીધો છે. તો આપણે તેની સામે ચાર ચમચી દહીં એડ કરીશું. હવે તેમાં તેલ એડ કરીશું.હવે તેમાં મસાલા કરી લઈશું.

2- હવે અડધી નાની ચમચી મરી, ત્યારબાદ અડધી નાની ચમચી વરિયાળી,ત્યારબાદ અડધી નાની ચમચી સૂકા ધાણા લઈ મોટા મોટા ખાંડી લઈશું. આવું મોટું મોટું ફૂલવડી માં ટેસ્ટ સારો આવે છે.

3- હવે તેમાં એક નાની ચમચી ધાણાજીરૂ એડ કરીશું.હવે પા ચમચી હળદર એડ કરીશું કારણકે ફૂલવડી લાલ હોય છે તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો.હવે તેમાં લાલ મરચું તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો.

4- હવે તેમાં અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું એડ કરીશું.ત્યારબાદ એક મોટી ચમચી સફેદ તલ એડ કરીશું.હવે પા ચમચી ખાવાનો સોડા નાખીશું.

5- હવે એક ચમચી ખાંડ નાખીશું.હવે આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું.હવે તેમાં ચણા નો લોટ એડ કરીશું.હવે હાથ થી બધો લોટ મિક્સ કરી લઈશું.જો તમને લોટ જાડો લાગે તો બે થી ત્રણ ચમચી પાણી એડ કરવાનું.હવે તેને હાથ થી મિક્સ કરી લઈશું.

6- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણે લોટ ને ઢીલો કરી લીધો છે હવે તેને ઢાંકી ને થોડી વાર માટે રહેવા દઈશું.આને દસ થી પંદર મિનિટ માટે ઢાંકી ને રહેવા દેવાનો છે.જેથી લોટ સરસ પલળી જાય અને થોડો લોટ ફૂલી જાય તો ફૂલવડી બનાવવાની ઇઝી રહેશે.

7- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે લોટ થોડો કઠણ થઈ ગયો છે તો તેમાં હજુ થોડું પાણી નાખી ને થોડો ઢીલો કરી લઈશું.આપણે આજે ઝારા વગર બનાવીશું.જે દૂધ ની કોથળી આવે છે તેના થી બનાવતા શીખીશું.હવે આપણો લોટ સરસ થઈ ગયો છે.

8- હવે આપણે લોટ ને એક ચમચી થી કોથળી માં ભરી લઈશું.હવે કોથળી ભરાય ગઈ છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.હવે તેને એક ખૂણા પર બધો લોટ ને લઈ લઈશું.હવે તેને જોઈતા પ્રમાણમાં હોલ પાડી લઈશું.

9- હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણે ધીમા ગેસ પર જ ગરમ કરવાનું છે હવે આપણે થોડું નાનું હોલ પાડી લઈશું.ફૂલવડી પાડતા જવાનું અને પાછળ થી કાપતું જવાનું, તમારી કડાઈ માં જેટલી આવે એટલી ફૂલવડી મૂકવાની અને તળી લેવાની.

10- હવે તેને હલાવતા રહીશું,ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે તમારી ફૂલવડી સરસ તૈયાર થઈ ગઈ છે તો તેને એક ટિસ્યુ પેપર પર કાઢી લઈશું.હવે આ રીતે બધી બનાવી લઈશું.એકદમ બહાર જેવી ટેસ્ટી બની છે અને તિરાડ પણ બહાર જેવી જ પડી છે.

જે તમે વીડિયોમાં જોઈ શકો છો.ઝારા વગર પણ એકદમ સરસ બને છે.હવે ઘરે બનાવવી એકદમ સરળ છે.તો તમે પણ એકદમ વાર ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :

error: Content is protected !!