ભાત ઓસાવવાની ઝંઝટ વગર બનાવો ફટાફટ આ જીરા રાઈસ.
કેમ છો જય જલારામ, અવારનવાર આપણે હવે ઘરે જ પંજાબી ભાણું બનાવતા હોઈએ છીએ, જેમાં પનીરનું શાક, બટર રોટી કે પછી બટર નાન અને સાથે જીરા રાઈસ અને દાલફ્રાય કે પછી દાલ તડકા. આ બધું હવે ઘરે જ બનાવવું સારું પડે છે. પણ તકલીફ ત્યારે થાય જયારે પંજાબી જીરા રાઈસ બનાવવાનો હોય.
પહેલા તો ચોખાને પલાળી રાખો પછી તેને ઉકળતા પાણીમાં ઉમેરો અને પછી ઓસાવો અને પછી તેમાં વધાર કરો પછી તૈયાર થાય જીરા રાઈસ. પણ આજે હું તમારી માટે ફટાફટ બની જતો જીરા રાઈસ લાવી છું. તો આજે આપણે ઇન્સ્ટન્ટ જીરા રાઈસ કે પછી તમે તેને ડાયરેક્ટ જીરા રાઈસ પણ કહી શકો છો એ બનાવતા શીખીશું.
આ તો કઈ શીખવા જેવું છે? પણ આજે આપણે ભાત ને ઓસાવવાની ઝંઝટ વગર ફટાફટ બનાવી લઈશું.અને આ એકદમ સરળ રીત છે તો ચાલો ફટાફટ બનાવી લઈએ જીરા રાઈસ.
સામગ્રી:
- બાસમતી ચોખા
- મીઠું
- જીરું
- બટર
- તેલ
- કોથમીર
રીત
1- તમે બટર અથવા તેલ લઇ શકો છો. એક નાની ચમચી બટર અને એક નાની ચમચી તેલ લઈશું આપણે તેલ એટલે લેવાનું કે આપણું બટર બળી ના જાય. હવે તેમાં એક નાની ચમચી જીરૂ નાખીશું.
2- હવે આપણે એક કપ બાસમતી ચોખા ને ધોઈ ને લઈ લીધા છે આને આપણે પલાળીયા પણ નથી હવે આપણે ચોખા એડ કરીશું.હવે ઘી માં ચોખા ને પહેલા બરાબર સાંતળી લઈશું.
3- જેથી આપણા ચોખા પર ઘી નું લેયર થઈ જશે, જેથી આપણા ચોખા જલદી ચડી પણ જશે અને છુટા રહેશે. અને આ પંદર થી વીસ જ મિનિટ માં તમારો જીરા રાઈસ તૈયાર થઈ જશે.
4- જો તમારા ઘરે કોઈ મહેમાન આવે તો ફટાફટ બનાવવો હોય તો તેને ઓસાવવાની ઝંઝટ વગર આ રીતે બની જાય છે હવે ચોખા થી ડબલ આપણે પાણી એડ કરીશું. ત્યારબાદ તેને હલાવી લઈશું.
5- હવે આપણે ટેસ્ટ મુજબ મીઠું નાખીશું.હવે તેને મિક્સ કરી લઈશું અને એકદમ ધીમા ગેસ પર કુક કરી લઈશું. આ રીતે કરવાથી પંદર થી વીસ મિનિટ માં જ આપણો જીરા રાઈસ તૈયાર થઈ જશે.
6- હવે તેને ઢાંકીને થવા દઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો જીરા રાઈસ થઈ જવા આવ્યો છે આ જે પાણી હતું તેમાં જ આપણો દાણેદાર છૂટો ભાત તૈયાર થશે.હવે તેને ઢાંકીને કુક લઈશું.
7- તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સરસ છુટા છુટા દાણા વારો અને ઓસાવ્યા વગર જીરા રાઈસ પરફેક્ટ બની ગયો છે તો હવે તેને સર્વે કરી લઈશું.હવે તેને એક બાઉલ માં કાઢી ને ઉપર કોથમીર એડ કરીશું.તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો.
વિડિઓ રેસિપી :