પરફેક્ટ ચોરાફળીની સાથે સાથે ફટાફટ પરફેક્ટ ચટણી બનાવતા પણ શીખો.

આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશ્યલ ચોળાફળી. અને નાગર વાળાના સ્ટોર પર મળે છે. તેનાથી પણ બેસ્ટ ચોળાફળી બનાવીશું. અને તમે આ વિડીયો અંત સુધી જોજો અને આ રેસિપી ચોક્કસથી બનાવજો. તો ચાલો આપણે જોઇ લઇએ તેની સામગ્રી.

સામગ્રી

  • બેસન
  • અડદનો લોટ
  • બેકિંગ સોડા
  • મીઠું
  • તેલ
  • લાલ મરચું પાવડર
  • ચાટ મસાલો
  • ફુદીનો
  • કોથમીર
  • લીલા મરચા

રીત

તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે 1 કપ બેસન લઈશું. અને તેમાં થી ચોથા ભાગનો અડદનો લોટ લઈશું. હવે તેમાં એક ચમચી બેકિંગ સોડા નાખીશું. અને એક ચમચી મીઠું નાખીશું.અને હવે આપણે તેને બધું મિક્સ કરીને ચારી લઈશું.

હવે આપણે તેમાં બે ચમચી તેલ લઈશું.અને તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે તેલ બધું મિક્સ થઇ જાય એટલે તેમાં બેસન છે એટલે તેમા થોડું થોડું પાણી નાખી ને કઠણ લોટ બાંધી લઈશું. હવે આપણે તેમાં એક એક ચમચી પાણી નાખીને કઠણ લોટ બાંધી લઈશું. તમારે હળદર નાંખવી હોય તો પા ચમચી હળદર નાખી શકો છો.

હવે લોટ બંધાઈ ગયો છે તેને ૨૫ થી ૩૦ મિનિટ સુધી રહેવા દઇશું. હવે ૨૫ થી ૩૦ મિનિટ થઈ ગઈ છે. આપણે આદણી પર તેલ લગાવી લઈશું.અને એક પરાઈ લઈ લઈશું. હવે પરાઈ પર પણ તેલ લગાવી લઈશું. હવે લોટને કચરીને એકદમ લીસો બનાવી લેવાનો છે. આમ કરવાથી આપણી ચોળાફળી ફૂલે છે. આપણે તેને દસ મિનિટ સુધી કચરિશું.

હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા લોટ એકદમ લીસો થઈ ગયો છે હવે તેના એક સરખો રોલ કરી દેવાનો છે. અને પછી તેને ચપ્પા વડે કાપી લેવાનો છે. તેના નાના-નાના ગુલ્લા પાડી લઈશું. હવે તેને આપણે રોટલી ની જેમ ગુલ્લા હાથ થી પ્રેસ કરી લઈશું. તેવી જ રીતે બધા ગુલ્લા ને પ્રેસ કરી લેવાના છે.

હવે હાથમાં તેલ લઈને બધા ગુલ્લાં પર લગાવી લેવાનું છે.જેથી આપણા ગૂલ્લા સુકાઈ ના જાય. હવે આપણે થોડો ચોખાનો લોટ લઈને વણી લઈશું. વણવામાં બહુ લોટ લેવાનું નથી. થોડો જ ઉપર લગાવા નો છે. હવે આપણે તેને વણી લઈશું. પાતળી વણવાની છે. તેને થોડીવાર સૂકાવા દેવાની છે. આ રીતે આપણે બધી ચોળાફળી વણી લઈશું. ચોખાનો લોટ આપણે એક ચપટી જેટલો જ લેવાનો છે. એક બાજુ સૂકાય જાય એટલે તેને બીજી બાજુ ઊંધું કરીને સૂકવવાનું છે.

હવે આપણે બધી ચોળાફળીને આ રીતે વણી લઈશું.અને સૂકવી લઈશું. ચોળાફળી પર આપણે ભભરાવવા નો મસાલો બનાવ્યો છે. જેમાં આપણે એક ચમચી મરચું, અડધી ચમચી ચાટ મસાલો, આ રીતે આપણે મસાલો તૈયાર કરી લેવાનો છે. જ્યારે આપણે ચોળાફળી તળી લઈએ પછી આ મસાલો તેની પર ભભરાવવા નો છે. હવે આપણે ચોળાફળી પર કાપા પાડીને તળી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી ચોળાફળી એકદમ સરસ ફૂલી ગઈ છે. અને ક્રિસ્પી બની છે.

હવે આપણે તેવી જ રીતે બધી ચોળાફળીને તળી લઈશું. પછી આપણે તેની પર થોડો થોડો મસાલો ભભરાવી શું. હવે આપણે ચટણી બનાવીશું. હવે આપણે બે મોટી ચમચી બેસન લઈશું.અને હવે આપણે થોડું થોડું પાણી નાખીને મિક્સ કરી લઈશું. આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તેમાં ગાંઠિયા ના પડવા જોઈએ. તે રીતે મિક્સ કરવાનું છે. બધું બેસન મિક્સ થઇ જાય પછી તેમાં એક ગ્લાસ પાણી એડ કરીશું. પાણી નાખ્યા પછી ફરીથી મિક્સ કરી લઈશું.

હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું. આપણે તેમાં ધાણા, ફુદીનો અને લીલા મરચાં ની ચટણી છે ઘરે બનાવેલી. જો તમારી પાસે બનાવેલી ના હોય તો ધાણા મરચાં અને ફુદીનો મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લઈશું. હવે આપણે તેમાં ૨ ચમચી ચટણી ઉમેરિશૂ. તેને ફરીથી બરાબર મિક્ષ કરી લઈશું. હવે આપણે તેને ગેસ પર થોડું ગરમ કરી લઈશું. તેને આપણે સતત હલાવવાનું છે. થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું. તમને એમ લાગે કે થોડું પાણી ઓછું છે તો એડ કરી શકો છો.

આપણને આ ચટણી બનાવવામાં બેથી ત્રણ મિનિટ લાગે છે. હવે આપણી ચટણી થોડી થોડી ઘટ્ટ થવા આવી છે. હવે આપણને બહારના જેવો કલર જોઈતો હોય તો થોડી હળદર એડ કરી દેવાની. તો બહાર જેવો કલર આવશે. હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી ચોળાફળી ની ચટણી તૈયાર થઈ ગઈ છે. ચોળાફળી ની ચટણી, ચોળાફળી અને તેનો મસાલો બધું ઈઝીલી ઘરે તૈયાર થઈ ગયું ને?

હવે આપણે ચોળાફળીને ગાર્નીશિંગ પ્લેટમાં કાઢી લઈશું. અને ચટણી ને પણ વાડકીમાં કાઢી લઈશું. હવે આપણે વિડિયોમાં જોઈશું કે ચોળાફળી હાથમાં લઈને દબાવશો તો તરત જ તૂટી જશે તો આપણી ચોળાફળી એકદમ ક્રિસ્પી બની છે. છે ને દુકાનવાળા જેવી જ ચોળાફળી. હવે તમે આજ રેસીપી ચોક્કસથી બનાવજો અને તમારા ફેમિલીને ખવડાવજો.

વિડિઓ રેસિપી :

error: Content is protected !!