સાસુમાની પારંપરિક રીતે બનાવો ઊંધિયું, ઘરમાં બધા આંગળા ચાટતા રહી જશે.
કેમ છો જય જલારામ, ઉત્તરાયણ છે અને આપણે ગુજરાતીઓ ઊંધિયું ના ખાઈએ એ તો કેમ બને? આજે હું તમારી માટે આપણા ઘરમાં પહેલા જેમ બા અને સાસુમા બનાવતા હતા એ પારંપરિક રીતે જ બનાવવાની રેસિપી લાવી છું. તો ચાલો ફટાફટ શીખી લઈએ ઊંધિયું.
રીત –
1-સૌથી પહેલા આપણે રવૈયા ભરવાના છે. લીલા મરચાં, લીલું લસણ, બે મોટી ચમચી સીંગ લઈશું.અને એક ચમચી તલ લઈશું.હવે તેને ક્રશ કરી લઈશું. આદુને છીણી ને રાખ્યું છે એટલે અંદર એડ નથી કરવાનું. એક મસાલો બનાવી દઈશું.
2- હવે ચાર ચમચી બેસન લઈશું. હવે તેમાં થોડી ખાંડ નાંખી શું. અને સિંગ નો મસાલો બનાવેલો તે થોડો એડ કરીશું. હવે આપણે સુકા મસાલા કરીશું. ૧ નાની ચમચી હળદર નાંખી શું. ૧ નાની ચમચી લાલ મરચું પાવડર નાખી શું. ૨ નાની ચમચી ધાણાજીરું નાખી શું. થોડો ગરમ મસાલો એડ કરીશું. બેથી ત્રણ ચમચી તેલ એડ કરીશું.
3-હવે સ્વાદ મુજબ મીઠું નાખી શું. અડધી ચમચી લીંબુનો રસ નાખી શું.હવે થોડું આદુ નાખીશું.હવે બધું મિક્સ કરી લઈશું. આપણે છ થી સાત નંગ નાના નાના રવૈયા લીધા છે. તેને કટ કરીશું.તેને આડો ચિરો અને એક ઊભો ચિરો તેવી રીતે કટ કરવાના.હવે પ્રેસ કરી મસાલો ભરી લઈશું. હવે ૪ લીલા મરચા લઈશું. તેને પણ કટ કરીને મસાલો ભરી લઈશું.
4- હવે આપણે મેથીના મુઠીયા બનાવી દઈશું. સૌથી પહેલા ઘઉંનો જાડો લોટ લઈશું તેમાં એકથી બે ચમચી તેલ નાખી શું. તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી શું અને થોડો ગરમ મસાલા એડ કરીશું. હવે તેમાં એક ચમચી લાલ મરચું પાવડર નાખી શું. ૧ નાની ચમચી ધાણાજીરું નાખી શું. ૧ નાની ચમચી હળદર નાખી શું. ચપટી હિંગ નાંખી શું. ૧ નાની ચમચી લીંબુનો રસ નાખી શું. આપણે લસણ અને સિંગદાણાનો જે મસાલો બનાવ્યો હતો તે એડ કરીશું. થોડા લીલા ધાણા નાંખી શું. હવે એક નાનો બાઉલ મેથી એડ કરીશું. થોડું આદુ નાખીશું. ચપટી ખાવાનો સોડા નાંખી શું. ત્યારબાદ એક મોટી ચમચી ખાંડ નાખી શું. હવે આ મુઠીયા નો લોટ તૈયાર થઇ ગયો છે તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે જોઈતા પ્રમાણમાં પાણી નાખી ને મિક્સ કરી લઈશું. પછી તેના મુઠીયા બનાવી દઈશું.
5- હવે આપણે અઢીસો ગ્રામ શક્કરિયાં લઈશું. અને ૧૦૦ ગ્રામ સુરણ લઈશું. હવે આપણે તેલ માં ફ્રાય કરી લઈશું. શક્કરિયા અને સૂરણને ફ્રાય થતા બંનેનો સમય એકસરખો જ લાગે છે. એટલે બન્ને સાથે ફ્રાય કરી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા શક્કરિયા અને સૂરણ ઉપર નું પડ કડક થઈ ગયું છે.તો તેને કાઢી લઈશું. હવે પાંચથી છ નાના બટાટા લઈ મોટા ટુકડા કરી લઈશું. તેને પણ ફ્રાય કરી લઈશું. હવે આપણા બટાકા કુક થઈ ગયા છે તો તેને કાઢી લઈશું.
6-હવે આપણે અઢીસો ગ્રામ રતાળુ લઈશું. તેને ધોઈને મોટા ટુકડા કરી લઈશું. હવે આપણે તેને પણ ફ્રાય કરીશું.હવે રતાળુ પણ ફ્રાય થઈ ગયું છે. તો તેને કાઢી લઈશું. હવે આપણે મુઠીયા ને પણ ફ્રાય કરી લઈશું. મુઠીયા ને ધીમા તાપે ફ્રાય કરીશું.અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરીશું. જ્યારે આપણે મુઠીયા બનાવીએ ત્યારે થોડી તિરાડ વાળા બનાવવાના છે. જેથી ઊંધિયા નો મસાલો તેની અંદર જાય. અને મુઠીયા નો ટેસ્ટ પણ ઊંધિયા માં આવે. હવે આપણા મુઠીયા ફ્રાય થઈ ગયા છે તો કાઢી લઈશું.
7- હવે આપણે લીલા મરચા ને ફ્રાય કરી લઈશું.તેને ફ્રાય થતા વાર નથી લાગતી.હવે મરચા ફ્રાય થઈ ગયા છે તો તેને કાઢી લઈશું.હવે આપણે રવૈયા ને ફ્રાય કરી લઈશું. રવૈયા હંમેશા છેલ્લે જ ફ્રાય કરવાના.જેથી તેનો મસાલો લોટ નો તેલ માં નીકળ્યો હોય તે ઊંધિયા માં નાખી શકીએ.હવે આપણા રવૈયા પણ ફ્રાય થઈ ગયા છે.તો તેને પણ કાઢી લઈશું. હવે ફ્રાય કરેલું તેલ ને સાઈડ પર મૂકી દઈશું.
8- હવે અઢીસો ગ્રામ સુરતી પાપડી લઈશું. અને એક બાઉલ તુવેરના બીયા લઈશું. અને એક બાઉલ વટાણા ના બીયા લઈશું. હવે આપણું તેલ ગરમ થઇ ગયું છે. આપણે વઘાર માટે એક ચમચી જીરૂ લઈશું. અને અડધી ચમચી અજમો લઈશું. હવે તેમાં એક નાની ચમચી હિંગ નાખી શું. હવે તેમાં થોડું લીલું લસણ નાખી શું. હવે તેમાં થોડું આદુ નાખીશું. ૧ નાની ચમચી હળદર નાખી શું. હવે આપણે પાપડી તુવેર વટાણા બધું એડ કરી લઈશું. હવે તેને મિક્સ કરી લઈશું.
9- હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી શું. હવે તેમાં અડધો ગ્લાસ પાણી નાખી શું. પછી ઢાંકીને ચડવા દઈશું. થોડીવાર પછી ફરીથી તેને ચેક કરી લઈશું. બીયા થોડા અધકચરા ચઢી ગયા હોય ત્યારબાદ આપણે મસાલો કરીશું. અને બીજા શાકભાજી આપણે ઉમેરીશું. આપણે જે તેલમાં ફ્રાય કર્યા હતા તે એડ કરીશું. હવે આપણે શાકના ભાગનો મસાલો કરીશું. એક ચમચી હળદર, 1 મોટી ચમચી લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો, 1 મોટી ચમચી ધાણાજીરું પાવડર, હવે થોડું મીઠું નાખી શું. આપણે જે પહેલો મસાલો બનાવ્યો હતો તે એડ કરીશું.
10-હવે એક ચમચી ઊંધિયા નો મસાલો નાખી શું. હવે બધું મિક્સ કરી લઈશું. હવે આ બધું શાક ચડી જાય તેના માટે અડધો ગ્લાસ સાઈડ પર પાણી રેડી શું. હવે આપણે રવૈયા ભરીને રાખ્યા હતા તે ઉપર મુકીશું. કારણકે આપણા રવૈયા ચડી જ ગયેલા હતા તેને બહુ ચડવાની જરૂર નથી. તેને છૂટા છૂટા ગોઠવવા ના છે. તેવી જ રીતે મરચાં પણ ઉપર મૂકી દઈશું. હવે આપણે ચાર મુઠીયા ભાગીને નાખીશું. બાકીના મુઠીયા ઉપર ગોઠવી લઈશું. મુઠીયા ભાગીને નાખવાથી ઉંધીયુ એકદમ ટેસ્ટી બનશે. અને રસો પણ એકદમ જાડો થશે.
11-હવે આપણે ઢાંકણ ઢાંકીને ને કુક થવા દઈશું. હવે તેને ચેક કરી લઈશું. હવે આપણું ઉંધીયુ બરાબર ચડી ગયું છે. હવે જે શાકભાજી ફ્રાય કર્યા હતા તે તેલ લઈશું.હવે આપણે વઘાર કરીશું. હવે થોડું લીલું લસણ ઉપરથી ભભરાવી દઈશું. હવે થોડા લીલા ધાણા ભભરાવી શું. હવે એક વાડકીમાં અડધી ચમચી ઊંધિયા નો મસાલો લઈશું અને એક ચમચી લાલ મરચું લઈશું. હવે તેલ ગરમ થાય એટલે તેમાં એડ કરીશું. હવે આપણો વઘાર થઈ ગયો છે.તો તે નાખીશું ઊંધિયા માં. હવે આપણે ઊંધિયા ને બરાબર હલાવી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી આપણું ઉંધીયુ તૈયાર થઈ ગયું છે.
12-હવે આપણે ગરમાગરમ સર્વે કરીશું. આ ઊંધિયા ને તમે આ ઉત્તરાયણ પર ચોક્કસથી બનાવજો.અને આ ઊંધિયા ને તમે પુરી સાથે ખાય શકો છો. તો તમે આ રેસિપી થી જરૂર થી ટ્રાય કરજો.
વિડીયો રેસીપી :