ખજૂરપાક – આવીરીતે બનાવશો તો બધા ખુશી ખુશી ખાઈ લેશે.

ખજૂરપાક:-

• મિત્રો આજે હું તમારા માટે ખૂબ જ હેલ્ધી અને પ્રોટીન થી ભરપૂર એવા ખજૂરપાક ની રેસીપી લઈને આવી છું. તો બાળકો ને ખજૂર પસંદ ના હોય તો પણ આ હેલ્ધી ખજૂરપાક ખૂબ જ પસંદ આવશે. અને ખજૂર શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો તમે પણ આ હેલ્ધી રેસીપી વિડીયો રેસીપી દ્વારા જરૂર થી ટ્રાય કરજો.

• રેસીપી પસંદ આવે અને નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.

• સામગ્રી:-

  • • 1 બાઉલ ખજૂર
  • • 2 ચમચી ઘી
  • • ડ્રાયફ્રૂટ પાવડર ( કાજુ, બદામ અખરોટ,પીસ્તા)
  • • 1 બાઉલ ટોપરા નું છીણ

રીત:-

• સ્ટેપ 1:-સૌપ્રથમ એક નોનસ્ટિક પેનમાં ઠળિયા કાઢેલી ખજૂર ઉમેરી એમાં ઘી ઉમેરો અને ધીમી આંચ પર શેકી લો. તો ખજૂર ને પ્રેસ કરતાં જાઓ અને શેકી લો.

• સ્ટેપ 2:-તો 5 મિનિટ પછી સારી રીતે ખજૂર મેશ થાય ત્યારે તેમાં ડ્રાયફ્રૂટ પાવડર ઉમેરી લો અને બરાબર મિક્ષ કરી લો. અને પેનમાં ચોંટે નહિ ત્યાં સુધી હલાવતાં રહો. અને ગેસ બંધ કરી લો અને એક પ્લેટ માં ઠંડું થવા દો.

• સ્ટેપ 3:- હવે આ ખજૂરપાક ને નાના નાના લુવાની જેમ વાળી લો તમને જે સાઈઝના કરવા હોય તે કરી શકો છો.

• સ્ટેપ 4:- હવે ખજૂરપાક ને ટોપરા ના છીણથી ગાનિૅશિગ કરી લો.

તો મિત્રો પ્રોટીન થી ભરપૂર ખજૂરપાક રેડી છે.

વિડીયો રેસીપી:

error: Content is protected !!