બહુ જ ઓછી સામગ્રીમાં ઘરે જ બનાવો અડદિયા પાક, બહુ સરળ રીત છે.
કેમ છો મિત્રો જય જલારામ, ઘણાબધા મિત્રો બહારથી તૈયાર અડદિયા લાવતા હોય છે અને એમાં આવતો આખો ગુંદર એ દાંતમાં ચોંટી પણ જતો હોય છે પણ આજે જે રેસિપી હું તમને જણાવીશ એ રીતે બનાવશો તો ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવશે. તો ચાલો હવે શિયાળો આવી ગયો છે. હેલ્થનું ધ્યાન રાખવા માટે આજે આપણે શીખીશું અડદિયા પાક.તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે.
સામગ્રી (પરફેક્ટ માપ માટે એકવાર વિડિઓ જુઓ અને બનાવવાની કોન્ટીટી પ્રમાણે માપ વધારે અને ઓછું કરી શકાય.)
- ઘી
- કાજુ
- બદામ
- પિસ્તા
- મગજતરીના બી
- અડદનો કરકરો લોટ
- ગંઠોડા
- ગોળ
- બેસન
- દળેલો ગુંદર
- ચારોળી
- કોપરાનું છીણ
- સૂંઠ પાવડર(સૂંઠ બનાવવા માટેનો વિડિઓ જોવા અહીંયા ક્લિક કરો.)
રીત-
1-સૌથી પહેલાં આપણે જાડા તળિયાવાળી કઢાઈ લઈશું. તેમાં અડધી ચમચી ઘી લઈશું. તેમાં કાજુ બદામ પિસ્તા ઝીણા સમારીને તેમાં નાખીશું. અને અડધી ચમચી મગજતરીના બી લીધા છે તે નાખીશું.
2- હવે આપણે તેને ધીમા ગેસ પર રોસ્ટ કરી લઈશું. આને શેકાતા વાર નઈ લાગે. આપણે ફ્રીઝમાં મુકતા હોય છે જેથી ભેજ હોય તો દૂર થઈ જાય. હવે આપણા ડ્રાયફ્રુટ્સ નો કલર બદલાઈ ગયો છે. હવે તેને એક ડિશમાં કાઢી લઈશું.
3- હવે બેથી ત્રણ ચમચી ફરીથી ઘી લઈશું. હવે તેમાં સવાસો ગ્રામ અડદનો કરકરો લોટ લઈશું.અને એડ કરીશું હવે આપણે તેને શેકી લઈશું. આપણે ધીમા ગેસ પર ચારથી પાંચ મિનિટ સુધી શેકાવા દઈશું.
4- આપણે લોટને શેકાવા દેવાનો છે જ્યાં સુધી એનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી તેને શેકી લઈશું.હવે આપણે મગસ જેવો ટેસ્ટ લાવવા માટે ૧ નાની ચમચી બેસન નાખીશું. હવે તેને બરાબર હલાવી શું.
5- હવે આપણા લોટ સેકાઈ જવાયો છે અને કલર પણ બદલાઈ ગયો છે. હવે આપણે તેમાં બે ચમચી દળેલો ગુંદર એડ કરીશું. તેમાં નાખવાથી ગુંદર ફૂલી જશે. આમ અંદર ગુંદર નાખવાથી દાંતમાં ચોંટશે નહી.
6- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો લોટ નો કલર બદલાઈ ગયો છે. હવે આપણે તેમાં ૨ ચમચી જેટલું કોપરાનું છીણ નાખીશું.હવે તેમાં નાનો કપ ગોળ નાખીશું. આનો અલગ પાયો કરવાની જરૂર નથી. આવી જ રીતે અંદર જ નાખી દેવાનું. એટલે બધો જ ગોળ ઓગળી જશે.
7- હવે આપણે ડ્રાયફ્રુટ જે રોસ્ટ કર્યા હતા તે એડ કરીશું. અને બે ચમચી જેટલા રહેવા દઇશું ગાર્નીશિંગ માટે હવે તેમાં થોડી ચારોળી નાખી શું. પોણી ચમચી જેટલા ગંઠોડા એડ કરીશું.
8- હવે આપણે તેમાં ચમચી સૂંઠ પાવડર એડ કરીશું. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. હવે આપણે ગેસ બંધ કરી અને થોડી વાર હલાવતા રહીશું. હવે આપણે તેમાં થોડો ઈલાયચી પાવડર નાખીશું.
9- હવે તેના લાડવા બનાવવા હોય તો પણ બને અથવા તમારે ચકતા પાડવા હોય તોય પડશે. હવે એક ડીશ લઈ ને ગ્રીસ કરી લેવાનું. પછી તેમાં કાઢી લેવાનું.
10- હવે ગાર્નીશિંગ માટે કોપરાની છીણ લઈશું થોડી તે તેમાં નાખીશું. અને આપણે કાજુ બદામ રાખ્યા હતા તે ઉપર ભભરાવીશું.
11- હવે તેને વાડકી થી પ્રેસ કરી લઈશું. જેથી આપણા અડદિયા પાક માં સેટ થઈ જાય. હવે તેને એક કલાક સુધી ઠરવા દઈશું.
12- હવે તેના ગરમ ગરમ ચકતાં પડે નઈ તેથી તેને એક કલાક સેટ થવા દઈશું. પછી તેના પીસ પાડી લઈશું.
13- હવે કલાક થઈ ગયો છે તો તેના પીસ પાડી લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો અડદિયા પાક તૈયાર થઇ ગયો છે. તમે પણ આ રીતથી ચોક્કસથી બનાવજો. તમારા બાળકોને તમારા વડીલોને બધાને બધાને બનાવીને ખવડાવજો.
14- શિયાળામાં અડદિયા પાક ખાવું સારું છે. તો તમે બનાવજો ખાજો અને ખવડાવજો.
વિડિઓ રેસિપી :