મૂળાના સ્ટફ પરાઠા – સવારના નાસ્તા અને બપોરે જમવા માટે બેસ્ટ.

આજે આપણે બનાવીશું. મૂળાના સ્ટફ પરોઠા. જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તો તમે શિયાળામાં ફ્રેશ મળતા મૂળા માંથી બનતા આ પરાઠા તમે જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો આપણે જોઈએ કેવી રીતે પરાઠા બને છે.

સામગ્રી

  • ઘઉંનો લોટ
  • તેલ
  • મીઠું
  • રેગ્યુલર મસાલા

રીત

1- સૌથી પહેલા આપણે ઘઉંનો લોટ લઈશું જે રેગ્યુલર આપણે રોટલી કરવા માટે લઈએ છીએ તે. હવે તેમાં આપણે બે ચમચી તેલ લઈશું. અને અડધી ચમચી જેટલું મીઠું નાખીશું.

2- આપણે પહેલા પરાઠા નો લોટ બાંધી લઈશું. લોટ બાંધ્યા પછી તે નું સ્ટફિંગ તૈયાર કરીશું. ત્યાં સુધી આપણો લોટ સેટ થઈ જશે.લોટ આપણે ઢીલો નથી રાખવાનો અને એકદમ કઠણ પણ નહીં. આપણે રેગ્યુલર આલુ પરાઠા બનાવે છે તેઓ બાંધવાનો છે.

3- હવે આપણે તેને ઢાંકીને ૧૦થી ૧૫ મિનિટ સુધી રહેવા દઇશું. હવે ત્યાં સુધી મૂળા નું સ્ટફિંગ બનાવી લઈશું. આપણે એક અઢીસો ગ્રામ નો મૂળો લઈશું. આપણે તેને ધોઈ ને બંને બાજુથી કાપી લઈશું. હવે આપણે તેને છોલી લઈશું.

4- હવે આપણે તેને થોડા મોટા ટુકડા કરી લઈશું. જેથી છીણવામાં ઇઝી પડે. હવે આપણે તેને છીણી લઈશું. હવે આપણે તેનું સ્ટફિંગ બનાવીશું. તેના માટે આપણે એક કઢાઈ લઈશું. તેમાં એક મોટી ચમચી જેટલું તેલ લઈશું.તેલ ગરમ થઇ જાય એટલે તેમાં નાની ચમચી જીરું નાખી શું.

5- હવે તેમાં આપણે એકદમ ઝીણા સમારેલા લીલા મરચા નાખી શું. તેમાં આપણે ચપટી હિંગ નાખી શું. હવે આપણે મૂળાના છીણ માંથી પાણી કાઢી લઈશું. હવે છીણ તેમાં એડ કરી દઈશું. હવે તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખી શું.

6-હવે તેમાં આપણે એક નાની ચમચી ધાણજીરૂ પાવડર નાખીશું. અને થોડું લાલ મરચું પાઉડર નાખીશું.અને એક પિંચ જેટલો ગરમ મસાલો નાખીશું.અને એક ચપટી હળદર નાખીશું. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તેને બહુ ચડવા દેવાનું નથી. હવે ગેસ બંધ કરી દઈશું.

7- હવે ફ્રેશ લીલા ધાણા ઝીણા સમારીને ને એડ કરીશું. ધાણા નું પ્રમાણ આમાં થોડું વધારે રાખીશું. હવે થોડું હાથ માં તેલ લઇ લોટને મસળી લઈશું.અને થોડો સ્મુથ કરી લઈશું.હવે તેને ગુલ્લા પાડી લઈશું.

8- હવે આપણે એક ગુલ્લુ લઇ હાથ વડે ખેંચી ને થોડું મોટું કરી લઈશું. પછી તેમાં એક ચમચી સ્ટફિંગ મૂકી દઈશું. પછી તેને બંધ કરી લઈશું. પછી તેને હાથ થી થોડું પ્રેસ કરી લઈશું. અને પરોઠું મોટુ કરતા જવાનું. પછી તેને ઘઉંના લોટમાં ડસ્ટ કરી લેવાનું. પછી તેને વણી લઈશું.

9- હવે તેને શેકી લઈશું. એક બાજુ શેકાઈ જાય એટલે બીજી બાજુ પલટાવી લઈશું. પછી તેમાં તેલ મૂકી શેકી લઈશું. પછી તેને ધીમા તાપે શેકી લઈશું.

10- શિયાળામાં ફ્રેશ લીલા ધાણા વધારે મળે છે તો આ રીતે પરોઠા બનાવી તો નાના બાળકો પણ ખાય તો સારું રહે.

11- હવે તેવી જ રીતે બધા જ પરોઠા બનાવી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે પંદરથી વીસ મિનિટ મા જ આપણા મૂળા ના પરોઠા તૈયાર થઈ ગયા છે.

12- તો તમે આ પરફેક્ટ રીત થી બનાવજો તમારા ફેમિલીને ખવડાવજો.

વિડિઓ રેસિપી :

error: Content is protected !!