સીતાફળ બાસુંદી – સસ્તી, શુદ્ધ, યમ્મી અને હાઈજેનીક.
આજે આપણે બનાવીશું સીતાફળ ની બાસુંદી. આપણે પરિવાર માટે સ્પેશિયલ સીતાફળની બાસુંદી બનાવીશું. આમ તો આપણે નોર્મલ બાસુંદી તો બનાવતા હોઈએ છે. તો આ વખતે કંઇક નવું બનાવીએ. તો ચાલો આપણે સીતાફળની બાસુંદી બનાવીએ. તો આપણે તેની સામગ્રી જોઈએ.
સામગ્રી
- દૂધ એક લીટર
- ખાંડ બે મોટી ચમચી
- પાણી
- સીતાફળ
- દૂધની મલાઈ
રીત-
1- હવે આપણે સીતાફળની બાસુંદી બનાવીશું.
2- સૌથી પહેલા આપણે એક જાડા તળિયાવાળી નોનસ્ટિક ની કઢાઈ લઈશું.
3- હવે તેમાં આપણે થોડું પાણી નાખીશું.જેથી આપણું દૂધ બળી ના જાય. પાણી ગરમ થઇ જાય એટલે આપણે તેમાં એક લિટર દૂધ એડ કરીશું.
4- સીતાફળની બાસુંદી બનાવી ઘણી સસ્તી અને સરળ રીત છે. તમે કોઈપણ ફુલ ફેટ વારુ દૂધ લઈ શકો છો.
5- હવે પાણી નાખ્યા પછી તેમાં દૂધ ઉમેરીશું. હવે આપણું દૂધ ગરમ થાય ત્યાં સુધી સીતાફળનો પલ્પ બનાવી લઈશું.
6- અત્યારે સીતાફળ ની સિઝન સારી ચાલે છે.તેથી આપણે ઘરે બાસુંદી બનાવી શકીએ છે.
7-આપણે સીતાફળ પાકા લેવાના છે જેથી તેનો પલ્પ સરળ રીતે નીકળી જાય.
8- સૌથી પહેલા સીતાફળ માંથી તેનો પલ્પ કાઢી લઈશું. સીતાફળ આપણે મોટા હોય તેવા પસંદ કરવાના છે.
9- હવે આપણે એક ગાયણી રાખી પલ્પ બધો કાઢી લેવાનો છે. પાકા સીતાફળ હોય તો ચમચીથી પલ્પ કાઢવો બહુ સહેલો છે.
10- હવે આપણે પલ્પને ચમચીથી બરાબર મિક્સ કરીશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો પલ્પ તૈયાર થઈ ગયો છે.
11- આપણે વચ્ચે વચ્ચે દૂધને પણ હલાવતા રહીશું. જેથી કરીને આપણું દૂધ નીચે ચોટી ના જાય.
12- હવે આપણે બધો પલ્પ લઈ લેવાનો છે.
13- હવે આપણું દૂધ થોડું ઘટ્ટ થવા આવ્યું છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું દૂધ અડધું થઈ ગયું છે.
14- હવે આપણે આ સ્ટેજ પર બે મોટી ચમચી ખાંડ ઉમેરીશું. કારણકે સીતાફળની મીઠાશ હોય છે. એટલે આપણે ખાંડ ની જરૂર બહુ ઓછી પડે છે.
15- હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં ઘરની બેથી ત્રણ ચમચી ફેસ દૂધની ફ્રેશ મલાઈ નાખીશું. જેથી આપણી બાસુંદી ક્રીમી બનશે. અને જલ્દી ઘટ્ટ થઇ જશે.
16- આપણે ઘરની ફ્રેશ મલાઈ લેવાની છે બે થી ત્રણ દિવસની જ.
17- હવે આપણે એક વાડકી સીતાફળનો પલ્પ નાખીશું. હવે આપણે બધું મિક્સ કરી લઈશું.
18- આ બાસુંદી માં આપણે ઈલાયચી પાવડર કે કોઈપણ ફ્લેવર આપવાની જરૂર નથી. સીતાફળ પોતાની ફ્લેવર આપે છે. તેનો ટેસ્ટ પણ આપે છે. એટલે આપણે ઈલાયચી કે કઈ જ વાપરવાનું નથી.
19- આ બાસુંદી માં ડ્રાયફ્રુટ્સ માં કાજુ બદામ કે કંઈપણ નાખવાની જરૂર નથી.
20- હવે તમે એ વીડિયોમાં જોઈ શકો છો કે આપણી બાસુંદી સરસ થઇ ગઇ છે. હજુ ખાવા માટે તૈયાર નથી થઈ.
21- બાસુંદી ખાવા માટે ઠંડી જ સારી લાગે છે. હવે આપણી સીતાફળ ની બાસુંદી તૈયાર થઈ ગઈ છે. ઠંડી થાય પછી સર્વે કરીશું.
22- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી સીતાફળની બાસુંદી એકદમ ઘટ્ટ અને સરસ બની છે. જોયને જ ખાવાં નું મન થાય તેવી બની છે.
23- હવે આપણે બાસુંદી ને ઢાંકીને ફ્રિજમાં ઠંડી કરવા મુકીશું. ઠંડી બાસુંદી સરસ લાગે છે.
24- હવે આપણી સીતાફળની બાસુંદી સરસ ઠંડી થઈ ગઈ છે તો તેને એક બાઉલમાં કાઢી લઈશું અને સર્વ કરીશું.
24- સીતાફળની બાસુંદી આ દિવાળીમાં આ રીતથી જરૂરથી બનાવજો ખાજો અને ખવડાવજો.
વિડિઓ રેસિપી :