કાજુ અને કળી ગાંઠિયાનું શાક
આજે આપણે કાજુ કળી ગાઠીયા નું શાક બનાવીશું. જે એકદમ સહેલાઈ થી બની જાય છે. ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. રોજ રોજ એકના એક શાક ખાઈ ને કંટાળી ગયા છો તો આ એકવાર જરૂર થી રેસિપી જોઈ ને ચોક્ક્સ થી બનાવજો. તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. રેસિપીના અંતમાં વિડિઓ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની લિંક આપી છે. ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડિઓ જોવાના કોઈ પૈસા નથી.
સામગ્રી:
- ગાઠીયા
- ડુંગળી
- ટામેટાં
- રાઈ
- લાલ મરચું પાવડર
- ધાણાજીરું પાવડર
- તેલ
- જીરું
- તેજ પત્તા
- સૂકા લાલ મરચા
- બાદિયા
- હીંગ
- લીલા મરચા અને આદુ ની પેસ્ટ
- લસણ
- સૂકા ધાણા
- કાજુ
- ગરમ મસાલો
- હળદર
- મીઠું
રીત
1- આ શાક તમે વરસાદ માં કંઇક તીખું ને તમતમતું ખાવા ની ઈચ્છા થાય તો તમે આ શાક બનાવી શકો છો.હવે એક કડાઈમાં ત્રણ ચમચી તેલ લઈશું.હવે તેમાં આપણે અડધી ચમચી રાઈ નાખીશું.ત્યારબાદ અડધી ચમચી જીરૂ નાખીશું.
2- હવે તેમાં બે તેજ પત્તા નાખીશું.હવે તેમાં બે સૂકા લાલ મરચાં નાખીશું. હવે તેમાં એક બાદીયું નાખીશું.હવે વઘાર બરાબર થવા દઈશું.હવે તેમાં ચપટી હીંગ નાખીશું ત્યારબાદ અડધી ચમચી સૂકા ધાણા અધકચરા એડ કરીશું.
3- હવે અડધી વાડકી કાજુ ના ટુકડા લઈ લઈશું.જો તમારી જોડે ફાડા હોય તો તે પણ તમે નાખી શકો છો.હવે તેને થોડું હલાવી લઈશું.હવે તેમાં બે મીડીયમ સાઈઝ ની ડુંગળી ક્રશ કરી લીધી છે તે એડ કરીશું.
4- હવે આપણી ડુંગળી થોડી સંતળાય ગઈ છે તો તેમાં હવે છ થી સાત કડી લસણ ને થોડું વાટી લીધું છે તે એડ કરી લઈશું.હવે તેમાં બે લીલા મરચા અને આદુ ની પેસ્ટ બનાવી છે તે એડ કરીશું.હવે બધી વસ્તુ ને બરાબર મિક્સ કરી લઈશું.
5- હવે આદુ,મરચા,લસણ બધું જ સારી રીતે સાંતળી લઈશું.હવે તેમાં મસાલા કરી લઈશું.હવે તેમાં એક ચમચી ધાણાજીરૂ પાવડર નાખીશું. ત્યારબાદ અડધી ચમચી હળદર નાખીશું.હવે એક થી દોઢ ચમચી લાલ મરચું પાવડર નાખીશું.
6- હવે તેમાં એક ચમચી ગરમ મસાલો નાખીશું.મરચું તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો.આ શાક થોડું તીખું હોય તો વધારે સારું લાગે છે એટલે અહીંયા આપણે દોઢ ચમચી જેટલું મરચું નાખ્યું છે.હવે બધા મસાલા ડુંગળી સાથે થોડા કુક કરી લઈશું.
7- જેથી આપણા શાક નો કલર અને ટેસ્ટ ખૂબ સરસ આવે છે હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે તેલ છુટુ પડવા લાગ્યું છે.હવે તેમાં બે ટામેટા ની પ્યુરી કરી લીધી છે તે એડ કરીશું. હવે તે એડ કરી લઈશું. હવે બધું મિક્સ કરી લઈશું.
8- હવે આપણે ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું.હવે સાઈડ માં તેલ છૂટું પડવા લાગ્યું છે હવે ગ્રેવી પણ કુક થવા લાગી છે હવે તેમાં પાણી એડ કરીશું.હવે તેમાં સવા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું.હવે પાણી માં સરસ ઉકળવા લાગે હવે થોડું પાણી ઘટ્ટ થાય પછી તેમાં ગાઠીયા એડ કરીશું.
9- હવે આપણે મરી વારા ગાઠીયા મળે છે તે લેવાના છે અને આ ખાવા માં થોડા કડક પણ હોય છે.જેથી કરી ને તેનું શાક બનાવીશું તો આપણા ગાઠીયા એકદમ છુટા છુટા રહેશે. જે ફરસાણ ની દુકાને મળે છે પોચા ગાઠીયા તે નાખીશું તો આપણું શાક થોડું લોચા પડતું થઈ જશે.
10- આપણે અહીંયા એક વાડકી ગાઠીયા લઈશું.જો તમે આટલું શાક બનાવશો તો ત્રણ થી ચાર જણ ને થઈ જશે.આ તમે પરોઠા કે બાજરી ના રોટલા સાથે, રોટલી કે ભાખરી સાથે પણ તમે ખાઈ શકો છો.હવે તમે વિડિયો માં જોઈ શકો છો પાણી સરસ ઉકળી ગયું છે.હવે તેમાં એક વાડકી ગાઠીયા એડ કરીશું.
11- હવે તેને બે થી ત્રણ મિનિટ માટે તેને કુક થવા દઈશું.હવે તેમાં થોડી કોથમીર એડ કરીશું.હવે ગાઠીયા થોડા પોચા થઈ ગયા છે જે તમે વીડિયોમાં જોઈ શકો.અને રસો પણ સરસ થઈ ગયો છે હવે ગેસ બંધ કરી દઈશું હવે કાજુ ગાઠીયા નું શાક સર્વે કરવા માટે તૈયાર છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.એકદમ ટેસ્ટી એવું કાજુ ગાઠીયા નું શાક સાથે ડુંગળી,છાસ,પરાઠા આ એક કાઠીયાવાડી ફૂલ ડિશ છે તમે એકવાર ઘરે બનાવશો તો અને તમારા પરિવાર ને ખવડાવશો તો બધા જ આંગળા ચાટતા રહી જશે એવું આપણું ટેસ્ટી કાજુ ગાઠીયા નું શાક તૈયાર છે તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો.
વિડિઓ રેસિપી :