ઇન્સ્ટન્ટ સેવ ખમણી – વડોદરાની સ્પેશિયલ ખમણી હવે બનશે તમારા રસોડે.
આજે આપણે ઇન્સ્ટન્ટ સેવ ખમણી બનાવીશું. જે તમે બ્રેક ફાસ્ટ માં ખાઈ શકો છો, ઘર માં બધા ને પસંદ આવશે એકવાર તમે બનાવશો તો વારંવાર બનાવશો એકદમ ટેસ્ટી લાગે છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. રેસિપીના અંતમાં વિડિઓ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની લિંક આપી છે. ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડિઓ જોવાના કોઈ પૈસા નથી.
સામગ્રી: (પરફેક્ટ માપ માટે અંતમાં આપેલ વિડિઓ જુઓ.)
- બેસન
- સોજી
- ઈનો
- મીઠું
- બૂરું ખાંડ
- ઝીણી સેવ
- રાઈ
- કાજુ
- લીંબુ નો રસ
- દાડમ ના દાણા
- ખાંડ
- આદુ ને મરચા ની પેસ્ટ
રીત
1- સૌથી પહેલા આપણે એક કપ બેસન લઈશું. ત્યારબાદ તેમાં બે ચમચી સોજી નો લોટ નાખીશું. સોજી નાની કે મોટી જે પણ હોય તે તમે એડ કરી શકો છો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.
2- હવે એક ચમચી ખાંડ એડ કરીશું. આમાં ગાઠા ના રહે તે રીતે થોડું થોડું પાણી એડ કરી ને મિક્સ કરી લઈશું. અને ખીરું તૈયાર કરી લઈશું, તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણું બેટર તૈયાર થઈ ગયું છે.
3- હવે આમાં આદુ મરચા ની પેસ્ટ એડ કરીશું. આપણે અહીંયા બે લીલા મરચા અને એક આદુ નો ટુકડો લઈ લીધો છે. આ સ્ટેજ પર તમારે લસણ નાખવું હોય તો તમે નાખી શકો છો. હવે આ બધું મિક્સ કરી દસ મિનિટ ઢાંકી ને મૂકી દઈશું.
4- હવે આપણે અડધું લીંબુ નો રસ એડ કરીશું. હવે દસ મિનિટ થઈ ગઈ છે તો હવે બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે સ્ટીમર ને ગરમ કરવા મૂકી દીધું છે પાણી ગરમ થવા આવે અને ખમણી બનાવવાનો ટાઈમ થાય એટલે તેમાં અડધી ચમચી ઈનો એડ કરીશું. અને તેને એક્ટિવ કરવા માટે એક ચમચી પાણી એડ કરીશું.
5- હવે આને મિક્સ કરી લઈશું. હવે એક પ્લેટ પર તેલ ને ગ્રીસ કરી લઈશું. હવે આપણું ખીરું સરસ તૈયાર થઈ ગયું છે હવે જે ડિશ માં ખમણી બનાવવાની હોય તેમાં આપણે ખીરું કાઢી લઈશું. હવે આને સ્ટીમર માં મૂકી દઈશું.
6- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણા ખમણ સરસ તૈયાર થઈ ગયા છે આપણું ચપ્પુ એકદમ સરસ ક્લીન જ નીકળે છે એટલે કે આપણા ખમણ તૈયાર થઈ ગયા છે. હવે આ ઠંડા થાય ત્યાં સુધી આપણે વઘાર કરી લઈશું.
7- હવે આપણે સાઈડ માં કટ કરી લઈશું. અને એક ડિશ લઈ તેમાં પલટાવી લઈશું. તમે વીડિયોમાં જોઇ શકો છો કે એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ બન્યા છે તમે આમ ને આમ પણ ખમણ ખાઈ શકો છો. હવે આપણે આ ખમણ નો ચૂરો કરી લઈશું.
8- સોજી એટલે નાખવામાં આવે છે કે આપણી ખમણી છૂટી છૂટી બને છે અને દાણેદાર બને છે જો તમારે નાયલોન ખમણ બનાવવા હોય તો સોજી નઈ નાખવાની. હવે આપણે ખમણી નો વઘાર કરી લઈશું.
9- હવે આપણે એક કડાઈ માં બે ચમચી તેલ લઇ લઈશું. હવે તેમાં કાજુ ના ટુકડા એડ કરીશું હવે કાજુ ફ્રાય થઈ ગયા છે તો કાઢી લઈશું. હવે એજ તેલ માં એક ચમચી રાઈ નાખીશું. હવે તેમાં મીઠા લીમડાના પાન નાખીશું.
10- હવે તેમાં એક ચમચી ધાણા ફુદીના ની ચટણી એડ કરીશું. હવે તેમાં ખમણી એડ કરીશું. હવે બધું મિક્સ કરી લઈશું. આ ચટણી નાખવાથી ટેસ્ટ તો વધી જાય છે પણ કલર પણ સરસ આવે છે. તમે પણ આ રીતે એક વાર જરૂર થી ટ્રાય કરી જોજો.
11- હવે આમાં અડધું લીંબુ નો રસ એડ કરીશું. હવે આપણે થોડું બૂરું ખાંડ નાખીશું. આ વઘાર કર્યા બાદ કઈ પણ ઓછું લાગતું હોય તો તમે નાખી શકો છો. હવે આમાં કોથમીર એડ કરીશું. હવે આપણે ફ્રાય કરી ને રાખેલા હતા કાજુ તે એડ કરીશું.
12- હવે આપણે દાડમ ના દાણા નાખીશું આના વગર તો ખમણી અધૂરી કહેવાય. હવે તેમાં ઝીણી સેવ નાખીશું.હવે બધું મિક્સ કરી લઈશું. હવે આને સર્વે કરો ત્યારે કોથમીર, કોપરા નું છીણ,દાડમ ના દાણા નાખી શકો છો. ઘણા ને ડુંગળી પણ ભાવે છે તે પણ તમે નાખી શકો છો.હવે તેને સર્વે કરી લઈશું. એક બાઉલ માં કાઢી લઈશું તેમાં ઉપર કોથમીર એડ કરીશું. અને થોડા કાજુ થી ગાર્નિશ કરી લઈશું. તો તમે પણ એકવાર ચોક્કસથી બનાવજો.
વિડીયો રેસીપી :