ભારતમાં થઈ હતી આ 10 અનોખી વસ્તુઓની શોધ, જાણીને રહી જશો દંગ.
મોબાઈલ ફોનથી લઈને એરોપ્લેન, લાઈટ અને ન જાણે કેટલીય વસ્તુઓ, જેનો ઉપયોગ આપણે કરીએ છીએ તે બધાની શોધ વિદેશમાં થઈ છે. ટેકનિકલ શોધોની વાત કરીએ તો તેમાં ચીન અને જાપાન હંમેશા આગળ હોય છે. એવું માનવામાં આવે છે કે, ભારતના લોકો નવી વસ્તુઓની શોધ કરી નથી શક્તા. પરંતુ આ સત્ય નથી. ભારતમાં અનેક વસ્તુઓની શોધ થી છે, ભલે તે નાની ય કેમ ન હોય. પરંતુ તે શોધનુ ક્રેડિટ તો ભારતને જ જાય છે. ચાલો, આજે જાણી લો ભારતની આ અનોખી શોધ વિશે.
બટન : તમારા શર્ટ, કુરતામાં જે બટન લાગે છે, તેની શોધ ભારતે કરી છે. ભારતમાં બટનનો ઉપયોગ લગભગ 5000 વર્ષ પહેલા સિંધુ ઘાટીની સભ્યતાના સમયથી કરવામાં આવતો હતો. મોહનજોદડોના ખોદકામ દરમિયાન તેના અવશેષો મળ્યા હતા. ત્યારે બટનનો ઉપયોગ દાગીનાની જેમ કરવામાં આવતો હતો.
શેમ્પૂ : વર્ષ 1762ની આસપાસ મુઘલ શાસન દરમિયાન બંગાળના નવાબ માથામાં માલિત કરવા માટે તેલનો ઉપયોગ કરતા હતા. જેને ચૈંપો કહેવામાં આવતું હતું. આ જ ચૈંપો આગળ જઈને શેમ્પૂ બની ગયું. એટલે કે શેમ્પૂ એકદમ દેશી છે.
પ્લાસ્ટિક સર્જરી : આજથી લગભગ 2500 વર્ષ પહેલા ભારતીય ચિકિત્સક સુશ્રુત યુદ્ધ અથવા પ્રાકૃતિક સમસ્યાઓમાં જેમનું નાક ખરાબ થઈ જતું હતું, તેમને સર્જરી દ્વારા સારું બનાવવાનું કામ ભારતમાં થતું હતું. તેથી તેને પ્લાસ્ટિક સર્જરી કહેવામાં આવે છે. આજે મોટા મોટા સ્ટાર્સ પ્લાસ્ટિક સર્જરી દ્વારા પોતાની સુંદરતા વધારી રહ્યાં છે.
શાહી : ઈસાના લગભગ 400 વર્ષ પહેલા ભારતે શાહીની શોધ કરી લીધી હતી. દક્ષિણ ભારતમાં ત્યારથી શાહી અને શાર્પ પેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ફ્લશ ટોયલેટ : મોહનજોદડોના ખોદકામ દરમિયાન મળેલી માહિતી મુજબ, આ સભ્યતાના લોકોને હાઈડ્રોલિક એન્જિનયરિંગના મોટા જાણકાર હતા. તેમાં ફ્લશ ટોયલેટના અવશેષ પણ મળ્યા હતા.
શૂન્યની શોધ : લગભગ 458 ઈસ્વીસનમાં હિન્દુ ખગોળ વિજ્ઞાની અને ગણિતજ્ઞ આર્યભટ્ટે શૂન્યની શોધ કરી હતી. તેને ભારતની મહાનત શોધ ગણવામાં આવે છે.
ફાઈબર ઓપ્ટિક્સ : ડો.નરેન્દ્ર સિંહ કપાનીને ફાઈબર ઓપ્ટિક્સના પિતા કહેવાય છે. તેમણે ફોરચ્યુન મેગેઝીન દ્વારા ‘7 Unsung Heroes’ના લિસ્ટમા પણ સામેલ કરવામાં આવ્યા છે.
સ્કેલ : રુલર સ્કેલનો ઉપયોગ પણ ભારતમાં સિંધુ ઘાટીની સભ્યતા દરમિયાન કરવામાં આવ્યો હતો. મોહનજોદડોના ખોદકામ દરમિયાન હાથી દાંતથી બનેલા સ્કેલ મળી આવી હતી.
હીરાનું ખનન : અંદાજે 5000 વર્ષ પહેલા જ ભારતમાં હીરાનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારે મધ્ય ભારતમાં કૃષ્ણા અને ગોદાવરી નદીની સાથે પૂરની માટીમાંથી હીરા મળી આવ્યા હતા. તે સમયમાં જ લોકોએ હીરાની ખાણનું ખોદકામ શરૂ કરી દીધું હતું.
કપાસની ખેતી : સિંધુ ઘાટીની સમયમાં પણ ભારતમાં કપાસની ખેતી કરવામાં આવતી હતી, અને લોકો સુતરાઉ કપડા પહેરતા હતા. તેથી એ કહેવુ ખોટું નથી કે, અમે દુનિયાને કપાસની ખેતી કરવાની પણ આપણે જ શીખવાડી હતી.
દરરોજ આવી અનેક અવનવી રસપ્રદ વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.