જો તમે પીઝા સાથે સોડા કે પછી કોલ્ડડ્રીંક લો છો? નુકશાન થઈ શકે છે જાણો.

આખો દિવસ તમે જે પણ આહાર લેતા હોવ છો તો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. કેટલીક વખત લોકો એવા ફૂડ કોમ્બિનેશન બનાવીને ખઈ લેતા હોય છે, જે તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. અયોગ્ય રીતે ફુડ કોમ્બિનેશનથી પેટમાં દુઃખાવો, ગેસ, કબજિયાત અને ડાયેરિયા જેવી બીમારી થઈ શકે છે. મોટાભાગનાં લોકોને એ વાતની જાણકારી જ નથી હોતી કે કઈં વસ્તુ સાથે કંઈ વસ્તુનું સેવન કરવું.

જો તમે ફૂડ કોમ્બિનેશન નહિ જાળવી રાખો તો તમારી ત્વચા સૂકી રહેશે અને હંમેશા કફ, અપચો અને ફેફસામાં કફ જામી જશે. આજે અમે તમને એવા અયોગ્ય ફૂડ કોમ્બિનેશન વિશે જણાવીશું, જે તમારા સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે. જાણો સ્વાસ્થ્ય માટે ખતરનાર ફૂડ કોમ્બિનેશન વિશે.

– બ્રેડ અને જામ : નાસ્તામાં હંમેશા લોકો બ્રેડ જામનું સેવન કરતા હોવ છે પરંતુ શું તમે જાણો છો કે આ અયોગ્ય ફૂડ કોમ્બિનેશન છે. જામમાં માત્ર સુગર હોય છે, જે ડાયાબિટિસ જેવી બીમારીનું કારણ બની શકે છે. ખાસ કરીને ડાયાબિટિસનાં દર્દીઓ તેનું સેવન ન કરવું જોઈએ.

– સોડા-પીઝા : પિઝાની સાથે કોલ્ડ ડ્રિંક પીવાનું લોકો વધારે પસંદ કરે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે એકદમ ખરાબ ફૂડ કોમ્બિનેશન છે. આ કોમ્બિનેશન પાચનક્રિયાને ધીમી કરે છે, તેમજ પેટ ફુલી જાય છે, ગેસ, એસિડિટી અને પેટમાં બળતરા જેવી સમસ્યા ઉભી થાય છે.

– સેન્ડવિચ અને કોફી : પરફેક્ટ બ્રેકફાસ્ટ માનવામાં આવતી સેન્ડવિચ અને કોફીનું એક સાથે સેવન કરવું સ્વાસ્થ્ય માટે બહુ હાનિકારક હોય છે. તેમા રહેલાં કાર્બસ કેલ્શિયમથી ખોરાક જલ્દી નથી પચતો, જેના લીધે ઘણી હેલ્થની સમસ્યા થઈ શકે છે.

– ટામેટા અને કાકડી : સલાડની સાથે મોટાભાગના લોકો આ બંને વસ્તુનું એક સાથે સેવન કરે છે. પણ તેમાં રહેલાં વિટામિન સારી રીતે ડાયજેસ્ટ નથી થતા, જે પેટની બીમારીની સમસ્યાનું કારણ બની શકે છે. એટલાં માટે આ બંનેનું હંમેશા અલગ અલગ રીતે સેવન કરવું જોઈએ.

– દૂધ અને કેળા : કસરત કરવાથી અથવા મસલ્સ બનાવતા લોકો હંમેશા દૂધ અને કેળાનું એક સાથે સેવન કરે છે. પરંતુ નિષ્ણાતો અનુસાર, આ કોમ્બિનેશન વ્યક્તિને અસ્વસ્થ બનાવે છે. તેનાથી પેટ ભારે થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા થઈ શકે છે. તેમજ દૂધની તાસીર ઠંડી હોય છે, જ્યાપે ગરમ મસાલાની તાસીર ગરમ હોય છે. આ બંનેને સાથે લેવાથી પેટ બગડી શકે છે.

– દહીં પરાઠા અને ફ્રુટ : દહીંની સાથે પરાઠા અથવા કોઈ પણ તળેલી વસ્તુ ખાવાથી તેમાં રહેલી ચરબી પાચનશક્તિને ખરાબ કરે છે. તે સિવાય દહીંની સાથે આવી વસ્તુ ખાવાથી શરીરને એનર્જી પણ નથી મળતી. તે સિવાય દહીંની સાથે ફ્રુટનું સેવન પણ સ્વાસ્થ્ય માટે બહુ નુકસાનકારક હોય છે.

– ચીઝ અને પાસ્તા : ચીઝ અને પાસ્તા ખાવાના શોખિન લોકોને કદાચ એ વાત નહીં ખબર હોય કે આ ફુડ કોમ્બિનેશન કેટલું ખતરનાક છે. તેમાં રહેલી ચરબી પાચન ક્રિયામાં સમસ્યા ઉભી કરે છે. તેની જગ્યાએ તમે પાસ્તામાં લીલા શાકભાજીનો ઉપયોગ કરી શકો છો.

– ઠડુ અને ગરમ એક સાથે ન ખાવું : જો તમે યોગ્ય રીતે ભોજન સારા કોમ્બિનેશનની સાથે ખાશો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ એકસાથે ઠંડુ-ગરણ ભોજન અને ગળ્યુ અને ક્ષારયુક્ત ખોરાક ક્યારેય ન લેવો જોઈએ. વધારે પડતું ઠંડુ અને ગરમ ભોજન કરવાથી બચવું જોઈએ, કેમ કે, આપણું લોહી ગરમ હોય છે. એટલાં માટે તામમાન જાળવી રાખવા માટે આપણા શરીરને તકલીફ થાય છે.

– ભોજન કર્યા પછી ક્યારે ન ખાવી ગળી વસ્તુ : ભોજન કર્યા પછી તરત સ્વીટ્સ ખાવાથી શરીરમાં પ્રોટીન અને ફેટને પચવામાં વધુ સમય લાગે છે, જેના કારણે વજન વધે છે. તેમજ આઈલી ફૂડની સાથે દહીં ખાવાથી શરીરમાં ફેટ પચવવામાં મુશ્કેલી થાય છે, જેના કારણે વજન વધે છે. તેમજ ભોજન કર્યા પછી ચા પીવાથી ખોરાક પચતો નથી. જો તમારે ચા પીવી હોય તો ગ્રીન ટી પી શકો છો. તે પચવામાં તમને મદદ કરશે.

આપ બીજા મિત્રો સાથે પણ શેર કરો આ માહિતી, દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

error: Content is protected !!