દેશની સૌથી પવિત્ર ગંગા નદીનો જન્મ કેવી રીતે થયો? જાણો ઈતિહાસ.
ગંગા કેવી રીતે આવી ધરતી પર-
રઘુ કુળમાં બહુ જ પ્રતાપી રાજાઓએ જન્મ લીધો છે. રાજા સાગર તેમાથી એક હતા. તે સમયે રાજા મહારાજા પોતાનું સામ્રજ્ય વધારવા માટે અશ્વમેધ યજ્ઞ કરતા હતા. તેમા એક ઘોડો છોડવામાં આવતો હતો અને તે ઘોડો જે રાજ્યમાંથી પસાર થાય તે રાજ્ય અશ્વમેઘ યજ્ઞ કરનાર રાજાનો થઈ જાય છે અને કોઈએ વચ્ચે જો ઘોડાને પકડી લીધો અને તેને અશ્વમેઘ યજ્ઞ કરનારા રાજા સાથે યુદ્ધ કરવું પડતું હતું.
એક વખત રાજા સાગરએ વિશાળ અશ્વમેઘ યજ્ઞ કર્યો અને અશ્વમેઘના ઘોડાને છોડી દીધો. રાજા ઈન્દ્રને ડર હતો કે ક્યાંક અશ્વમેઘ ઘોડો જો સ્વર્ગમાં આવી જશે તો સ્વર્ગ પર રાજા સાગરનું શાસન ચાલશે અને રાજા સાગર સાથે યુદ્ધ કરવું સંભવ નથી.
આવું વિચારીને ઈન્દ્ર વેષ બદલીને ગયા અને ઘોડાને પકડીને ચુપચાપ કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો. કપિલ મુનિ તે સમયે ધ્યાન મુદ્રામાં હતા. જ્યારે રાજા સાગરને ખબર પડી કે તેમના અશ્વમેઘ ઘોડાને કોઈએ રોકી લીધો છે તો તેમને ગુસ્સામાં આવીને પોતાના 60 હજાર પુત્રોને મોકલ્યા કે કોણે ઘોડો રોક્યો છે.
લાંબા સમય સુધી શોધ્યા પછી રાજા સાગરના પુત્રએ કપિલ મુનિના આશ્રમમાં ઘોડાને જોઈ લીધો અને તે યુદ્ધ કરવા માટે આશ્રમમાં ઘુંસી ગયો. આશ્રમમાં અવાજ સાંભળીને કપિલ મુનિની આંખ ખુલી તો રાજા સાગરનો પુત્ર તેમના પર ઘોડાને રોકવાનો ખોટો આરોપ લગાવ્યો. તેનાથી ક્રોધિત થઈને કપિલ મુનિએ અગ્નિથી રાજા સાગરનાં બધા પુત્રોને ભસ્મ કરી નાખ્યા. હવે તે બધા 60 હજાર પુત્ર પ્રેત યોનિમાં ભટકવા લાગ્યા. તેમની આત્માને શાંતિ નહતી મળતી.
ઘણી પેઢીઓ પછી રઘુકુલનાં રાજા ભગીરથનો જન્મ થયો. તેમને પ્રતિજ્ઞા કરી કે તે પોતાના પૂર્વજોની આત્માને શાંતિ આપશે અને એ ત્યારે સંભવ હતું જ્યારે પૂર્વજોની અસ્થિયોને ગંગાના પાણીમાં શુદ્ધ કરવામાં આવે.
રાજા ભગીરથે ભગવાન વિષ્ણુની કઠોર તપસ્યા કરી. ઘણા વર્ષોની તપસ્યા પછી ભગવાન વિષ્ણુએ રાજા ભગીરથને દર્શન આપ્યા ત્યારે ભગીરથએ સ્વર્ગમાં રહેતી ગંગાને ધરતી પર લાવવા માટેની પ્રાર્થના કરી. ગંગા બહુ ઉગ્ર સ્વભાવની હતી, તે બહુ મુશ્કેલીથી ધરતી પર આવવા માટે રાજી થઈ હતી. પરંતુ એક સમસ્યા હતી કે ગંગાનો પ્રવાહ એટલો વધારે હતો કે જો ગંગા પોતાના પ્રવાહથી સ્વર્ગથી ધરતી પર આવે તો ધરતી પાતાળમાં સમાય જાય અને ચારેય તરફ બધું નષ્ટ થઈ જાય.
ત્યારે ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રાર્થના કરી કે તે ગંગાને પોતાની જટામાં બાંધીને તેને પોતાના વશમાં કરે નહીં તો ધરતીનો વિનાશ થઈ જશે. પછી જ્યારે ગંગા પોતાના પ્રંચડ પ્રવાહથી ધરતી પર ઉતરી તો ભયંકર ગર્જના થઈ, મેઘ ફાટી ગયા, ચારેય તરફ તોફાન આવશે એવું થઈ ગયું હતું. ત્યારે ભગવાન શિવએ ગંગાને પોતાની જટામાં બાંધી અને પોતાની જટાથી એક પાતળી ધારના સ્વરૂપમાં ગંગાને ધરતી પર જવા દીધી. આ રીતે ગંગા ધરતી પર અવતરિત થઈ અને તેને ભગીરથી પણ કહેવામાં આવે છે.
ગંગા નદી વિશેની કેટલીક હકીકત-
- 1. બહુ દુઃખની વાત છે કે ગંગા દુનિયાની પાંચમી સૌથી દૂષિત નદી છે.
- 2. ગંગા નદીની લંબાઈ લગભગ 1557 મીલી એટલે 2506 કિલો. છે.
- 3. અન્ય નદીઓની તુલનામાં ગંગા નદીમાં આક્સીજનનું લેવલ 25 ટકા વધારે છે.
- 4. ગંગા પાણીમાં બેક્ટેરિયા સામે લડવાની વિશેષ શક્તિ છે.
- 5. ગંગાનું પાણી ક્યારે પણ ખરાબ નથી થતું.
- 6. હિન્દુ ધર્મમાં ગંગા નદીને દેવીની જેમ પૂજા કરવામાં આવે છે.
- 7. ગંગાનુ ઉદ્દગમ ગંગોત્રીથી થાય છે જે હિમાલયથી દક્ષિણમાં છે.
- 8. ગંગાનું જળ શુદ્ધ માનવામાં આવે છે.
- 9. દિલ્હીના રિસર્ચ સેન્ટરમા એક સંશોધનમાં જાણવા મળ્યું કે ગંગાના પાણીમાં મચ્છર પેદા નથી થઈ શકતા.
- 10. એક બ્રિટિશ પ્રયોગશાળામાં જોવા મળ્યું કે ગંગાના પાણીમાં બેક્ટેરીયા નાખવામાં આવે તો બધા બેક્ટેરિયા માત્ર 3 કલાકની અંદર મરી જાય છે.