સ્ટ્રીટ ફૂડ સ્ટોલ પર બને છે તેનાથી પણ વધુ ટેસ્ટી ચાઉમીન હવે બનશે ઘરે.
સ્ટ્રીટ ફૂડ સ્ટોલ પર બને છે તેનાથી પણ વધુ ટેસ્ટી ચાઉમીન હવે બનશે ઘરે.
‘સ્ટ્રીટ સ્ટાઈલ ચાઉમીન’
ચાઇનીઝ આજકાલના દરેક યુવાનો અને નાના બાળકોને પણ ખૂબ પસંદ આવતું ફ્યૂઝન છે. આજકાલ તો શહેરના ચાર રસ્તે કોઈને કોઈ ચાઇનીઝની લારી કે પછી ફૂડ સ્ટોલ હોય જ છે. તહેવારના દિવસોમાં જ્યારે પણ કાઈક ખાવાનું મન થાય તો બાળકો અને યુવાનોની પહેલી પસંદ ચાઇનીઝ જ હોય છે. તો આજે હું તમારી માટે લાવી છું ઘરે જ બનાવી શકાય એવી વેજ ચાઉમીનની રેસીપી.
સૌથી પહેલા જોઈ લઈશું ચાઉમીન બનાવવા માટેની જરૂરી સામગ્રી.
- ચાઉમીન નુડલ્સ
- મીઠું
- તેલ
- કોર્ન ફ્લોર
- ધાણા પાવડર
- ખાંડ
- સોયા સોસ
- મરીયા પાવડર
- વિનેગર
- લસણ
- આદું
- ડુંગળી
- ગ્રીન કેપ્સિકમ
- ગાજર
- કોબિઝ
ચાઉમીન બનાવવા માટેની સરળ રેસીપી
1. સૌથી પહેલા નુડલ્સને બાફવા માટે એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકીશું. પાણી ઊકળે એટલે તેમાં મીઠું અને તેલ ઉમેરો.
2. હવે ઉકળતા પાણીમાં જરૂર પ્રમાણે નુડલ્સ ઉમેરો. નુડલ્સ બફાઈ જાય એટલે તેને પાણી નીકળી જાય એવા વાસણમાં ઉમેરો. હવે તેને સાઈડ પર મૂકી દો.
3. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે લસણ, આદું અને લીલી ડુંગળી એડ કરો તેને ફ્રાય થવા દો. આ પછી તેમાં નોર્મલ ડુંગળી, લીલા અને લાલ કેપ્સિકમ અને સાથે ગાજર ઉમેરો.
4. ધ્યાન રાખો શાકને બહુ ચઢવા દેવાના નથી અધકચરા રાખજો.
5. હવે જયા સુધી શાક અધકચરા ફ્રાય થાય છે ત્યાં સુધી એક વાટકીમાં કોર્ન ફ્લોર, એક ચમચી મરચું, પા ચમચી જીરા પાવડર અને પા ચમચી ધાણા પાવડર ઉમેરો. આ પછી થોડી ખાંડ અને થોડું મીઠું, બે ચમચી સોયા સોસ અને બે ચમચી વિનેગર, તેલ અને પા ચમચી મરીયા પાવડર ઉમેરો આ બધી વસ્તુઓ બરાબર મિક્સ કરી લો.
6. હવે આ તૈયાર કરેલ સોસને કઢાઈમાં ઉમેરી દો. થોડું ફ્રાય કરો આ પછી તેમાં લાંબી લાંબી સમારેલ કોબિઝ ઉમેરો.
7. હવે અંતમાં બાફીને સાઈડ પર મુકેલ નુડલ્સ કઢાઈમાં એડ કરો. બધુ બરાબર મિક્સ કરી લો.
8. તૈયાર છે ફટાફટ બની જાય એવું ચાઉમીન, પ્લેટમાં સર્વ કરી લીલી ડુંગળીથી તેને ગાર્નિશ કરો.
9. આવી જ અવનવી વાનગીઓ સાથે ફરી મળીશું. અમારું પેજ ફોલો નથી કર્યું તો હમણાં જ કરો.