દાન કરીને પુણ્યનું ભાથું બાંધવા માંગો છો? તો આ ભૂલો ક્યારેય કરતાં નહીં, મુકાઇ જશો મોટી મુસીબતમાં.
આજના સમયમાં જેમ જેમ લોકોની લાઈફ સ્ટાઈલ બદલાઈ રહી છે તેમ તેમ વ્યક્તિની ફરમાઇશો અને ઈચ્છાઓ વધી રહી છે. ઘણા મિત્રો છે એવા કે જેઓ પોતાની કે પછી પરિવારની કોઈપણ ઈચ્છાઓ અને ફરમાઇશ પૂરી કરવા માટે ખૂબ સક્ષમ છે. પણ સામે ઘણા એવા પણ લોકો છે જેઓ પોતાની ત છોડો પરિવારની જરૂરિયાત પણ ખૂબ મુશ્કેલીથી પૂરી કરતાં હોય છે.
આવામાં દરેક વ્યક્તિ પ્રયત્ન કરે છે કે કાઈક એવો ઉપાય થઈ જાય કે જેનાથી તેની પરિસ્થિતિ પહેલા કરતાં વધુ સારી થઈ શકે. એવામાં ઘણા લોકો અવારનવાર અનેક ઉપાય અને ટોટકા કરતાં હોય છે. એમાં ઘણીવાર એવા પણ ટોટકા કે ઉપાય હોય છે જએ કારગર પણ સાબિત થાય છે. તો ઘણીવાર અમુક ઉપાય અપનાવવા છતાં પણ તેનો કોઈ ફાયદો જોઈએ એટલા સમયમાં જોવા મળતો નથી. આઆમ થવા પાછળ અમુક ખાસ કારણ હોય છે.
આજના સમયમાં લોકો પોતાના જીવનની સમસ્યાઓને દૂર કરવા માટે વ્રત, પૂજા-પાઠ કરતાં થયા છે. આ સાથે જે લોકોમાં દાન કરવાની વૃત્તિ પણ વધી છે. આર્થિક રીતે સધ્ધર લોકો દાન કરી અને પુણ્યુનું ભાથું બાંધે છે. પરંતુ સમજના અભાવના કારણે લોકો દાન એવી વસ્તુઓનું કરી બેસે છે કે જેનાથી લાભ થવાને બદલે નુકસાન વધારે થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓનું દાન કરવું ન જોઈએ. તેનું દાન કરવાથી જાતક પાપના ભાગીદાર બને છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ક્યારેય કોઈને ઝાડૂ આપવું ન જોઈએ. ઘરમાં ઉપયોગમાં લીધેલું ઝાડૂ અન્યને ક્યારેય ન આપવું. ઝાડૂ દાનમાં આપી દેવાથી લક્ષ્મીજી રૂષ્ટ થઈ જાય છે. આમ કરવાથી ધંધા-રોજગારમાં નુકસાન થાય છે.
શાસ્ત્રોમાં વાસણનું દાન કરવાની પણ મનાઈ છે. મોટાભાગે લોકો સ્ટીલના વાસણ કે ડીનર સેટ લગ્નપ્રસંગે ભેટમાં આપતાં હોય છે. પરંતુ આમ કરવાથી નુકસાની થાય છે. વાસણ દાનમાં આપવાથી સુખ-શાંતિનો નાશ થાય છે.
તેલનું દાન પણ સમજ્યા વિના ન કરવું. તેલનું દાન કરવાથી શનિકૃપા પ્રાપ્ત થાય છે. પરંતુ એકવાર ઉપયોગમાં લીધેલું તેલ ક્યારેય કોઈને ન આપવું આમ કરવાથી શનિદેવ રુષ્ટ થઈ જાય છે.
ભૂખ્યાને ભોજન કરાવવું સૌથી મોટું પુણ્યુનું કામ છે. પરંતુ વાસી ભોજન કોઈન આપવું તે અશુભ મનાય છે. જી હાં ઘરમાં સવારે બધાએ ભોજન કર્યા બાદ વધેલું ભોજન કોઈને ખાવા આપો તો તે પુણ્ય નથી. આમ કરવાથી પણ ઘરમાં ક્લેશ થાય છે. જો તમારે કોઈને અન્ન દાન કરવું છે તો પોતે ભોજન કર્યા પહેલા તેને ભોજન કરાવો.
લાંબા સમય સુધી પહેરેલા કપડા જ્યારે જૂના થઈ જાય ત્યારે લોકો તેને અન્યને પહેરવા માટે આપી દેતાં હોય છે. આમ કરવું પણ યોગ્ય નથી. ફાટેલા કે જૂના કપડા કોઈને દાનમાં ન આપવા. આમ કરવાથી પૈસાની તંગી સહન કરવી પડે છે.
ધારદાર એટલે કે ચાકૂ, કાતર જેવી વસ્તુઓ પણ કોઈને આપવી અશુભ ગણાય છે. આમ કરવાથી સુખ અને શાંતિનો નાશ થાય છે.