ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના ફોટો કે ચિત્ર સાથે જોડાયેલ આ વાત તમે નહીં જાણતા હોવ.
આપણાં હિન્દુઓમાંથી ભાગ્યે જ કોઈ ઘર એવું હશે જયા ભગવાનનું મંદિર નહીં હોય. વધારે તો કશું નહીં કરતાં હોય પણ દિવસમાં બે વાર દીવાબત્તી તો જરૂર કરતાં જ હશે. ઘણા એવા પણ મિત્રો હશે જે ભગવાન વિષ્ણુને પોતાના ઇષ્ટદેવ માનતા હોય છે અને તેમની પૂજા અર્ચના કરતાં હોય છે. આજે અમે તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે જોડાયેલ એક રસપ્રદ વાત જણાવી રહ્યા છે.
તમે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મી માતાની કોઈપણ તસવીર તમે જોશો તો તેમાં માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુના ચરણોમાં જ બિરાજમાન હોય છે. કોઈપણ સ્વરૂપ હોય તેમાં માતા લક્ષ્મી આ જ મુદ્રામાં જોવા મળશે. શાસ્ત્રોમાં એમ પણ કહેવાય છે કે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા જરૂરી હોય છે. જેના પર ભગવાન વિષ્ણુની કૃપા હોય છે તેના જ જીવનમાં લક્ષ્મીજી સ્થાયી વાસ કરે છે. માતા લક્ષ્મી શા માટે વિષ્ણુ ભગવાનના ચરણો તરફ બિરાજે છે તેનું કારણ પણ ખાસ છે. તેના વિશે ખુદ માતા લક્ષ્મીજીએ નારદજીને વાત કરી હતી. જે વાત નીચે દર્શાવ્યાનુસાર છે.
દેવર્ષિ નારદએ માતા લક્ષ્મીને એકવાર પુછ્યું હતું કે તે શા માટે તેઓ શ્રી હરિના ચરણ દબાવતા રહે છે? આ વાતના જવાબમાં લક્ષ્મીજીએ જણાવ્યું હતું કે કોઈપણ સ્ત્રી હોય તેના હાથમાં દેવગુરુ બૃહસ્પતિનો વાસ હોય છે અને પુરુષના પગમાં શુક્રાચાર્યનો વાસ હોય છે. જ્યારે મહિલા પુરુષના પગ દબાવે છે તો દેવ અને દાનવનું મિલન થાય છે અને તેનાથી ધનલાભના પણ યોગ સર્જાય છે. તેથી જ તેઓ પણ ભગવાન વિષ્ણુના પગ દબાવતા રહે છે.
આ ઉપરાંત એમ પણ માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને પુરુષાર્થથી વશ કર્યા છે અને લક્ષ્મી તેના જ વશમાં રહે છે જે અન્યના કલ્યાણની ભાવના રાખે છે. એટલા માટે જ વિષ્ણુ ભગવાન ધન-વૈભવ ધરાવે છે અને તેનો ઉપયોગ તેઓ માનવ કલ્યાણમાં કરે છે અને લક્ષ્મીજી તેમના ચરણોમાં દાસી બનીને રહે છે.
આજે ઘણા મિત્રો પોતાના ઘરમાં સુખ અને શાંતિ અને સમૃધ્ધિ લાવવા માટે ફક્ત માતા લક્ષ્મીની જ પૂજા અર્ચના કરે છે. પણ તમને જાણવી દઈએ કે જો તમે ખરેખર માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો અને ઈચ્છો છો કે તમારા ઘરમાં માતા લક્ષ્મી સ્થાયી રીતે વિરાજમાન રહે તો તમારે માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા અર્ચના કરવી જોઈએ.
દરરોજ આવી અવનવી રસપ્રદ માહિતી, જાણવા જેવી માહિતી, ટેસ્ટી વાનગીઓ અને બીજું ઘણું બધુ શીખવા અને જાણવા અમારું પેજ લાઇક જરૂર કરજો.